SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત એક સારી હાથણીના ગર્ભમાં ઉત્પન્ન થયા. ક્રમે કરી જન્મ પામ્યા. સમગ્ર દેહના અવયવા ખીલી ઉઠ્યા અને યૌવનવય પામ્યા. સમગ્ર હાથણીના યૂથના અધિપતિ થયા. હાથણી એની સાથે વિવિધ રતિ-સ ંભોગરસની ક્રીડા કરતા ઈચ્છા પ્રમાણે વિચરવા લાગ્યા. કેવી રીતે ?-અન્યા અન્ય ક્રીડા કરવાથી ઉત્પન્ન થયેલા પ્રેમથી રતિરસના વિલાસવાળે, લીલા પૂર્વક ચાલવાની ગતિવિશેષથી સૌભાગ્ય પ્રગટાવતે, હાથણીએએ સૂંઢના અગ્રભાગથી તાડી આપેલાં કેામલ નવીન પત્રોના આહાર કરનાર, પોતાની સૂંઢના અગ્રમાગથી પ્રિય હાથણીના દેહના વિસ્તારને પંપાળતા, વિશાળ પેાલસ્થલમાંથી ઝરતા ઘણા મદજળના પરિમલવાળા, અતિશય ઊંડાણુવાળા સરેવર-જળમાં સ્નાન કરવાની આનંદોલ્લાસવાળી ક્રીડા કરતા, પેાતાની ઈચ્છા પ્રમાણે કલ્પેલી અને હરવા-ફરવાની ક્રોડાથી ઉત્પન્ન કરેલા હૃદયના સતાષવાળા, અનેક હાથણીએથી પરિવરેલા એ હાથી તે વનમાં ઈચ્છા પ્રમાણે રમણ કરતા હતા. આ બાજુ અનેક પત, નગર, પટ્ટણ, મરમ્મ, દ્રોણુમુખથી ચારે હાથી, ઘેાડા, પાયદળ, સામનાદિકથી પરિવરેલા રાજ્યનું પાલન કરતા દિવસે પસાર થતા હતા. કોઈક સમયે શરદકાળમાં મહેલમાં રહેલા તે પ્રકારની શુગર-વિલાસવાળી ક્રીડાએ કરતા હતા. તે પ્રિયાએ કેવી હતી ? તે કહે છે: બાજુ ઘેરાયેલા, ઘણા અરિવંદ રાજાના પ્રિયાએ સાથે ઘણા શ્યામ ખીચાખીચ ભરાવદાર કેશ-સમૂહનાગૂંથેલા આંબાડા પર પુષ્પમાળાની વેણી ધારણ કરનાર, સુગ ંધી કસ્તૂરીના લેપથી કરેલ શેાભાવાળી, મદિરાપાનના મથી અધ મીંચાએલ પહેાળા અને લાંબા નેત્રવાળી, નજીક નજીક લાગેલા પરસેવાના બિન્દુએથી શાભતા ભાલતલ વાળી, અભિલષિત રતિસમાગમ માટે ધીમે ધીમે વિસ્તારેલ અંગરચનાવાળી, ઘટ્ટ ચંદનરસથી વિલેપન કરેલા પુષ્ટ સ્તનમડલવાળી, મધુ-રસની સુગંધ-મિશ્રિત વદનના શ્વાસેાાસના પવનવાળી, શૃંગારની ગમે તેમ આડી-અવળી વાતા કરીને ઉત્પન્ન કરેલ પ્રચંડ કામદેવના સંગવાળી, સમગ્ર સ્ત્રી–કળાએાના અભ્યાસથી ઉલાસ પામતા સૌભાગ્ય મહાગુણાતિશયવાળી, કટાક્ષપૂર્ણાંક અવલેાકન કરીને પ્રિયના હૃદયમાં પ્રશંસા અને પ્રેમ પ્રગટ કરનાર, કામદેવની વેદનાથી વિધાયેલ હૃદયવાળી, મન અને નયનને સુખ આપનાર, આવા પ્રકારની શ્રેષ્ઠ અંતઃપુરની તરુણુ સુંદરીઓ સાથે અરિવંદુ રાજા ક્રીડા કરતા હતા. પેાતાની પત્નીએ સાથે આવા પ્રકારની ક્રીડા કરતા અરવિંદ રાાએ ઉંચા આકાશતલમાં અત્યંત ઉંચા નમેલા મનેાહર ઈન્દ્રધનુષની જેમ ચંચળ, ચમકતી ચપળ વિજળી સરખા તેજસ્વી કૈલાસ પર્વતના શિખરની ઝાંખી કરાવનાર ગગનસ્થ પર્વતફૂટની ભ્રાન્તિ કરાવનાર, મહામેઘ મંડલ જોયું. તે જોઇને રાજાએ કહ્યું, અરે ! જુએ જુએ શિલ્પીએ નિર્માણ કરેલા સુંદર મંદિર સરખા અત્યંત રમણીય મેઘાડંબરને આકાશમાં દેખા.' એમ કહ્યું. એટલામાં તે વૃદ્ધાવસ્થાથી પરાવર્તન પામેલા રૂપવાળા મનુષ્યની જેમ આકાશમાં દેખેલા રૂપનું પરાવર્તન થયું, તેત્રા પ્રકારના પરાવર્તન પામતા દેખાવને દેખીને લુકમી પણાના યેાગે તેના ચારિત્રમાહનીયકર્મ ના ક્ષયો શમ થયે. સંસારવાસના સંગથી વિરક્ત થયે. જ્ઞાનાવરણુક ના ક્ષયપશુમ થવાથી અવિધજ્ઞાન ઉત્પન્ન થયું. પરિવારને પ્રતિષેધ કરવા માટે રાજા કહેવા લાગ્યા કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy