SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ વરધનું મિત્રને શોધતાં વિદ્યાધરકન્યા-પ્રાપ્તિ ૩૧૭ ઘાસ, કાંટા છૂંદાયેલા છે, લોકેનાં આવવા-જવાથી વનસ્થળી કેડીવાળી દેખાય છે. તે વાત મેં સ્વીકારી, મગધ દેશ તરફ અમે પ્રયાણ કર્યું. તે દેશના સીમાડા પર રહેલા એક ગામે અમે પહોંચ્યા. જ્યારે તે ગામમાં પ્રવેશ કરતા હતા, ત્યારે ગામની સભા મથે બેઠેલા ગામના ઠાકરે મને દેખ્યો. દેખતાં જ “આ સામાન્ય માણસ જણાતું નથી.” એમ વિચારીને આદર-સત્કારપૂર્વક મારી પ્રતિપત્તિથી પૂજા કરીને મને પોતાના ઘર તરફ લઈ ગયે, રહેવા ઉતારે આપે. હું પરવારીને સુખેથી બેઠો હતો, ત્યારે તેણે મને કહ્યું કે, હે મહાભાગ. તમારા મનમાં ઉદ્વેગ હોય તેમ જણાય છે. મેં કહ્યું કે, ચેરે સાથે લડતાં મારો ભાઈ કેવી અવસ્થા પાપે, તે જાણી શકાયું નથી, તેથી તેની ખેળ કરવા માટે મારે ત્યાં જવું છે. તેણે કહ્યું કે, છેદ કરવાથી સર્યું, જે આ અટવીમાં હશે, તે હું ગમે તેમ કરી મેળવી આપીશ. એમ કહીને પિતાના પુરુષોને મોકલ્યા, તેઓ ગયા અને પાછા આવીને તેઓએ કહ્યું કે, તપાસ કરતાં કઈ ભાઈ અમને મળ્યું નથી, માત્ર પ્રહાર વાગવાથી પડેલ આ હાથ મળ્યા છે. તેનું વચન પૂર્ણ થતાં “નક્કી તેને મારી નાખે.” એમ કલ્પના કરી મહાશકથી વ્યાકુળ થયેલા મનવાળાએ ત્રણપહાર રાત્રિ પસાર કરી. મારી પત્ની સાથે રહેલો હતો, દરમ્યાન એક પહોર રાત્રિ બાકી હતી, ત્યારે તે ગામમાં અણધારી ચેરની ધાડ પડી, પરંતુ મારા નિપ્પર પ્રહારથી તે પાછી ચાલી ગઈ. સમસ્ત ગામલેકસહિત ગામના ઠાકરે મને અભિનંદન આપ્યું. સવારે ગામના ઠાકરને પૂછીને તેના પુત્રની સહાયવાળો હું અનુક્રમે રાજગૃહે પહે. ત્યાં નગર બહાર એક પરિવ્રાજકના આશ્રમમાં રનવતીને સ્થાપન કરીને દૂરથી જ ઉજવલ મહેલેની પંક્તિથી ઓળખાતા, નીલકમલવાળા સરોવરથી અધિષિત, દાનશાલા, પરબડી, મંડપ, મુસાફરેને આરામ આપનાર ધર્મશાળાથી યુક્ત, નવીન બંધાતા દેવકુલ માટે આવેલી પાકી ઈટના ઢગલાઓથી રેકાઈ ગયેલા રાજમાર્ગોવાળા, કૂકડાઓના શબ્દ સાંભળીને તેના આધારે કેને આવાસ હશે? તેમ બહારના લોકોને જોતાં જોતાં મેં નગરની અંદર પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાં એક પ્રદેશમાં અનેક સ્તંભેથી ઉત્પન્ન થયેલ શોભા-સમુદાયવાળું, બિસકમલ, ચંદ્ર, હાસ્ય, કાસપુષ્પ સરખું ઉજજવલ, અત્યંત રમણીય, અપૂર્વ નિર્ગમ-પ્રવેશના દ્વારવાળું એક ધવલગ્રહ નજરે પડ્યું. તેમાં રહેલી સુંદરાંગી સુંદરીઓ દેખી. તે કેવી હતી? વિકસિત તાજા સરસ ચંપક પુષ્પના પત્રના ગર્ભ સરખા ગૌરવર્ણવાળી, સારી રીતે ઓળેલા અને કપાળ પ્રદેશમાં ઉલ્લાસ પામતા મનહર કેશવાળી, અંજન આજેલ ધવલ વિશાળ વિયેગના વિભ્રમયુક્ત નેત્રવાળી, કર્ણભૂષણ મંજરીથી સુવર્ણવર્ણ સરખા ગાલવાળી, પ્રગટ નિતમ્બસ્થળ સુધી લાગેલા કરિની સેરાથી શોભા પામતી. ઉચા પણ વિશાલ સ્તનોના ભારથી નમેલા મધ્યભાગવાળી. આવા પ્રકારની મહર યૌવનથી ઉત્પન્ન થયેલા શૃંગાર-વિલાસવાળી લહમીદેવી જેવી શ્રેષ્ઠ સુંદરીઓને મેં ત્યાં દેખી. મને દેખીને મહાનુરાગભરને જણાવનાર એક ભૂલતા નીચી કરીને, શૃંગાર-વિલાસ પૂર્વક કટાક્ષ ફેકતી તેઓ મને કહેવા લાગી કે-“તમારા સરખા મહાનુભાવોને ભર્તારમાં અનુરાગવાળા જનને છોડીને ચાલ્યા જઈ પરિભ્રમણ કરવું યુક્ત ગણાય કે ?” મેં તેમને પૂછયું કે, તે કયે પુરુષ? કોના પ્રત્યે અનુરાગવાળો? કોણે ત્યાગ કર્યો કે જેથી તમે આમ બોલો છો? તેઓએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy