SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ પન્ન મહાપુરુષોનાં ચરિત આ પ્રમાણે શ્વાદિએ પિતાની પૂર્ણ શક્તિથી ફેલાવેલ નિષ્ફર ભયાનક શબ્દવાળા ભયંકર મહા અરણ્યમાં મારી કર્મ પરિણતિ માફક હું ભ્રમણ કરતું હતું. વળી અરણ્ય કેવું હતું ? મત્ત ઘૂવડના અવાજ, ધમધમતા વાયરા, નાના ધાપદની ચીસે, સળગતા ઘેર અગ્નિ અનેક હાડપિંજરાવાળું, આકાશમાં ઉડતી પક્ષીઓની શ્રેણિઓથી ભયાનકતાવાળું, વગડાના કૂર શબ્દાવાળું, રિંછના ટોળાથી બીહામણું, સિંહે ભેટેલા હાથીઓના કલેવરવાળું, ભ્રમણ કરતા પ્રજતા રેઝવાળું, યુદ્ધ કરતા શિયાળવાળું, મહાવૃક્ષેવાળું આવા પ્રકારનું દેવ-દાનને પણ ભય ઉત્પન્ન કરનાર, બીભત્સ ભીષણ વન જેયું. આ પ્રમાણે ચારે બાજુના ભયથી ક્ષેભા પામેલે, ચાલતાં ચાલતાં આડાંઅવળાં ગમે તેમ પગલાં ભરતે, ભૂખ, તરસ, તાપને ન સહી શકતે, કાદવમાં ખૂકેલે હોઉં તેમ દુઃખે કરી ચરણ-યુગલ ઉપાડતે, દર્ભના તીણ અણીયાલા સાય સરખા કોટા લાગવાથી ઘણુ ધિરની ધારાવાળે મહામુશીબતે અરણ્યમાં ચાલવા લાગ્યા. કડવા કષાય-તૂરા વિરસ સ્વાદવાળા કંદ મૂલ, ફલવિશને આહાર કરતે, અનેક પાંદડાં પડવાથી કષાય સ્વાદવાળા અને મલિન પર્વતનદીનાં ઝરણાનું જળપાન કરેત, વિષમ પર્વતની ગુફા અને કંદરામાં નિવાસ કરતે, ચાલવાના લાંબા પરિશ્રમરૂપ ઈધણાથી સંપૂકાયેલા શેકાગ્નિજવાળાથી જળ ભ્રમણ કરતો હતો ત્યારે ત્રીજા દિવસે મેં એક તાપસને છે. તેને દેખતાં જ તેના તેજને જાણે સહન ન કરતા હોય, તેમ પરિશ્રમાદિક મારા ભયે ચાલ્યા ગયા, ચિત્તમાં શાંતિ પ્રગટી, જીવિતની આશા બંધાણી, તેમના તરફ આગળ ચાલીને મેં વિનયપૂર્વક અભિવાદન કર્યું. વળી પૂછ્યું કે, “હે ભગવંત! તમારું આશ્રમપદ ક્યાં છે?” આ વચન પછી તરત જ તે મને આશ્રમમાં લઈ ગયા. મને કુલપતિનાં દર્શન કરાવ્યાં. ધરણતલ પર આળોટતા કેશવાળા મસ્તકવડે મેં વિનયથી કુલપતિને પ્રણામ કર્યા. કપાળમાં ત્રણ કરચલીની રચના કરી આશ્ચર્ય દેખાડતા, ભૂલતાને ઊંચી કરતા કુલપતિએ પણ મારી તરફ નજર કરી પૂછયું કે- હે વત્સ! તું કઈ તરફથી આવ્યા? આ અરણ્ય અનેક આપત્તિવાળું છે. આ અરણ્યમાં સ્વભાવથી દૂર શ્વાદિગણે ઘણું છે, આડા-અવળા દુઃખે કરી પાર પામી શકાય તેવા વિષમ માર્ગો છે, તારો દેહ તે સુકુમાલ અને ચમકતી કાંતિવાળે છે, તે પરસ્પર-વિરુદ્ધ એવી આ શી હકીક્ત છે? જે હોય તે સ્પષ્ટ કહે ત્યાર પછી મેં અથથી ઇતિ સુધી યથાર્થ સર્વ હકીકત તેમને કહી. તે વચન સાંળળતાં જ “સ્વાગતમ” “સ્વાગતમ” એમ બોલતા કુલપતિએ મને ત્યાં રેકર્યો. મને કહ્યું કે, “તારા પિતા બ્રાને હું નાનો ભાઈ છું. આ આશ્રમપદને તારું પિતાનું જ માનવું. તારી ઈચ્છા પ્રમાણે અહીં તારે રહેવું.” તેના ચિત્તની પ્રસન્નતા જોઈને તેના ચિત્તના આશય પ્રમાણે હું ત્યાં રહેવા લાગ્યા. એટલામાં વર્ષાકાળ આવ્યો. ત્યાં રાખીને કુલપતિએ મને ધનુર્વેદાદિ સમગ્ર કળાઓ અને મહાઅર્થવાળી વિદ્યાઓ ભણાવી–ગુણાવી. કેઈક સમયે શરદકાળ આવ્યો, ત્યારે તાપસ ઋષિઓ ફલ-પુષ્પ-સમિધ લેવા માટે અરણ્યની સીમાએ જતા હતા. મને પણ તેમની સાથે જવાનું કુતુહલ થયું. એક દિવસ તે કુલપતિએ મને જતાં રોક, છતાં તાપસની સાથે અરણ્યમાં ગયે. સુંદર ફલ-ફૂલેથી સમૃદ્ધ બગીચાઓ નેત્રને આકર્ષણ કરતા હોવાથી અવલોકન કરતે હું આમ તેમ વિચારવા લાગે. ત્યારપછી સ્વભાવની ચંચળતાથી યૌવનવયની ક્રીડાઓ રમવી સુલભ હેવાથી, તાપસોએ નિવારણ કરવા છતાં પણ હાથીના પગલે પગલે હું આગળ ચાલ્યા “આ એ જ’ એ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy