SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ દીર્ઘ રાજાનું કાવતરુ ૨૯૭ ત્યાર પછી કૃત્રિમ આદર કરીને દીર્ઘ રાજાએ મેટી વિભૂતિથી તેને નગર–પ્રવેશ કરાવ્યેા. ત્યાર પછી ચાલતાં ચરણમાં પહેરેલાં નુપૂરની ઘુઘરીઓના રણકારના ઉછળેલા શબ્દોથી નૃત્ય કરતી વિલાસિની સ્ત્રીઓ લેાકેાની ગીરદી વડે નિવારણ કરવા છતાં પણ ધીમે ધીમે ચાલતા જાનના લાકે લગ્નના આવાસસ્થાને પહોંચ્યા. યથાયોગ્ય સમગ્ર પાટ્ઠ-પ્રક્ષાલનાદ્વિ ઉપચારવિધિ કર્યાં. ત્યાર પછી મુખ્ય જયાતિષીના વચનથી વિવિધ મંગલ-કૌતુક ઉપચાર કર્યા અને વિધિ -પૂર્ણાંક પાણિગ્રહણ કરાવ્યું. વિવાહ-વિધિ પૂર્ણ થયા પછી સમગ્ર જનસમૂહને વિદ્યાયગિરિ આપીને વહૂ સાથે મને વાસગૃહમાં મોકલ્યું. મે દેવવમાનના આકાર સરખું લાક્ષાગૃહ દેખ્યુ. ત્યાર પછી તે સ્થળે પડખામાં બેઠેલી નવવધૂ સાથે સમગ્ર સેવકવર્ગને વિસર્જન કરીને હું વરધનુ સાથે વિશ્વાસપૂર્ણ મંત્રણા કરતા હતા, તે સમયે કંઈક અધિક અર્ધરાત્રિ પૂર્ણ થઈ, તેવામાં ચિતાનલની જેમ દ્વારમાં રહેલા અલ્પ અગ્નિવડે ચારે ખાજુથી વાસભવન મળવા લાગ્યું. એકદમ હાહારવ ઉન્મ્યા. નગરલાક પાકાર કરવા લાગ્યા, લાક્ષાગૃહ ચારે બાજુથી અગ્નિથી ઘેરાઈ ગયું. પ્રચંડ અગ્નિના જવાળા–સમૂહથી દુપ્રેક્ષ્ય, નગરલેાકો ભયંકર હાહાકાર શબ્દ બેલી રહેલા હતા-એ પ્રમાણે લાક્ષાગૃહ એકદમ ભડકે બળવા લાગ્યું. હવે શું કરવું ?” એવી મૂંઝવણુ પૂર્ણ માનસવાળા કુમારે વરધનુને પૂછ્યું કે, આ શું છે ?” તેટલામાં મહાઅમાત્ય ધનુએ આગળથી કરેલા સ ંકેત પ્રમાણે બખ્તર ધારણ કરેલા વિશ્વાસુ સાળ પુરુષો સુરંગનું દ્વાર તેાડીને ‘કુમાર કચાં છે?’ કુમાર કચાં છે?’ એમ બૂમ પાડતા આવી પહેાંચ્યા. તેમને સાંભળીને અવિશ્વાસથી વરધનુ તેમને પ્રત્યુત્તર આપતા નથી, ત્યારે તે પુરુષોએ તેમને સંકેત આપીને કહ્યું કે, “મહાઅમાત્ય ધનુએ અમને માકલ્યા છે અને એળખ માટે આ અભિજ્ઞાન આપ્યું છે. અગાઉથી આ હકીકત જાણીને સુરંગના પ્રયાગથી અમને મેાકલ્યા હતા. કુમારની મામાની પુત્રીને તે લેખ મેાકલીને ત્યાંથી આવતી અટકાવી હતી. આ વધૂ તા કોઈ બીજી જ લાવેલા હતા, માટે તેના ઉપર અનુરાગ ન કરવેા. હવે એકદમ બહાર નીકળી જાવ, સુરંગના દ્વાર ઉપર એ અશ્વો તૈયાર રાખેલા છે, તેના ઉપર આરાણુ કરી દૂર નીકળી જાવ અને આત્માનું રક્ષણ કરો; જ્યાં સુધી બીજો કોઈ અવસર પ્રાપ્ત ન થાય.” બ્રહ્મદત્ત અને વરધનુનુ પલાયન થવું વિશ્વાસુ પુરુષોનાં આ વચન સાંભળીને વિચાર કર્યાં વગર વધતુ સાધક પરિવ્રાજકે કહેલી વિશિષ્ટ ગુલિકા ગ્રહણ કરીને કુમારને કહ્યું કે, કુમાર ! વિલંબ કરવાના હવે સમય નથી, જલ્દી ચાલા.’ એમ કહીને કુમાર સાથે જાણે ખીજી વખત હાય, તેમ માતાના ઉદર જેવા સુરંગના ઉદરમાંથી બહાર નીકળ્યા. મને સુરંગના દ્વાર-પ્રદેશમાં આવી પહેાંચ્યા. મન અને પવન સરખા વેગવાળા અશ્વોના ઉપર સ્વાર થયા. વરધનુએ યથાસ્થિત વિવાહની બનેલી સ ઘટના અને દીર્ઘરાજાની સ કાર્યવાહી જણાવી. અશ્વોને પ્રેર્યા અને માગ કાપવા લાગ્યા. એમ કરતાં જ્યારે પચાસ ચેાજન ભૂમિ કાપી, ત્યારે લાંબા માર્ગોના થાકથી અવા ચેષ્ટા વગરના થયા અને ભૂમિ પર પડી ગયા. તે પછી જીવિતની વલ્લભતાથી આ જ માત્ર ઉપાય છે.’ એમ વિચારીને પગે ચાલીને આગળ જવા લાગ્યા. કેાષ્ટક નામના ગામે પહેાંચ્યા. આ અવસરે તરશ, તાપ, ક્ષુધાના પરિ ૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy