SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યભિચારીઓને યુક્તિથી પ્રતિબોધ ૨૯૫ નિવારણ કરી શકાય તેવી હોવાથી, કામદેવ બળવાન હોવાથી, મેહ મહીપતિ દુર્ધર હોવાથી, યૌવનના વિલાસ રમણીય હોવાથી, મારા પિતાજી સાથે કરેલી કબુલાતની અવગણના કરી, પિતાની નિંદા થશે તેની દરકાર છેડીને, સારી રીતે કરેલા અનેક ઉપકારને ભૂલીને, પિતાના ચારિત્રને ત્યાગ કરીને, નિર્લજ્જતાનું અવલંબન કરીને, પોતાના કુલ-કમને મલિન કરીને, કુલ-કલંક અને તેની નિંદાનું બહુમાન કરીને, નિર્મલ શીલનું ખંડન કરીને મારી માતા સાથે ગુપ્ત વ્યવહાર બાંધ્યું. ખરેખર સ્નેહની ગતિ જ આવી વિચિત્ર છે કે, ઉત્તમકુળમાં જન્મેલા પણ જો મહિલાને સંગ કરે, તે તેલના ઘડાથી જેમ વસ્ત્ર, તેમ કુલીન પુરુષ પણ મલિન થાય છે. તલ જેટલો અલ્પ સંબંધ કરવામાં આવે, પણ તેલની માફક તે નેહ-સંબંધ વિસ્તાર પામે છે. દુષ્ટપરિણામવાળી મહિલા તેલી(ઘાંચી) કે તેલની શાળા માફક કેને મલિન ન કરે? બીજાથી પ્રેરાયેલી, લેભાધીન, પિતાના અપવાદની અવગણના કરનારી મહિલા તેલીની લેહમેશની જેમ ખલપુરુષને પણ મુખ અર્પણ કરે છે. (શબ્દ-અર્થ-શ્લેષ શ્લોક છે) આ પ્રમાણે પિતાની કુલક્રમાગત મર્યાદાનું ઉલ્લંઘન કરનાર, નિર્લજ્જતા આદિ દુર્ગણવાળી ખલમહિલાઓમાં જ માત્ર નહિં, પણ કુપુરુષમાં પણ અગ્રેસર આ પ્રમાણે વૃદ્ધિ પામતા નેહવાળા, વિસ્તાર પામતા વિષય-સુખરસવાળા દીર્ઘરાજા અને મારી માતાના દિવસો વહી રહેલા હતા. એવામાં મારા પિતાની સમાન વયવાળા અને સાથે જ મોટા થયેલા પિતાના બીજા હૃદય સરખા “ધનું નામના મંત્રીએ યથાર્થ હકીક્ત જાણીને વિચાર્યું કે-“અકાર્ય આચરનાર મહિલાઓ અવિવેકની બહલતાવાળી હોય છે, મહ-પરવશતાથી કદાચ તે અગ્ય આચરણ કરે, પરંત પિતાજી પાસે કબૂલાત કરેલી હોવા છતાં આ દીર્ઘ રાજાએ અપયશને કૂચડો મુખ ઉપર ફેરવ્યો અને ન કરવા ગ્ય આચરણ કર્યું, તે આશ્ચર્ય છે. અથવા આ કલિકાલમાં આવા વિલાસેનું નિવારણ અતિમુશ્કેલ છે. જે આવા પ્રકારનું અકાય આચરે, તેને બીજું અકાર્ય શું નથી હોતું? એમ વિચારી ધનું મંત્રીએ “વરધનુ' નામને પોતાને પુત્ર, કે જે મારા પ્રત્યે અત્યંત સ્નેહાનુરાગવાળે હતું, તેને એકાંતમાં બેસાડીને આ પ્રમાણે કહ્યું કે હે પુત્ર! આ રાજકુમાર હજુ બાલસ્વભાવવાળો છે, તેથી સ્વભાવથી કુટિલ સ્ત્રીના વિલાસે ન જાણી શકે, તે આવા બાનાથી તેને પ્રતિબંધો જોઈએ. તે કેલડી સાથે કાગડાને ગ્રહણ કરીને તું કુમાર પાસે જા, કુમારને કહે કે, “આ વિજાતીયથી ઉત્પન્ન થયેલ દુરાચાર છે. દુરાચારી આ કાગડો કોયલડી સાથે લાગુ પડેલો છે, માટે તે ગુનેગાર છે, તેને શિક્ષા થવી જોઈએ. સ્વામીએ વર્ણસંકરની ઉપેક્ષા ન કરવી જોઈએ.” એમ કહીને વરધનુને મે . તે ત્યાં ગયે અને આજ્ઞા પ્રમાણે કુમારને જણાવ્યું. ત્યાર પછી કુમાર પણ કુતૂહલથી પિતાના હાથે મજબૂતપણે કેવલને બાંધીને, પાંખે પકડીને, કેવેલપર કાગડાને અધિષ્ઠિત કરી વર્ણસંકરપણને અનિષ્ટ દેખાવ કરતે, બાલસ્વભાવ હોવાથી આનંદ માટે ક્રીડા કરતે હોય, રાજપુત્રપણું હેવાથી ચપળતાથી અંતઃપુરની અંદર જવા પ્રવર્તે. ત્યાં જઈને બોલવા લાગ્યું કે, “આવી રીતે બીજે પણ કોઈ વિજાતીયની સાથે આવી બેટી પ્રવૃત્તિ કરશે, તે પણ આવી અવસ્થા પામશે. માટે જે કેઈએ પહેલાં ન સાંભળ્યું હોય, તે સાંભળી લેશે.” તે સાંભળીને દીર્ઘરાજાએ કહ્યું કે, “હે દેવી હું કાગડો અને તું કેયલ છે! એમ કુમાર અન્યક્તિથી કહે છે. માતાએ તેને આશ્વાસન પૂર્વક કહ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy