SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત ગંભીર મેઘ–પંક્તિના શબ્દ વડે જાણે ડરાવતા ન હોય? પ્રગટ થએલ નવલતારૂપી અંગુલીથી જાણે તર્જના-તિરસ્કાર કરે તે ન હોય, પ્રચંડ વાયુના આઘાતથી જાણે ફેંકતે ન હોય? કેયલના ટહુકારથી જાણે કેણ કેણુ છે?” એમ બેલાવતા ન હોય? બીજુ–મેઘ–પંકિતના ગંભીર શબ્દ વડે જાણે બિવડાવતે ન હોય ? પ્રગટ થએલ નવલતારૂપ અંગુલીથી જાણે તજના–તિરસ્કાર કરતે ન હોય? પ્રચંડ વાયુના આઘાતથી જાણે ફેંકો ન હોય? જેટલામાં ચારે બાજુ ભયંકર મેઘની ઘટાઓને ગરવ સંભળાતો હતો, તેટલામાં પ્રગટ થતી ચંચળ વીજળીથી જાણે વારંવાર તાડન કરાતો હોય તેમ શબ્દ કરતા ત્યાં શબ્દથી ગુફાઓમાં પડઘા પડે દેડે છે એવા વષકાળના જળપ્રવાહના પૂરથી અટકાવાય છે. મરનાં કુલે કરેલ એક સામટા ટહૂકારના કોલાહલના કારણે સંમેહ થતાં જ્યાં તે તરફ દોડે છે, તેવામાં અતિવેગવાળા વરસાદની ઘેર ધારાઓ પડવાથી પડે છે. જેટલામાં કોઈ પ્રકારે કુટજવૃક્ષનાં પુષ્પ ઉપર થોડે સમય દષ્ટિ નાખતા હતા, તેટલામાં તે મચ્છીની જેમ હોય તેમ તે જ ક્ષણે ભ્રમરકુલની શ્રેણી વડે દષ્ટિને અટકાવાય છે. નથી પ્રાપ્ત કરેલ બુદ્ધિને ફેલાવે જેણે એવી ચંચળ દષ્ટિ જ્યાં જ્યાં પડતી હતી, ત્યાં ત્યાંથી અધિક અધિક દુઃખને ફેલા આપતી દષ્ટિ પાછી ફરતી હતી. એ પ્રમાણે ક્યાંય વિસામ લીધા વગર “હવે ક્યાં જાઉં? કોને જોઉં ? હવે મને તેનું શરણ? મારું રક્ષણ કેણ કરશે?” એમ વિચારતે મેટા હાથીઓએ સૂંઢ વડે જળાદ્ધ કરેલી ગુફાઓમાં, મન્મત્ત સિંહેથી ભયંકર કંદરાઓમાં, વાઘના ઘુરકવાના શબ્દવાળા ગાઢ ઝાડી પ્રદેશમાં, ચિત્તા, રીંછ, વાંદરા વગેરેએ મલિન બનાવેલ પર્વત-ગુફાઓમાં અને રીંછે વડે ન જોઈ શકાય તેવા ગાઢ ઝાડીવાળા પ્રદેશમાં ભ્રમણ કરતા બલદેવને દેવપણે ઉત્પન્ન થયેલા સિદ્ધાર્થ સારથિએ અવધિજ્ઞાનથી જોયા. તેણે વિચાર્યું કે, “અહો કર્મ-પરિણતિનું કઈ નિવારણ કરી શકતું નથી. અહો ! મળેલી ત્રાદ્ધિ-સમૃદ્ધિ પણ અસ્થિર છે. કે જે આ બલદેવ અને કૃષ્ણની આટલી ઋદ્ધિ-સમૃદ્ધિ, બલ–પરાક્રમ હોવા છતાં આવી અવસ્થા ! તે હવે એને પ્રતિબોધ કરું.” એમ ચિંતવને અતિશય આકાશતલ કરતાં અધિક ઊંચા પર્વત ઉપરથી નીચે ઉતરતાં ઉતરતાં જ્યારે સીધે સરળ સરખે ભૂમિમાર્ગ આવે, ત્યાં મોટે રથ ભાંગી ગયે, એટલે તેને સાંધીને જોડતા એવા પુરુષને છે. તેમ કરતાં તે પુરુષને જોઈને બલદેવે કહ્યું -“અરે આશ્ચર્ય ! અતિશય દુર્ગમ પર્વતના માર્ગથી નીચે ઉતરતાં કંઈ વાંધો ન આવ્યો અને સરખી ભૂમિમાં રથના સે ટુકડા થઈ ગયા ! હવે તેને જોડવા પ્રયત્ન કરે છે ! ધન્ય છે તારા અજ્ઞાનને ! દેવે કહ્યું, “આ તું સમજે છે. તે પછી અનેક રણાંગણમાં પરાક્રમ કરી જ્ય મેળવનાર તે તારે ભાઈ એક બાણના પ્રહારથી મૃત્યુ કેમ પામે? જે તે જીવતે થશે, તે મારે રથ સંધાઈને જોડાઈ જશે. તેના વચનની અવગણના કરી બલદેવ બીજે ગયા. ફરી તે દેવે એક પ્રદેશમાં પ્રગટ શિલાતલમાં કમલ રેપ અને તેને જળ સિંચતે મનુષ્ય દેખાડ્યો. તેને દેખીને બલરામે કહ્યું, અરે તારી બુદ્ધિ! કઈ દિવસ શિલાતલમાં રોપેલું કમળ ઉગે ખરૂં? કદાચ દેવગે ઉગે ખરું, પણ જીવતું કેવી રીતે રહે? તે સાંભળી ફરી દેવે કહ્યું કે, જે તારે આ ભાઈ જીવતે થશે, તે આ કમળ પણ જીવશે. એમ સાંભળતાં તે બીજા સ્થાને ગયા. ફરી બીજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy