SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત્સરી દાન, માંસાહાર-નિષેધક પ્રવચન ૨૫૫ હવે દાન શ્રેડર્ણ કરનાર મેળવી શકાતા નથી. જ્યારે અપાતું દાન ગ્રહણ કરનાર કેઈ પ્રાપ્ત થતું નથી, ત્યારે રસ્તાના મુખમાં અને ચૌટા તથા ચોકમાં ધનસમૂહના ઢગલા કરાતા હતા. એટલું જ નહિ પણ રાજપુરુષે પાસે ઉદ્યોષણ કરાવાય છે કે જે કેઈને જે પ્રકારનું દાન જોઈતું હોય તે ત્રણ રસ્ત, ચાર રસ્તે કે મેટા રાજમાથી મેળવી શકશે–એ પ્રમાણે વારં. વાર ઉદ્ઘેષણ કરાવી. એમ મોટા હાથી, રથ, અશ્વ, મણિ, રત્ન, સુવર્ણ વગેરેનું દાન પ્રભુએ દરરોજ આપ્યું. એમ કરતાં એક વર્ષ પૂર્ણ થયું. તેટલામાં વિવાહને મહત્સવ દિવસ આવી પહોંચ્યા. વિવાહ માટે પ્રયાણ કરવાની સર્વ સામગ્રી તૈયાર કરી. ભગવંત પણ બહું પરણીશ” એ પ્રમાણે પરિવારને આનંદ થાય તેમ સુંદર વચન કહીને સારથિએ આગળ લાવેલ લહેરાતા દવજપટથી મનહર દેખાતા, મધુર શબ્દ કરતી ઘંટડીઓવાળા, મન અને પવન સરખા વેગવાળા ચપળ અવયુગલથી જોડાએલ, બંને બાજુ રહેલા ઊંચા દંડવાળ છત્રસહિત, બાજુમાં બેઠેલ વિલાસિની સ્ત્રીઓના હસ્તમાં રહેલ વિઝાતા ચપળ ચામરવાળા રથમાં આરુઢ થયા. સારથિએ પ્રવર્તાવેલ, બંદીજને વડે જયજયકાર શબ્દ કરવાથી મુખર રથ આગળ ચાલવા લાગે. કેવી રીતે?—જગદ્ગુરુના મનની જેમ અતિવેગવાળા પવનને તિરસ્કાર કરવામાં ચતુર અશ્વોથી ખેંચાતે જ્યાં જવાની ઈચ્છા થાય, તે જ ઈષ્ટ સ્થળમાં ઊભું રહેવાવાળો રથ એકદમ આગળ ચાલવા લાગ્યું. એમ કરતાં તે સ્થળમાં પહોંચ્યું કે, જ્યાં પકડી લાવીને પૂરેલા સસલા, મૃગ, સાબર વગેરે રાખેલા હતા. જાતિસ્મરણની મતિવાળા તે પશુઓએ ભગવંતના આગમનસમયે જ ચીસે પાડી. તેમના શબ્દો સાંભળીને સારથિને પૂછ્યું કે, “મેઘગર્જના સરખા લાંબા અવાજવાળા આ શબ્દ કેના સંભળાય છે, ત્યારે સારથિએ પ્રત્યુત્તર આપ્યું કે, “ આપના વિવાહ-નિમિત્તે મહત્સવના અંતે આ પશુઓનાં માંસનું ભેજન પિરસીને આનંદ દિવસ મનાવશે. આ કારણે પશુગણને પકડીને પૂર્યા છે. એ સાંભળી ભગવંતે કહ્યું કે, “ અહો લેકેનું અજ્ઞાન ! અહે અંધત્વ! જેમ વેદના કરનાર ફલ્લાને “શીતળા અને કડવા ઝેરને “મધુર વિદ્વાન પુરુષે કહે છે, તેમ પાપદિવસને પણ આનંદદિવસ મનાવે છે! આવા હિંસામય દિવસને પણ જે આનંદને દિવસ મનાવે, તે પછી પાપદિવસ કેવું હશે? વળી જે પ્રાણીઓને વધ કરીને વિવાહધર્મ કરાય, તે પાપનાં કારણ કયાં સમજવાં ? પારકાના માંસથી પોતાના દેહનું પિષણ કરવું, તે તે અત્યંત નિંદનીય ગણાય. કેવી રીતે? પારકાના માંસનું ભક્ષણ કરવા દ્વારા જે પિતાના દેહને પિષે છે, તે તે ખરેખર કાલકૂટવિષ ખાઈને જીવવાની અભિલાષા કરે છે. જે મૂઢ પુરુષ બીજાના પ્રાણ હરણ કરીને પોતાના દેહને પિષવાની ચેષ્ટા કરે છે, તે રેતીનાં દોરડાં દઢપણે વણવાની પોતાની બુદ્ધિ કરે છે. હસ્તતલમાં ધારણ કરેલ મજબૂત દાંતથી કાપેલ માંસની અભિલાષા કરનાર વાન અને મનુષ્યમાં કયા ફરક છે ? તે છે સારથિ ! કહે. હાથ, પગ, નેત્ર, વદન વગેરે અવયવોથી મનુષ્ય ઓળખી શકાય, પરંતુ તેવા મનુષ્ય જે માંસભક્ષણ કરે, તે તેનામાં અને રાક્ષસમાં કશે તફાવત નથી. માંસ ખાનાર મનુષ્ય ખરેખર ધર્મ અને દયા, કરુણા, પવિત્રતા, લજજા દૂરથી જ છેડી દીધી છે. આવા પ્રકારનું અશુચિથી ઉત્પન્ન થનાર, અશુચિસ્વરૂપ દેખાતું માંસ હાથથી પણ સ્પર્શ કરવા લાયક નથી, તે પછી તેનું ભક્ષણ તે કેવી રીતે કરી શકાય? બીજું નવીન તીક્ષણધારવાળી તરવારના પ્રહારથી ચીરેલા મન્મત્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy