SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ વસન્ત-મહાત્સવ, જલ-ઢૌડા ૨૫૩ બાજુમાં બેસાડી વાસુદેવ પણ નીકળ્યા. ગાયન કરનાર મંડલીને જોતા જોતા જાય છે, તે કેવી હતી ? અને કેવા પ્રકારનાં ગીત સંભળાતાં હતાં ? ( " ભ્રમરસમૂહરૂપ ચંચળ પાંપણયુકત, પુષ્પ-દળાને વિકસાવનાર, ભુવનતલને ભૂષિત કરનાર વસંતમાસ વૃધ્ધિ પામી રહેલા છે. આમ્રવૃક્ષનાં નવાં ફુટેલાં કુંપળા અને ઉત્તમ પાત્રોમાં કાયલાએ એવા શબ્દ કયાં કે, પ્રિયને છેડીને અત્યારે કોણ જાય છે? ’ જે પતિના વિયાગમાં મૃત્યુ પામે છે, તા કડ઼ા કે તે પાપ કેાનાં છે?--એમ ચિંતવતી કોયલ કહે છે કે, ‘તારાં તારાં' આ પ્રકારે વૃદ્ધિ પામતી સંગીતમંડળીઓને સાંભળતા સુંદરચરિત્રવાળા જનાદ્ન વિચરતા હતા. આ પ્રમાણે એક બાજુ મૃદંગ વગાડાતાં હાવાથી તેના પ્રચંડ શબ્દવાળું, ખીજી માનુ મોટી આલરાના ઝણકારવાળુ, લયયુક્ત નૃત્ય કરતી સુંદરીએથી યુક્ત, ગવાતા કર્ણપ્રિય મધુર સંગીતવાળુ, રાસમંડળ જોઈ ને યાદવનરેન્દ્રાએ સ્નાનક્રીડાના પ્રારંભ કર્યાં. તે સ્નાન કેવું હતું ? જેમાં ઉદ્ભટ કટાક્ષ, વિલાસ અને શૃંગાર કરતી વિલાસિની સ્ત્રીએ સુવણૅ ની પિચકારીએ ભરતી હતી, જેમાં પિચકારીઓના મુખાગ્રમાંથી નીકળતી કેંસરના વર્ણ સરખી અરુણુવણુંવાળી જળછટા હતી. જેમાં જળ-છટા છાંટનારી વિલાસિની સ્ત્રીએ છે, જેમાં વિલાસિનીઓ વડે સિત્કાર છૂટે છે, સિત્કાર સાંભળવાથી યુવાનાને જેમાં કુતૂહળ ઉત્પન્ન થાય છે, કુતૂહ ળથી નરેન્દ્રલેાક જેમાં આકર્ષાએલા છે, એવી મજ્જન-ક્રીડા, તેમજ હાથમાં ધારણ કરેલી પિચકારીઓથી દૂર સુધી ઉડાડેલા જળ-પ્રહારથી વ્યાકુળ તરુણીઓના ન સમજી શકાય તેવા અવ્યકત આલાપ અને વચના શોભતાં હતાં. પ્રિયતમના જલપ્રહારથી જેમાં આસકિત ઉત્પન્ન થયેલી છે, અને ઉત્પન્ન થયેલ વિભ્રમ અને વિલાસવાળી એવી કેાઇ નવા કુંપળપત્ર સરખા હસ્તતલને વચમાં રાખી અંગુલિના આંતરામાંથી નજર કરતી શૈાભા પામતી હતી. કોઈક નાયિકાનું જળથી ભીંજાએલ લાલ ખારીક નિર્મળ વસ્ત્રથી ઢાંકેલુ સ્થૂલ સ્તનમંડલ સિન્દૂરથી રંગેલા ઉત્તમ હાથીના ગંડસ્થલની શાભાને ધારણ કરતુ હતું. કોઇક વિલાસિનીનુ પિચકારીમાંથી તરતના નીકળેલા જળથી આર્દ્ર થયેલ મુખ જળબિન્દુઓના પ્રહારથી વિરલપત્રવાળા કમળની જેમ શાલતુ હતુ. કાઇક સ્ત્રીના કેશપાશ અલ્પવિકસિત માલતી-પુષ્પાની કળીએથી દંતરિત દેખાતો, તે જાણે પ્રિયતમની ક્રીડાના વિલાસાનું હાસ્ય કરતા હોય તેમ જણાતા હતા. કોઈક સ્ત્રીના વિશાળ નિતંબ-ખિંખથી ઘેાડી ઢીલી પડેલ અને સરકી ગએલ કટીમેખલા જાણે જળમાં ડૂબતા યૌવનરૂપ હાથીને રાકતી સાંકળ હોય તેમ શોભતી હતી. આ પ્રમાણે કરેલી ક્રીડાથી થાકી ગએલા અને વૃધ્ધિ પામેલા કામદેવના વિલાસવાળા યાદવરાજાઓની જળક્રીડા પૂર્ણ થઈ. આ પ્રમાણે વિવિધ જળક્રીડાના વિનાદ કરવા પૂર્ણાંક યાદવો જળાશયમાંથી બહાર આવ્યા. ત્યાર પછી વાસુદેવે અરિષ્ટનેમિને વિવાહ-સન્મુખ કરવા માટે રુકિમણી, સત્યભામા, જા'ખવતી સહિત આઠ મુખ્ય રાણીઓને મોકલી. હાસ્ય કરતા ભગવતે તેમને ખેલાવી. ત્યાર પછી ભૂલતાના વિલાસ અને આંખના કટાક્ષ કરવા પૂર્વક જાંબવતીએ કહેવાનું શરુ કર્યું. • કે “ અરે ! વાંઢાએ બનાવટી વિનય કરે, તેની જેમ નિષ્ફળ યૌવન વહન કરવાથી કયા ફાયદો ? કારણ કે, જેમ વિકસિત કમલાકરનું ફળ હાય તે સુગંધ, સંપૂર્ણ ખીલેલા ચંદ્રનું ફળ શીતળતા; તેમ યૌવનનું ફળ હાય તો વિષયાના ભોગવટા. તે સિવાય જુગારીના ભૂષણુ માફક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy