SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ગષભ સ્વામી અને ૨ ભરત ચક્રવર્તીનું ચરિત્ર અપરવિદેહમાં અપરાજિતા નામની નગરી હતી. અમરાવતી નગરીની જેમ પંડિત પુરુષના મનને અત્યંત આનંદ આપનારી અને નિંદા વગરની હતી. બીજા પક્ષે વિબુધ એટલે દેવતા એના મનને આનંદ આપનારી પરંતુ ઈન્દ્ર વગરની, ચંદ્ર માફક કળાઓવાળી અને ગુન્હા ન કરનારી, ચંદ્રપક્ષે પણ કળાવાળે અને રાત્રિ વગર ઉત્પન્ન થનારો, દ્વારામતી નગરીની જેમ ઉત્તમ નગરજને અને ધનથી સમૃદ્ધિવાળી હેવા છતાં મીઠા જળવાળી, લંકાપુરી માફક કંચનમય પરંતુ બિભીષણ વગરની, બીજા પક્ષે નિર્ભયતાવાળી, જ્યાં પુરુષે કામદેવ સરખા રૂપવાળા અને સ્ત્રીઓ રતિ જેવી હતી. પંડિત બૃહસ્પતિ સરખા, કુટુંબીઓ સ્વાભાવિક સુંદર રૂપવાળા દૃશ્ય, યથાર્થ બોલનાર, કુલીનતા યુક્ત હતા. પરિવાર શિક્ષા ન આપવા છતાં ચતુર હતા. લેકે વગર કલેશે ધન અને સમૃદ્ધિ ઉપાર્જન કરનાર હતા. જે નગરીના લેકેના નિવાસરથાની મણિજડિત ભિત્તિમાં ચિત્રો આલેખાયેલાં હતાં. યુવતીઓ સ્વભાવથી જ સુંદર અને ચિત્રકર્મની તુલના કરતી હોય તેવી હતી. યુવતી-સમૂહને ઉત્તેજિત કરનાર વસંતેત્સવ પ્રવર્તતે હતે. વસંતેત્સવની સ્વાભાવિક શૃંગાર-ચેષ્ટાઓએ કામદેવને ઉત્તેજિત કર્યો હતે. કામદેવથી ઉત્તેજિત થએલા નગરલકે હતા. સુંદર વારાંગનાઓની ભીડ થવાથી તેઓના હારનાં તૂટી ગયેલાં રત્નને સમૂહ ઉછળી રહેલ હતે. મણિરત્નના સમુદાયની પ્રભાથી વિવિધ રંગો વડે આકાશમાર્ગ શોભતે હતે. આકાશમાર્ગમાં ધૂપના ધૂમાડા ઉછળતા હતા, ત્યારે હંસને વાદળાને ભ્રમ થતા હતા. હંસકુલના મધુર શબ્દોથી વ્યાપ્ત નંદનવન સરખું ભવન-૭ બન્યું હતું. ભવન-ઉદ્યાનમાં ફેલાયેલ સુગંધી પરિમલથી આકર્ષાયેલાં મોટાં ભ્રમર-કુલે હતાં. ભ્રમરકુલેથી મુખર થયેલી કમલોની શ્રેણિવાળી વાવડીઓમાં ઝંકાર ગુંજારવ બંધાઈ ગયે હતે. ઝંકારના શબ્દથી રોકાયેલા દિશા-માર્ગો પરની અભિલાષાવાળા અતિસ્નેહી મુસાફરોની મુસાફરી જેમાં રોકાઈ ગઈ હતી. માર્ગ પર ચાલતી રમણીઓના મેટા નિતંબ વડે મેટો માર્ગ સાંકડો બની ગયું હતું. એવી તે નગરીમાં જે જે મનહર મહેલાતે દેખાય છે, તે તે હાથી, ઘોડા, વાજિત્રો, તરણ આદિ વાળા દેશોની સમાનતાવાળા છે. સ્વર્ગની સરખામણી કરતી એવી આ નગરીમાં માત્ર એક જ દેષ છે કે ત્યાં વાસ કરનાર નગરલકો સ્વર્ગે જ જવાના કારણભૂત ધર્મનું સેવન કરતા નથી. તે નગરી કેવી હતી? ઈન્દ્રવડે અમરાવતી સરખી, કુબેર વડે અલકાપુરી જેવી, બેચરેન્દ્ર વડે રથનુપૂર ચક્રવાલપુર સરખી, બિભીષણ વડે લંકાનગરી જેવી હતી. ત્યાં આગળ ઈશાનચંદ્ર નામને રાજા હતો, તે આ નગરીનું લાલન-પાલન અને વિભૂષિત કરતું હતું. તે રાજાના ચરણ અને હથેલી યુગલ કાચબાની જેમ ઉન્નત. જંઘા અને બાહ જેડી ગોળ અને દેખાવડી, પેટની ત્રણ કરચલીઓ અને વાંસાને ભાગે સ્પષ્ટ વિભાગવાળ, નાભિ અને ચિત્ત ગંભીર, વક્ષસ્થલ અને નેત્રયુગલ વિસ્તીર્ણ, કંઠપ્રદેશ અને લલાટ ત્રણ રેખાવાળા, ગાલ અને હઠ પુષ્ટ હતા. જાણે સૌભાગ્યનો સિદ્ધગ, કામદેવને પવિત્ર જન્મદિવસ, બ્રહ્માને સ્વર્ગ મેળવવા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy