SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૬) શ્રીનમિસ્વામી તીર્થકરનું ચરિત્ર શ્રી મુનિસુવ્રત સ્વામી પછી છ લાખ વર્ષો ગયા પછી પંદર ધનુષ-પ્રમાણ કાયા અને દશ હજાર વર્ષના આયુષ્યવાળા “નમિ' તીર્થંકર ઉત્પન્ન થયા. તેનું ચરિત્ર કહીએ છીએ-પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલા સુકૃત-મહાફલ સમૂહથી ભાવિત અવયવવાળા તેઓ કલ્પવૃક્ષ સરખા થાય છે, જેએની છાયા પણ સુખ આપનાર થાય છે. જંબૂઢીપ નામના દ્વિપમાં, ભરતક્ષેત્રમાં “મિથિલા’ નામની નગરી હતી. તે નગરીમાં ધનવાન લોકે ઘણુ હતા, તેમ જ ત્યાં ત્રણ માર્ગો, ચારમાર્ગો, ચૌટા અને ચોકની સુંદર ગોઠવણી કરેલી હતી. વળી તે નગરી પુરુષોના આવાસભૂત હતી. તે નગરીમાં સમગ્ર સંગ્રામમાં વિજય મેળવનાર વિજય” નામને રાજા રહેતા હતા. સમગ્ર અંતઃપુરમાં પ્રધાન એવી “વપ્રા” નામની મહાદેવી હતી. તેની સાથે વિષયસુખ અનુભવતાં કેટલેક કાળ પસાર થયો. કઈક સમયે આસો મહિનાની પૂર્ણિમાના દિવસે અપરાજિત વિમાનથી ચ્યવને ચૌદ મહાસ્વમ-સૂચિત દેવ વપ્રાના ગર્ભમાં ઉત્પન્ન થયે. ગર્ભમાં વૃદ્ધિ પામ્યા. ત્યાર પછી શ્રાવણ કૃષ્ણએકાદશીના દિવસે પ્રભુ જમ્યા. “ભગવંત ગર્ભમાં હતા, ત્યારે સમગ્ર શત્રુઓ નમ્યા” તે કારણે ભગવંતનું “નમિ’ એવું નામ પાડ્યું. ક્રમે કરી વૃદ્ધિ પામ્યા. પછી સંસાર-સ્વભાવ જાણીને આષાઢ કૃષ્ણનવમીના દિવસે લેકાંતિક દેથી પ્રતિબંધ પામેલા પ્રભુએ સાંવત્સરિક મહાદાન આપીને દીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી આષાઢ કૃષ્ણનવમીએ જ મિથિલામાં બકુલવૃક્ષની નીચે ક્ષપકશ્રેણિથી મેહનીયાદિ કર્મો ખપાવીને કેવલજ્ઞાન પ્રગટાવ્યું. દેવેએ સમવસરણની રચના કરી. ધર્મદેશના આપી, સંશયે છેદ્યા. પ્રાણીઓ પ્રતિબેધ પામ્યા, કેટલાકે સમ્યક્ત્વ, વળી બીજાઓ દેશવિરતિ, તેમજ કેટલાક સર્વવિરતિ પામ્યા. આ પ્રમાણે મહીમંડલમાં વિચરીને ભવ્ય-કમલવનને પ્રતિબંધ કરીને વૈશાખ કૃષ્ણદશમીના દિવસે “સમેત” પર્વતના શિખર ઉપર નમિ તીર્થકર ભગવંત મોક્ષે ગયા, આ પ્રમાણે મહાપુરુષ-ચરિત વિષે શ્રીનમિતીર્થકરનું ચરિત્ર પૂર્ણ થયું. [૪૬] પ. પૂ. આગધારક આચાર્ય શ્રીઆનંદસાગર સૂરીશ્વરજીના શિષ્ય આ. શ્રી હેમસાગર સૂરિએ શ્રી પન્ન મહાપુરુષ-ચરિત (પ્રાકૃત)માં ૪૬મા મહાપુરુષ નમિતીર્થકર-ચરિત્રને ગૂજરાનુવાદ પૂર્ણ કર્યો (મુંબઈ, સાયન, સં. ૨૦૨૩ ચૈત્રણ અષ્ટમી, સોમવાર તા. ૧-૫-૬૭) (૪૭) હરિફેણ ચક્રવર્તીનું ચરિત્ર શ્રીનમિતીર્થ કરના ચરિત્ર પછી દશહજાર વર્ષના આયુષ્ય-પ્રમાણવાળા, પંદર ધનુષપ્રમાણ દેહવાળા હરિષણ ચક્રવતીનું ચરિત્ર કહેવાય છે જંબુદ્વિપ નામના આ જ દ્વીપ વિષે, ભરતક્ષેત્રમાં “રાજગૃહ' નામનું નગર હતું. ત્યાં હરિષણ નામના રાજા હતા વિષયસુખ અનુભવતાં તેમની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy