SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિસુવ્રત સ્વામી તીથંકરનું' ચરિત્ર ૨૩૧ પદ્મિનીખેટક’ નામનું નગર છે. ત્યાં ‘જિનધર્મ' નામના શેઠ રહે છે. તેને સનગરમાં પ્રધાન અપરિમિત વૈભવપણાથી કુબેરને જિતનાર, પાપકારી, દીન-અનાથ પ્રત્યે વત્સલતા વાળા ‘સાગરદત્ત’ નામના મિત્ર હતા. તે દરરોજ જિનધમ શ્રાવક સાથે જિનાલયે જતા હતા. સાધુઓની પ પાસના કરતા હતા અને ધર્મ શ્રવણ કરતા હતા કેાઈક સમયે આચાર્યની પાસે ગાથા સાંભળી કે—“જિતેલા રાગ-દ્વેષ-મેાહવાળા જિનેશ્વરાની પ્રતિમા જે કરાવે છે, તે બીજા ભવમાં ભવનાશ કરનાર ધર્મરત્ન પ્રાપ્ત કરે છે.” ત્યાર પછી તે વચન તેના શ્રવણ-વિવરમાં પ્રવેશ પામ્યું, હૃદયમાં પ્રતિષ્ઠા પામ્યું પરમા બુધ્ધિથી સ્વીકાર્યું”, ત્યાર પછી તેણે સુવર્ણમય જિનપ્રતિમા ભરાવી. માટા ઠાઠમાઠથી પ્રતિષ્ઠાવિધિ-મહોત્સવ કરાવ્યા. o આ સાગરદત્તમિત્રે પહેલાં નગર બહાર રુદ્રનું આયતન કરાવ્યું હતું. ત્યાં પવિત્રકારપણ'.-દિવસે લિંગ પૂરવા માટે પહેલાં એકઠા કરેલા ઘીના ઘડાએ મઠમાંથી સન્યાસીઓ લઈ જતા હતા. ત્યારે તે ઘડાના તલ ભાગમાં ઘીમેલ-ઉધેઈ જતુઓના થર ઉપર થર ચાંટેલા હતા. તે સન્યાસીઓ ઘડા લઈ જતા હતા, ત્યારે ઘીમેલા અને ઉધઇ આ ભૂમિ પર પડતી હતી, ત્યારે ચાળતાં ચાલતાં તેને મન કરી ઉપદ્રવ કરી મારી નાખતા હતા. ત્યારે સાગરદત્ત કરુણાથી વસ્ત્રના છેડાથી ગ્રહણ કરી એકાંત સુરક્ષિત સ્થાનમાં મૂકતા હતા. ત્યાંરે એક જટાધારીએ તે ઉદ્દેહિકાના ઢગલાને પગેથી મારી નાખીને કહ્યું કે, શ્વેતપટ જૈનસાધુની માફક હવે જીવદયા કરનાર થયા. તે વણિક વિલખા થઇ આચાર્યના મુખ તરફ અવલેાકન કરવા લાગ્યા. તેણે પશુ તેના વચનને ટેકો આપ્યા. ત્યારે તેણે વિચાર કર્યા કે ‘આ લેાકોના હૃદયમાં જીવદયાના પરિણામ નથી. તેમજ શુભ અધ્યવસાય નથી, વળી ધર્માનુષ્ઠાન પણ સુંદર નથી. ’ પછી દાક્ષિણ્યતા-આડુવશ બની કાર્ય કરનારા, સમ્યક્ત્વરત્ન નહિ પામેલા, મહારભવાળા, સ્વભાવથી દાનરુચિવાળા, છતાં ઉપાર્જન કરેલ વૈભવનું રક્ષણ કરવામાં પરાયણ, ઘર, પુત્ર, પત્ની, ભાંડરડા ઉપર મમતાવાળા તે આ પ્રમાણે, ત્યાર · સાથે કયારે પ્રયાણ કરવાના છે? કયાં કયાં કરીયાણાં આવ્યાં છે ? કથાં કેટલી ભૂમિ છે? કઈ કઈ વસ્તુઓ લેવા-વેચવાના કાળ છે ? કાણુ કયારે પરદેશ જનાર છે? આવા પ્રકારના પરિણામવાળા મૃત્યુ પામીને ઘેાડાપણે ઉત્પન્ન થયા છે. અહિં મારુ વચન સાંભળીને પૂર્વ ભરાવેલ જિનપ્રતિમાના પ્રભાવે સમ્યરત્ન મેળવ્યુ છે. કમ`ની ગાંઠ બેટ્ટાઈ ગઈ, તેના આત્મા યથાત્તર સુખના અધિકારી થયા. તેને જ પ્રતિધ કરવા માટે હું અહીં સુધી આવેલા છું.” રાજાએ કહ્યું કે, ‘ આ કૃતાર્થ થયા, મેળવવા ચાગ્ય એણે મેળવી લીધું. અત્યારે સમગ્ર લાકોને પ્રશંસવા યાગ્ય બન્યા. ત્યાર પછી તે અન્ધ ઘણા નગરલકો વડે પ્રશંસા કરતા, હજારો નયનાથી જોવાતા હતા. તે અશ્વને ખમાવીને રાજાએ તેને ઇચ્છા પ્રમાણે ફરવા માટે છૂટા કર્યાં. ભગવંત પણ પૃથ્વીતલમાં વિહાર કરીને ત્રીશ હજાર વર્ષોંમાં કંઈક આયુષ્ય આકી રહેલુ જાણીને ‘ સમ્મેતગિરિ ’ના શિખર ઉપર જઈને શૈલેશી-વિધાનથી બાકી રહેલાં ભવેાપગ્રાહી ચાર કં ખપાવીને ફાલ્ગુન કૃષ્ણેન્દ્વાદશીના દિવસે સિદ્ધિપદ પામ્યા. : શ્રીમહાપુષરિત વિષે શ્રીમુનિસુવ્રત સ્વામી તીર્થંકરનું ચરિત્ર પૂર્ણ થયું. [૪૨] * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy