SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પુંડરીક વાસુદેવ અને આનંદ બલદેવ, સુભૂમ ચક્રવર્તી ૨૨૧ યોજના પૂર્વકના ત્રણ–ચાર માર્ગવાળા રસ્તાઓની રચના કરેલી હતી, ચૌટા-ચક અને ભવનની શોભા સુંદર હતી. ત્યાં “મહાસિંહ” (શિવ) નામને રાજા હતા. તેને “નંદિની” નામની મહાદેવી હતી. તેને પ્રથમ “આનંદ”નામને પુત્ર જમ્યા પછી સાત મહાસ્વમોથી સૂચિત “પુંડરીક ” નામને અર્ધચક્રવર્તી પુત્ર ઉત્પન્ન થયે. તે આનંદ અને પુંડરીક ગણત્રીશ ધનુષ-પ્રમાણ ઊંચી કાયાવાળા હતા અને તેમનું આયુષ્ય પાંસઠહજાર વર્ષ પ્રમાણ હતું. મહાબેલ અને પરાક્રમવાળા બંને ભેગે ભેગવતા હતા. બલિનામના પ્રતિવાસુદેવની સાથેના મહાસંગ્રામમાં પુંડરીક વાસુદેવે તેના જ ચકથી તાલફલ માફક તેનું મસ્તક છેદી નાંખ્યું. દેવે અને દાનવે સહિત મનુષ્યએ આકાશતલમાં જયજ્યકાર કર્યો. અર્ધભરત સ્વાધીન કર્યું. ચક્રાદિક સાત મહારને ઉત્પન થયાં. સોળહજાર રાજાઓના સ્વામી થયા. બત્રીશહજાર શ્રેષ્ઠ યુવતીઓના ભર્તાર થયા. ભેગે ભેળવીને આયુષ્યનું પાલન કરીને પુંડરીક વાસુદેવ અધગામી-નરકગામી થયા. આનંદ બલદેવ તેવા પ્રકારના આચાર્યની પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરીને કર્માશ ખપાવીને અરતીર્થંકરના તીર્થમાં સિદ્ધિગામી થયા. –આ પ્રમાણે મહાપુરુષચરિતમાં પુંડરીક વાસુદેવ તથા આનંદ બલદેવનું ચરિત્ર સમાપ્ત થયું. [૩૬-૩૭] * * (૩૮) સુભૂમ ચક્રવર્તીનું ચરિત્ર પિતાના તેજથી સમગ્ર જગતને જિતનાર એવા પરાક્રમી મનુષ્યને શમ-શાંતિથી આનંદ થતું નથી. કારણ કે, વાચા માત્રથી પણ પડકારાએલ સિંહ વિનાશ કરનારે થાય છે. આ જ જંબુદ્વીપ નામના દ્વીપમાં હસ્તિનાપુર નામનું નગર હતું. તેની પાસેની અટવીના મધ્યભાગમાં તાપસને આશ્રમ હતો. ત્યાં જમનામને કુલપતિ હતા. બીજી બાજુ મૃત્યુ પામેલા માતાપિતાવાળો એક બ્રાહ્મણપુત્ર સમગ્ર સ્વજનોએ જેને ત્યાગ કરેલું હતું, તે કઈક સાથે સાથે જતાં માર્ગમાં સાર્થથી વિખૂટો પડી ભૂલે પડી અને ચાલતાં ચાલતાં તપવનમાં ગયો. ત્યાં તેણે કુલપતિનાં દર્શન કર્યા. કુલપતિએ આશીર્વાદ આપી આશ્વાસન આપ્યું. વૈરાગ્ય ઉત્પન્ન થવાથી દીક્ષા લીધી. તાપસના અનુષ્ઠાનમાં અનુરાગવાળ જમને શિષ્ય થશે. અગ્નિ એવું નામ પાડ્યું. પાછળથી “જમદગ્નિ' એવા નામથી તે પ્રસિદ્ધિ પામ્યા. એક સમયે બે દેવતાઓએ શ્રાવકોના અને તાપસના ધર્મમાં કોને ચડીયાતે ધર્મ છે? તે નિર્ણય કરવા માટે, વિવાદ ટાળવા માટે પરીક્ષા કરવાનું નકકી કર્યું. શ્રાવકભક્ત દેવે કહ્યું કે, જે તમારામાં પ્રધાન તપસ્વી તાપસ હોય તેની પરીક્ષા કરીએ.” જમદગ્નિ ઋષિ મહાતપસ્વી અને ઘેર તપસ્યા–ચરણમાં રક્ત છે. તેની પાસે બંને ગયા. પક્ષીનું રૂપ કરીને તેમને તપચરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy