SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ વીરભદ્રને વિજ્ઞાનતિશયવાળે વૃત્તાન્ત ૨૧૧ સુંદરીએ તેને વીણા આપી. વીરભદ્રે તંત્રી ખોલી નાખી અને તેમાંથી મનુષ્યવાળ કાઢીને બતાવ્યો. તે વાળને દૂર કરીને તંત્રી વાળીને તૈયાર કરી વીણ સાથે તંત્રીને જોડી દીધી. પછી વીણા વગાડી. મધુર ગમકેથી વિશુદ્ધ નિષાદવર બંને ઋતિઓમાં ઉત્કૃષ્ટ કાકલી-પ્રધાનતાવાળું તંત્રીના સ્વરવાળું અનુવાદ-શ્રુતિવાળું ગીત તેવી રીતે ગાયું, જેથી પર્ષદા સાથે અનંગસુંદરી આકર્ષિત થઈ. તે સાંભળીને અનંગસુંદરીએ ચિંતવ્યું કે- “આના વગરના નિષ્ફલ જન્મથી સર્યું. કારણકે, સમગ્ર કળાઓને પામેલું આનું રૂપ દેવોને પણ દુર્લભ છે. “રૂપ, સુકુલમાં જન્મ, કળાઓમાં કુશળતા મેળવવી, વિનયસહિતપણું, પ્રથમ બોલાવવાપણું, નમ્રતા છેડા પુણ્યથી મેળવી શકાતાં નથી.” “આ પૃથ્વીમાં રત્ન નિષ્કલંક નથી” એ જે પ્રવાદ સંભળાય છે, પરંતુ આને જોઈને અત્યારે તે તે કહેવત નકામી થઈ છે. આ પ્રમાણે વીરભદ્રો બીજી પણ પત્રછેદ્યાદિક કળા-વિશેષમાં વિજ્ઞાનાતિશય બતાવતાં અનંગસુંદરી તેવા પ્રકારની કરી, જેથી કરીને તે બીજું કંઈ જાણતી નથી, જોતી નથી. બીજા કેઈ સાથે રસપૂર્વક ક્રીડા કરતી નથી. સર્વ વાતમાં વીરમતી વીરમતીને જ યાદ કરે છે. હૃદયમાં તેને જ સ્થાપન કરે છે. બીજી વિચારણા કરતાં કરતાં તે જ આવીને ઊભી રહે, શૂન્ય હૃદયપણુમાં પણ તેનું જ સ્મરણ કરતી હતી, સ્વમો પણ તેના જ આવતાં હતાં. હવે અનંગસુંદરીને બરાબર વશ થયેલી જાણીને વીરભદ્રે શેઠને કહ્યું કે-હું સ્ત્રીને વેષ પહેરીને વિનયવતીની સાથે કન્યાના અંતઃપુરમાં પ્રવેશ કરતું હતું, તે આપે તે વિષયમાં ચિંતા ન કરવી, જે કઈ પ્રકારે અનર્થ ન થાય તેમ હું સાવધાની રાખીશ. રાજા પિતાની પુત્રીને જે તમને આપે, તે પ્રથમ ના પાડીને પછી આદરથી આપતા હોય તે સ્વીકારી લેવી.” તે સાંભળીને શેઠે કહ્યું, “તું બુદ્ધિમાં મારા કરતાં અધિક છે, તે તું કરે તે પ્રમાણ, માત્ર શરીરે કશળ થાય તેમ કરવું. વીરભદ્રે કહ્યું “ઉતાવળા ચિત્તવાળા ન થવું. કેટલાક દિવસોમાં પિતાજી દેખશે કે, આ વિષયનું શું પરિણામ આવે છે.” શેઠે કહ્યું કે હે પુત્ર! તું સમજુ છે.” આ બાજુ રાજા સમક્ષ રાજસભામાં વાત ચાલી કે- જંબુદ્વીપથી એક જુવાન શંખશેઠના ઘરે આવીને રહે છે, તેણે વિજ્ઞાનથી, કળામાં કુશળતાથી, કવિપણાથી, પ્રશ્નોત્તરની ગોષ્ઠીમાં આખા નગરને આકર્ષણ કર્યું છે. જેણે નયનથી તેને દેખે હાય, જેણે તેની સાથે વાતચીત કરી હોય, જેને તેણે બેલા હેય, જેની સાથે તેણે હાસ્ય કર્યું હોય, જે કેઈનું તે નામ લે છે, જેની સાથે પ્રશ્નોત્તરને વિનેદ કરે છે, તે પિતાના આત્માને કૃતાર્થ માને છે.” તે સાંભળીને રાજાએ કહ્યું કે તે જાતિને કયું છે ? તેઓએ કહ્યું કે- હે દેવ! તે સમજી શકાતું નથી, પણ સારા કુલમાં જન્મેલે હવે જોઈએ તે સાંભળીને પિતાની પુત્રીની ચિંતા થઈ કે “આવા પ્રકારને ભર્તાર તેને રુચે, તે સારું થાય.” આ બાજુ અનંગસુંદરી એકલી એકાંતમાં હતી, ત્યારે વીરભદ્રે તેને પૂછ્યું કે.સમગ્ર સામગ્રી મળવા છતાં પણ તું ભેગ કેમ ભગવતી નથી? પ્રિયતમ વલ્લભ વગરનાને ભેગ ક્યાંથી હોય?” હે સુંદરદેહવાળી ! દેવોને પણ દુર્લભ એવું આવા પ્રકારનું રૂપ મેળવીને તેમાં પણ છે હરિણાક્ષિ! યુવાનનું યૌવન ભૂરાવનાર થાય છે. હે સુતનુ! પ્રિયના સમાગમ વગર જીવન નિરર્થક થાય છે. અહીં યૌવન એ પ્રધાન છે, તેમાં પણ પ્રિયના સમાગમ-સુખેથી જીવતર સફળ થાય છે. ભય પામેલા મૃગ–બાળક સરખા નેત્રવાળી! લેકેને પ્રાર્થના કરવા લાયક પ્રિય-સમાગમના સુખથી આત્માને મૂઢતાથી દૂર કેમ ધકેલે છે? અરે! આ તારા પુરુષષીપણુથી તે તું કદર્થના ભગવી રહેલી છે, તેની સાથે બીજા સર્વેને પણ તું કદર્થના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy