SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ કથા-પીઠ ગ્રન્થ-નામકરણ આ કારણથી “યોગ્ય આત્માને જ હિતોપદેશ આપી કુશલ મતિમાં પ્રવર્તાવવો જોઈએ, પરંતુ અગ્ય કે ઉપદેશ કરવાની અવસ્થાને વટાવી ગયું હોય તેવાને હિતેપદેશ ન કર.” કુશલમતિમાં પ્રવર્તાવવાનું તે ચરિત્રાદિ કથાઓ અને અનુષ્કાને દેખાડવાથી સુખેથી પ્રતિબંધ કરી શકાય છે. પરમાર્થ અધિકારમાં કલિત કથાઓ સજ્જનના મનને આલાદ કરનારી થતી નથી. તેમજ કઈ પણ બાલિશ મનુષ્ય કપિત કથા સાંભળીને સદ્ભૂતને ત્યાગ કરશે. કહેલું છે કે–“જો કે લેકમાં તે બંને કથાઓ સાંભળીને કુશલમતિમાં પ્રવર્તન થાય છે, તે પણ મને તે કલ્પિત કરતાં બનેલી-ચરિતકથા વધારે સુંદર લાગે છે.” “ચરિત અને કલ્પિત એમ સર્વ કુશલ માટે કલ્પના કરેલી છે” એમ કહેનારે મીમાંસક નાસ્તિકમતને અનુસરનાર બૃહસ્પતિને હસ્તાવલંબન-ટેકે આપ્યા છે. આ પ્રમાણે કલ્પિત કથા કરતાં સદ્ભૂત ગુણેનું ઉત્કીર્તન કરવું વધારે ફાયદાકારક છે. તેમાં ખાસ કરીને ચેપન મહાપુરુષોનાં અદ્ભુત વૃત્તાન્તો અને ગુણયુક્ત ચરિત્રો ભવ્ય જીના અંગેના રોમાંચ પ્રગટ ઉત્પન્ન કરશે. રત્નાકર-દર્શનની માફક સજ્જનનાં ચરિત્રો સાંભળીને કોનું હૈયું કુતુહલવાળું અને આશ્ચર્યવાળું ન થાય? કહેલું છે કે –“ધર્મશાસ્ત્રના મેટા મૂળમાંથી ઉત્પન્ન થયેલ, ચારિત્ર એ જ વિશાલ થડ, ક્ષમાદિ શાખા-પ્રશાખાવાળા, છ, અઠ્ઠમ, ચાર, પાંચ આદિ ઉપવાસના તપ આચરણરૂપ ગાઢ પત્રોવાળું, ચકવર્તિત્વ, ઈન્દ્ર, ધનસંપત્તિ આદિ રૂપ પુદ્ગમનયુક્ત, ક્ષાયિકગુણો અને મેક્ષ ફલની સમૃદ્ધિવાળા ઉત્તમ પુરુષનાં ચરિત્રોરૂપ મહાવૃક્ષની શ્રવણરૂપ છાયા તે ખરેખર જે પુણ્યરહિત હોય, તેને જન પ્રાપ્ત થાય.” જેવી રીતે ત્રિલેક-ચૂડામણિભૂત, દે, અસુરો અને મનુષ્યના ઈન્દ્રોના મુકુટોના મણિઓથી જેમનું પાદપીઠ ઘસાઈને સુંવાળું બની ગયું છે, કેવલજ્ઞાનવાળા પ્રથમ શ્રેષ્ઠ ધર્મચક્રવતી અષભદેવ ભગવંતે, દેવ, મનુષ્ય અને અસુરેની સભા સમક્ષ ભરત ચકવતીએ પૂછયું, ત્યારે આ ચરિત્ર કહ્યું. ત્યાર પછી રાજગૃહ નગરમાં ગુણશીલ ચૈત્યમાં સુધર્મા સ્વામીએ જંબૂ નામના શિષ્યને પ્રરૂપ્યું. પ્રથમ ચરિતાનુયેગથી આચાર્ય–પરંપરાએ આવેલું, સમ્યક્ત્વ-પ્રાપ્તિ આદિ વડે અતિસમૃદ્ધિવાળું, દે, મનુષ્યના ઋદ્ધિ-વર્ણન વડે ગૌરવવાળું, તીર્થંકરાદિક ચેપન્ન મહાપુરુષોનું ચરિત્ર જે મેં ગુરુના મુખેથી સાંભળ્યું છે, તે પ્રમાણે મારી શક્તિ અનુસાર કંઈક કહું, તે તમે આદરપૂર્વક શ્રવણ કરો. મારા મુખ-કળશમાંથી રેડાતા, ઉત્તમ પુરના ચરિત્રરૂપ શુભ જળને વિકસિત વદનવાળી હે પર્ષદા ! તમે કર્ણ જલિથી પાન કરે આ કથામાં જે શબ્દો વપરાયા છે, તે પહેલાથી જાણીતાપ્રસિદ્ધ છે. તેના અર્થો સિદ્ધાન્તસાગરમાંથી ઉછળેલા છે અર્થાત્ શાસ્ત્રોમાં તેની વ્યાખ્યાઓ સમજાવેલી છે. માળી જેમ વિવિધ રંગવાળા પુષ્પોને હાર ગુંથે, તેમ મને પણ શબ્દ-ગુંથણીને ગુણ પ્રાપ્ત થયા છે. જગતના સામાન્યથી લેક અને અલેક એવા બે વિભાગ છે. તેમાં ધર્માસ્તિકાયાદિથી રહિત આકાશમાત્રની સત્તાવાળે અલેક છે. પાંચ અસ્તિકાયમય લોક કહેલ છે, તે આ પ્રમાણે – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય. લેક વળી અલેક, ઊર્થક અને તિરછલેક એમ ત્રણ પ્રકાર છે. સર્વક ચઉદ રાજ-પ્રમાણ છે. તેમાં અલેક રત્નપ્રભાદિક સાત પૃથ્વીઓ, ઘનોદધિ, ઘનવાત, તનુવાતરૂપ ત્રણ વલયો વડે નીચે નીચે રહીને ધારણ કરાય છે. પડખે પણ તે જ ત્રણ વલયો વડે આધાર પામેલી સાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy