SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ સનતકુમારે વૈરાગ્યથી પ્રવજ્યા સ્વીકારવી આ કાયાની ક્ષણિક શેભા, ટાપટીપ, સંભાળ આદિ અવિવેકી જને જ કરે. આ દેહનું જગ. પ્રસિદ્ધ ઉત્પત્તિ-કારણ પણ જે વિચારવામાં આવે, તે ખરેખર પંડિતને શરમનું ભાજન થાય છે. માતાએ ખાધેલા ભેજનને વિકારથી નિરંતર વૃદ્ધિ પામતા અપવિત્ર દેહના શુચિપણના વિચારથી બાળજને જ ખેદ પામે છે. સર્વ અશુચિ એકઠી થઈ તૈયાર કરેલ, અશુચિન ભંડાર એવા દેહને વિષે દઢ વિચાર કરતાં તેમાં પવિત્રતા કેવી રીતે હેઈ શકે ? વારંવાર સારસંભાળ કરવા ગ્ય રોગ, વૃદ્ધાવસ્થા, મરણની પીડાવાળા ક્ષણે ક્ષણે સડન, પડન, વિધ્વંસન થવાના સ્વભાવવાળા આ દેહ વિષે સ્થિરપણાની આશા પણ કેવી રીતે કરી શકાય ? આ પ્રમાણે દેહની સ્થિરતા અને પવિત્રતા વિચારાય છે, તેમ તેમ શરદના મેઘ જેમ પવન વડે વિખરાઈ જાય, તેમ સર્વ દેહની સ્થિરતા અને પવિત્રતા વિખરાઈ જાય છે.” આ પ્રમાણે દેવના વચનથી વિશેષ પ્રકારે ઉત્પન્ન થયેલા સંવેગવાળા આવેલા દેવથી અભિનંદન અપાયેલા, વિષયસુખથી વિમુખ, રાજલક્ષમીથી વિરક્ત થયેલા ચક્રવર્તી પણાની નિંદા કરે છે, પાપકર્મ લાગે તેવા નવનિધિને બહુ માનતા નથી. ચૌદ મહારત્નની ગુંછા કરે છે. આગ્રહાધીન થઈને માત્ર આહાર ગ્રહણ કરનારા તેવા પ્રકારના ધર્માચાર્યની રાહ જોતા હતા. આવા અવસરે ચૌદપૂવી વિજયસેન નામના આચાર્ય અનેક શિષ્યના પરિવાર સાથે વિચરતા વિચરતા પધાર્યા. નગર બહાર નિવાસ કર્યો, રાજાને તે સમાચાર મળ્યા, એટલે મહારાજા પગે ચાલતા તેમને વંદન કરવા માટે ગયા. ભક્તિથી નમેલા મરતકથી ભગવંતને વંદના કરી. ગુરુમહારાજે ધર્મલાભ આપે. તેમના ચરણ પાસે બેઠા. ભગવંતે ધર્મ–દેશના શરૂ કરી, સંસારની અસારતા વર્ણવી, ભેગોની નિંદા અને દેહની અસ્થિરતા જણાવી. ત્યાર પછી પ્રસંગ મળવાથી મહાસવેગપૂર્ણ માનસવાળા સનતકુમારે કહ્યું કે—હે. ભગવંત ! આપે કહ્યું તેમ જ છે, સંસાર આવો જ છે, ભેગોનાં પરિણમે કડવાં ફલવાળાં હોય છે, ઈન્દ્રિયની ગતિ ચપળ હોય છે, વિષય-પ્રસંગ ભયંકર છે, શરીર દરેક સમયે વિખરાઈ જવાના સ્વભાવવાળું છે, પાપ-પરિણતિના હેતુભૂત રાજ્યલક્ષમી એકાન્ત દુઃખ આપનારી છે. તે હે ગુરુમહારાજ ! મારા પર અનુગ્રહ કરે, તમારા સરખા નિર્ધામક વડે હું સંસાર-સમુદ્રને પાર પામવાની અભિલાષા કરું છું. સમગ્ર પાપ-પર્વતને ચૂર કરનાર વજશનિ સરખી પ્રત્રજ્યા મને આપો. ત્યાર પછી ગુરુ મહારાજે ઘણું આશ્વાસન આપીને તેને દીક્ષા આપી. ગુરુ સાથે વિચરવા લાગ્યા. સમગ્ર અંગો ભણી ગયા. તેના અર્થ ગ્રહણ કરીને એકાકી વિહારની પ્રતિમા અંગીકાર કરી. કેઈક સમયે વિહાર કરતાં કરતાં પૂર્વના પાપકર્મના ઉદયથી એકી સાથે ગાઢંકે ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે–મસ્તકેદના, કાનનું શૂલ, નેત્રને કેપ, દાંતને દુઃખ, વક્ષઃસ્થલમાં ત્રાડ, બાહુ સુજી જવા, હાથ-કંપ, પેટમાં જલેદર, પીઠમાં શૂલ, ગુદામાં હરસની પીડા, પિશાબ અટકી જ, સાથળમાં પરસ્પર ઘસાવું, જંઘામાં ખરજવું, પગમાં સેજા, આખા શરીરમાં કેઢ રેગ, અને બેલને ક્ષય, આ પ્રમાણે સર્વ રોગથી પીડાતા છતાં સમતાભાવથી સર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy