SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ સનતકુમાર ચકવતીનું સૌભાગ્ય અને અદભુત રૂપ ૧૯૫ તમારા પર ચડી આવે છે, તે કારણે રથ સાથે અમને મોકલ્યા છે, અમારા પિતાજી તમારા ચરણની સેવા-નિમિત્તે હમણાં જ આવી પહોંચશે. આર્યપુત્રની સહાય-નિમિત્તે સંધ્યાવલીએ પ્રજ્ઞપ્તિવિદ્યા આપી, ત્યાર પછી આર્યપુત્રે અશનિવેગને જિતને વૈતાઢ્યનું રાજ્ય સ્વાધીન કર્યું. પછી ચંદ્રગના સેવકે અસિતયક્ષ રાક્ષસ સાથેને પહેલાને વૈર–સંબંધ જણાવ્યું કે- “તમે બીજા કેઈ ભવમાં તેની ભાર્યાનું હરણ કર્યું હતું, તેને શેકથી તે ઉન્મત્તપણાનો અનુભવ કરીને કર્મ–પરિણતિની વિચિત્રતાથી સંસારમાં પરિભ્રમણ કરતાં રાક્ષસમાં ઉત્પન્ન થયે. સરેવર પાસે તમે આવ્યા ત્યારે તમને જાણ્યા, ત્યારે દેવે દુષ્ટ રાક્ષસને પરાજય કર્યો. આ તમારી સાથે વૈરનું કારણ થયું. નિમિત્તિયાઓએ અમને કહેલું હતું કે-યુદ્ધમાં અસિતયક્ષને જે પરાજિત કરશે. તે તમારે ભર્તાર થશે, તે માટે અમે તેની તપાસ રાખી અને તમને પ્રાપ્ત કર્યા, અરણ્યના વચ્ચે આઠે કન્યાઓ સાથે વિવાહ કર્યો. હવે અમારા સ્વામી ચંદ્રની સો પુત્રીઓ છે, તેની સાથે પણ દેવે વિવાહ કરે.” એમ કહેતાં દેવે તે વાત સ્વીકારી અને વિવાહ કર્યો. તાત્યને સાધીને જિનમંદિરમાં અષ્ટાદ્ધિકા–મહેન્સ કરીને ક્રિીડા-નિમિત્તે અહીં આવેલા છે. એટલામાં તમારે મેળાપ થયે. આ તમારા મિત્રને ઉદ્દેશીને ચરિત્ર જણાવ્યું.” ત્યાર પછી રતિગૃહમાં સુખે સૂતેલ સનકુમાર ઉડ્યા, મેટા પરિવાર સાથે વૈતાઢ્ય ગયા. અવસર મેળવીને મહેન્દ્રસિંહે વિનંતિ કરી કે “ હે કુમાર ! તમારા માતા-પિતા શેક અને દુઃખમાં દિવસે પસાર કરી રહેલા છે, તે અમારા સરખા ઉપર કૃપા કરીને તેમનાં દર્શન કરવા તૈયાર થાવ. એ પ્રમાણે વિનંતિ કરતાં જ મેટા પરિવાર અને આડંબર–પૂર્વક તે હસ્તિનાપુર ગયા. તેને દેખીને માતા-પિતા અને નગરલોકે આનંદ પામ્યા. ચકાદિક ચૌદ મહારને ઉત્પન્ન થયાં, ભરતખંડ સ્વાધીન કર્યો, નવ નિધિઓ પ્રગટ થયા, મોટા પ્રતાપવાળે તે ચક્રવતી થયે. કેઈક સમયે સૌધર્મ સિંહાસન પર બેઠેલા દેના સ્વામી શકે ઈન્દ્રના સામાનિક વગેરે દેવેની આગળ સનકુમારની રૂપસમૃદ્ધિની પ્રશંસા કરતાં કહેવા લાગ્યા કે–દેવતાઓ ઈચ્છા કરે, ત્યારે તેમને મનોહર રૂપની પ્રાપ્તિ થાય છે, જ્યારે તે સનત્કુમારને ઈચ્છા વગર પુણ્યના પ્રભાવથી આપોઆપ તેની પ્રાપ્તિ થઈ છે. દેવ અને અસુરે સહિત ત્રિભુવનની આપેલી ઉપમાઓને તુચ્છ કરનાર તેને ડાબે ભાગ જમણા અર્ધભાગનું માત્ર પ્રગટ અનુકરણ કરે છે. નિર્માણકર્મના કારણથી સારી રીતે રચેલા સંસ્થાન ગઠવણી વગેરેથી તેનાં અંગો તેવા શોભે છે, જેથી કામદેવ માટે અમારે મૌન થવું પડે છે. સુરેન્દ્રોની અને અસુરેન્દ્રીની રૂપ–સમૃદ્ધિથી અધિક રૂપવાળું તેનું રૂપ છે અને સમગ્ર ગુણીઓના ગુણુ વડે તેનું ચરિત્ર પાર પામનારૂં છે. આ પ્રમાણે સુરેન્દ્ર કરેલી તે રાજાની પ્રશંસા સાંભળીને બે દેવતાઓ ઈર્ષ્યાથી આ ચક્રવર્તી રાજા પાસે આવવા નીકળ્યા. પછી ચક્રવતીના ભવનની પ્રતિહાર-ભૂમિ પાસે બંને દેવે આવ્યા. તેઓએ પ્રતિહારને કહ્યું કે, હે મહાસત્ત્વશાળી ! મહારાજને નિવેદન કર કે- “ દૂર દેશથી ચાલીને અને થાકીને કલેશ અનુભવતા બે બ્રાહ્મણો તમારા દર્શન-નિમિત્તે આવેલા છે અને દ્વારમાં ઊભેલા છે, જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy