SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ સનતકુમાર સાથે મિલન ૧૩ ત્યાર પછી આ “સનત્કુમાર જ છે એમ નિશ્ચય કરીને મહેન્દ્રસિંહ હર્ષ પૂર્ણ દેહવાળે અપૂર્વ કોઈ રસાંતરને અનુભવ કરતે સનતકુમારના જોવામાં આવ્યું. સનત્કુમારે દૂરથી જ તેને ઓળખીને ઉભા થઈને તેને સત્કાર કર્યો. પગે પડીને તે ઉભે થયો, એટલે બહુમાન -પૂર્વક તેને આલિંગન કર્યું. વિસ્મય અને પ્રમોદથી રેમાંચિત થયેલા શરીરવાળા બંને આપેલા આસન ઉપર બેઠા. વિદ્યાધરેન્દ્ર–લેક તર્ક-વિતર્ક કરવા લાગ્યા અને સંગીત આદિના મધુર સ્વરો બંધ કરીને બાજુમાં આઘાપાછા ખસી ગયા. પછી આનંદાશ્ર–પૂર્ણ નેત્રવાળા સનકુમારે પૂછ્યું કે- “તું અહીં કેવી રીતે આવ્યે? વળી એકલે જ કેમ? હું અહીં છું, તે તને કેવી રીતે ખબર પડી? મારા વિયોગમાં મહારાજા પ્રાણ કેવી રીતે ધારણ કરે છે? માતાજીની અવસ્થા કેવી છે? વળી તને એકલાને જ કેમ મેક? આ દરેક પ્રશ્નનોના ઉત્તરે મહેન્દ્રસિંહે યથાર્થ આપ્યા. ત્યાર પછી ઉત્તમ વિલાસિનીઓ દ્વારા તેને સ્નાનાદિક કાર્ય કરાવ્યાં, ભેજનાદિક ઉચિત કાર્યો કર્યા. ફરી મહેન્દ્રસિંહે કહ્યું કે- “હે દેવ ! મારા ઉપર આપની કૃપા હોય તે મને કહો કે, “તે અષે તમારું હરણ કેવી રીતે કર્યું? તે તમને ક્યાં લઈ ગયા ? અમારા વિયેગમાં શું થયું ? આટલી રિદ્ધિ કેવી રીતે મેળવી ? એમ સાંભળીને સનત્કુમાર વિચાર કરવા લાગ્યા. કેવી રીતે ?–દેહ માત્રથી ભિન્ન હોવા છતાં, જેના ચિત્ત સાથે ભેદ નથી એવા સદ્ભાવ અને સ્નેહમય મિત્રના વિષે એવી કોઈ વસ્તુ નથી કે તેને ન કહેવા લાયક હોય, તે પણ “ઉત્તમવંશમાં ઉત્પન્ન થયેલાએ પિતાના ચરિત્રનું કથન કરવું એગ્ય ન ગણાય, સ્વયં કથન કરનારને પોતાના ગુણે આપોઆપ નિસાર બની જાય છે. તે હવે આ એ અવસર આવ્યો છે કે, બકુલમતી પાસે તે હકીક્ત કહેવરાવું છે -એમ વિચારીને બકુલમતીને કહ્યું કે- હે પ્રિયે ! આ મહેન્દ્રસિંહને વિદ્યાના સામર્થ્યથી જાણેલે મારો સર્વ વૃત્તાન્ત તારે કહે. મને તે અત્યારે નિદ્રાના કારણે મારાં લોચન ઘૂમે છે. એમ કહીને રતિગૃહમાં જઈને તે પલંગમાં પડ્યો. હવે બકુલમતી પિતાના પતિનું ચરિત્ર કહેવા લાગી “તે સમયે તમારી પાસેથી નીકળ્યા બાદ અશ્વરને કુમારનું હરણ કર્યું. ભયંકર શબ્દોવાળી મહાઇટવીમાં તેણે પ્રવેશ કરાવ્યો. બીજા દિવસે પણ તેવી જ રીતે દેડતાં દેડતાં અશ્વને મધ્યાહ્ન સમય થયે. શ્રુધા-તૃષાથી વ્યાકુળ બનેલા અશ્વની જિહા સુકાઈ ગઈ ઉપર બેઠેલ કુમારને પણ ગળે શ્વાસ આવી ગયે, થાકી ગયે, કુમાર નીચે ઉતર્યા, તેના પલાણ–પાટા છેડી નાખ્યા, પલાણ નીચે ઉતાર્યું, એટલામાં અશ્વ ઘૂમીને નીચે પડ્યો. “આ અશ્વ અકાર્ય કરનાર છે–એમ ધારીને તેના પ્રાણ પણ તેને છોડીને ચાલી ગયા. મરેલા અવલચંડા અશ્વને છેડીને કુમાર ગયા. પાણીની શોધ કરવામાં તત્પર બનેલા તે આગળ આગળ ચાલવા લાગ્યા, પણ ક્યાંયથી જળ મળ્યું નહિં. ત્યાર પછી માર્ગ લાંબો હોવાથી, મધ્યાહ્નને કાળ હેવાથી, દવથી રણું બળતું હોવાથી કુમાર એકદમ હાંફળા-ફાંફળા થયા. પછી દૂરના સ્થળમાં સમચ્છર વૃક્ષ દેખીને કુમાર તે તરફ દોડ્યા. તેની છાયામાં પહોંચ્યા, ત્યાં છાંયડામાં બેઠો, તરત જ નેત્રયુગલ બીડાઈ ગયું અને ધરણી ઉપર ઢળી પડ્યા. આ સમયે તેમના પુણ્યના પ્રભાવથી ત્યાં નિવાસ કરનાર યક્ષે શીતલ જળ લાવીને તેના સર્વ અંગમાં સિંચું. જીવમાં જીવ આવ્ય, ચેતના આવી, એટલે જળપાન કર્યું. વળી તેને ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy