SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત તે માત્ર વચન જ છે, આ જગતમાં પુરુષને પ્રભાવ ભુજાના પરાક્રમથી જ નવડી શકે છે.” આ પ્રમાણે ઘણું કહીને દૂતને પાછો મોકલ્યું અને પુરુષોત્તમ રાજાએ શુભ દિવસે પ્રયાણ આરંવ્યું. આ બાજુ દૂતના વચનથી ઉત્તેજિત થયેલા નિયતિ અને દૈવ રૂપ દેરડાથી જકડાયેલા મધુ-કૈટભે પિતાના સૈન્ય-પરિવાર સાથે યુદ્ધ માટે પ્રયાણ કર્યું. પરસ્પર સામસામે એકઠા થયા, યુદ્ધારંભ થયે, જેમાં મોટા સુભટો યુદ્ધ કરવા લાગ્યા. કેટલાકે તેમને સાબાશી આપે છે, પરસ્પર સુભટો સુભટના ઉત્સાહ, વૃદ્ધિ પમાડે છે. સ્વાર વગરના ઘોડાઓ ટુરુ કુરુ” એવા ખારા કરે છે, મસ્તક વગરનાં ધડે નય કરે છે. ભાટ-ચારણે પૂર્વના પરાક્રમીએની વંશાવલીઓ સંભળાવી ઉત્તેજિત કરે છે, હાથીની ઘટાઓ વેરવિખેર થાય છે. પગપાળાઓ હરીફાઈ કરે છે, સ્વામીની કૃપા અને પરાભવનું સ્મરણ કરાય છે, કેટલાક હથીયાર, કેટલાક ઈષ્ટદેવનું સ્મરણ કરે છે. પરાક્રમ અને યશ પ્રગટ કરે છે, ખગધારા અને કીર્તિ ચમકે છે. શત્રુના હાથીઓ અને લક્ષમી સ્વાધીન કરાય છે, દિશામુખે તરફ પ્રતિપક્ષ અને પ્રતાપ દેરી જવાય છે, દરરોજ સંગ્રામ અને યુદ્ધ કરવાને ઉત્સાહ વૃદ્ધિ પામે છે, મહાદાન અને ખના પ્રહારોનું મહાદાન અપાય છે, હાથીના કુંભસ્થલમાંથી ઉછળતી રુધિર-ધારાએથી તરવારે અને મલિનતાઓ સાફ કરાય છે. આ પ્રમાણે મહાયુદ્ધમાં હાથીઓનાં મસ્તકે છેદાયાં, અોના અવયવો ચીરાયા, ભુજાઓ કપાઈ ગઈ, ત્યારે ભયંકર યુદ્ધ થયું, બીકણકો ભય પામ્યા, સુભટવર્ગ હર્ષ પામ્યો, ઘણા લોકો મરણ પામવા લાગ્યા, ત્યારે પ્રધાન યુદ્ધ પ્રવર્લ્ડ. પુરુષોત્તમ રાજાએ ચકધર મધુને પડકારતાં બોલાવ્યા, એટલે તે તેના સન્મુખ વળે. પુરુષોત્તમે કહ્યું કે, પરાક્રમ બતાવવાને આ સુંદર અવસર મળ્યો છે, તે તારાં હથીયાર સાબદાં કર અને આયુધથી તારું પરાક્રમ પ્રકાશિત કર.” “અહીં બોલવાથી શું ફાયદો?” એમ બોલતાં મધુએ સતત બાણના મારાથી તેને પડકાર્યો. તેણે પણ દક્ષપણાના ગુણથી બાણેથી બાણે હણી નાખ્યાં, ત્યાર પછી બાણ વડે મધુનાં બાણે અને ધનુષની દેરી છેદી નાખી. પછી તેણે ભાલે લીધે, પુરુષોત્તમ સન્મુખ ધર્યો, આવતાંની સાથે તેને મુઠ્ઠીથી મુસુંઢી હથીયાર પકડી સો ટકડા કર્યા. કરી ખડ રન ગ્રહણ કર્યું. તેને પણ અસ્ત્રા માફક હણીને અંગડા સાથે નીચે પાડ્યું. ફરી મહાક્રોધમાં આવી લાલ નેત્રો કરી મધુએ ચકરત્ન ગ્રહણ કર્યું. તે પણ તેના રાજ્યની જેમ પુરુષોત્તમના હસ્તતલમાં આવી લાગ્યું. પોતાના હસ્તમાં રહેલ ચક્રરત્નને દેખીને પુરુત્તમે કહ્યું કે- હે સુભટ! દેખે, હે દેવતાઓ! અવકન કરે, દાન! રક્ષા કરે, હવે આ હત–નહીં હત થશે.” એમ કહીને ચક્રરત્ન છોડ્યું. મધુ પ્રતિવાસુદેવનું મસ્તક છેદાયું. તેના ભાઈ કૈટભને સેનાપતિએ મારી નાખે. પુરુષોત્તમ અર્ધભરતને સ્વામી થયે અને ભેગો ભેગવ્યા. સુપ્રભ બલદેવે સાધુપણું અંગીકાર કરીને, દીક્ષા પર્યાયનું પાલન કરી, કેવલજ્ઞાન ઉપાર્જન કરી, સિદ્ધિ-સમૃદ્ધિ પ્રાપ્ત કરી. મહાપુરુષચરિતમાં પુરુત્તમ વાસુદેવ અને સુપ્રભ બલદેવનું ચરિત્ર સમાપ્ત થયું.[૨૩-૨૪] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy