SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩-૨૪) પુરુષોત્તમ વાસુદેવ અને સુપ્રભ બલદેવનાં ચિરત્ર શ્રીઅનંતનાથ તી “કરના સમયમાં પુરુષાત્તમ' નામના અચક્રવતી ઉત્પન્ન થયા હતા. જે પચાસ ધનુષ–પ્રમાણુ કાયાવાળા, ત્રીશ લાખ વર્ષના આયુષ્યવાળા હતા. તેનું ચરિત્ર હવે કહીએ છીએ. જ શ્રૃદ્વીપ નામના આ જ દ્વીપમાં ભરતક્ષેત્રમાં ચંદ્રપુર' નામનું નગર હતું. ત્યાં રાજા પ્રજાપ્રત્યે સૌમ્યગુણવાળા સામ’ નામના મેટો રાજા રહેતા હતા. તેને ચંદ્રપ્રભા' નામની મેાટી રાણી હતી, તેની સાથે વિષયસુખ અનુભવતાં તેને બે પુત્રો થયા. મેટા પુત્રનુ નામ ‘સુપ્રભ’ અને ખીજા નાનાનું નામ ‘પુરુષાત્તમ' હતું. તેમને કળાએ ગ્રહણ કરાવી અને ખાસ કરીને આયુધકળા શીખવી. તે બેમાં પુરુષોત્તમ મહાખલ-પરાક્રમવાળા અને શત્રુની લક્ષ્મી ગ્રહણ કરવામાં ઉદ્યુક્ત હતા. પિતાએ તેના રાજ્યાભિષેક કર્યાં અને પછી આત્મકલ્યાણની સાધના કરતા તે મૃત્યુ પામ્યા. સુપ્રભ ખલદેવ તે પરમસમ્યગૂદૃષ્ટિ, જીવાજીવાદિક પદાર્થોના જાણકાર, પુણ્ય–પાપનેા સદ્ભાવ સ્વીકારનાર, જિનવચનના પરમાર્થીના અભ્યાસી, ભાગ ભાગવવામાં નિસ્પૃહતાવાળા હાવા છતાં પણ ભાઈના આગ્રહુને વશ ખની અનિચ્છાએ ગૃહવાસમાં રહેલા હતા. બીજા પુરુષાત્તમ વાસુદેવ તા પોતાના પરાક્રમના ગવથી પાછળ રહેલા સૂર્યમાં પોતાના પડછાયા દેખીને પણ નિંદા કરતા, બીજા પક્ષે શૂરવીર પરામુખ થાય, તેવા પોતાના પ્રતાપની નિંદા કરતા, અર્થાત પેાતાની સામે આવવા કેાઈ સાહસ કરે, તે પણ સહન કરી શકતા ન હતા. પેાતાના ચરણાગ્ર ભાગમાં કાર્યનું પ્રતિબિંબ પડે, તેા પણ લજ્જા પામતા, પવનથી પેાતાના કેશા કંપાયમાન થાય, તેા પણ ભાતા, અર્થાત્ મારા કેશને સ્પર્શ કરનાર કાણુ ? ચૂડામણિ-મુગુટને બીજું છત્ર અડકી જાય તેા પણ પીડા પામતા, દેવતાઓને પ્રણામ કરે, તેા તે મસ્તક-વેદના માનતા, મેઘધનુષને દેખીને ખીજાતા, ચિત્રામણમાં આલેખેલ રાજાએ નમન ન કરતા હાવાથી મળતા દેહવાળા, અલ્પ મંડલથી તુષ્ટ થયેલા શૂરવીર રાજાની મશ્કરી કરતા, પતે હરણુ કરેલી લક્ષ્મીવાળા સમુદ્રને પણ બહુ ન માનતા, હિમવાન પતની ચમરીગાયાને પણ ન સહેતા, સમુદ્રની સંખ્યાથી પણ સ’તાપ વહન કરતા, નિર ંતર ધનુષની દોરીથી ઘસાવાથી નિશાનવાળા, સર્પની ફી સરખાભયંકર ડાબા હાથને વહન કરતા લેકમાં સુભટપણાની પ્રસિદ્ધિ પામ્યા. એક બાજુ મહાબલ-પરાક્રમવાળા મધુ અને કૈટભ નામના બે ભાઈઓને ચક્રરત્ન ઉત્પન્ન થયેલુ હાવાથી સમગ્ર જીવલેાકને તણખલા સરખા માનતા તે ભરતખાંડને ભાગવી રહેલા હતા. તેઓએ કર્યું ––પર પરાએ પુરુષાત્તમને સાંભળ્યા, એટલે તેના ઉપર દૂત માકલ્યા, તે પુરુષાત્તમ રાજાની સમીપે આવ્યેા. છડીદારે જણાવ્યા, એટલે તેને સભામંડપમાં પ્રવેશ કરાવ્યેા. પગમાં પડીને તે ઉભા થયા અને બતાવેલ આસન પર બેઠે. રાજાએ પૂછ્યું કે, મધુ અને કૈટભ અને શું કરે છે? તને કયા કાર્ય માટે મોકલ્યા છે? તે કહ્યું કે, “મહારાજ ! આપને વિનંતિ કરુ છું કે, મધુરાજા ઘણા દિવસેથી એ કારણે ચિંતામાં રહેલા છે કે, આપે પરાક્રમથી પૃથ્વીને ખૂબ ઉપતાપિત કરી છે, પ્રજાને કદના કરી છે, રાજાઓને પણ કર આપવાની આજ્ઞા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy