SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ચેપન્ન મહાપુરુષનાં ચરિત પડયો, પછી રાજાએ બતાવેલા આસન ઉપર બેઠે. રાજાએ સન્માન કર્યું. “ક્યાંથી કેમ આવ્યા છે?” ઈત્યાદિક સમાચાર પૂછતાં કુમારે જણાવ્યું કે, “પિતાના રેષથી તમારી પાસે આ છું.” રાજાએ કહ્યું કે, “અહીં આવ્યો તે સારું કર્યું. આ રાજ્ય પણ નકકી તારું જ જાણવું” એમ કહી સન્માન કરી રજા આપી. સેવા કરવા લાગ્યું. આમ સમય પસાર થયા કરે છે. કેઈક સમયે પુત્રને ગાદીએ બેસાડવાની ઈચ્છાથી રાણીએ રાજાને ઝેર આપવાનો પ્રયોગ કર્યો. મંત્રના ગબલથી તે મેં પલટાવી નાખ્યું. ઝેર ઉતારી રાજાને સ્વસ્થ કર્યો. દરમ્યાન મણિરથ નામના રાજપુત્રે મને બોલાવ્યો. તેની સાથે મૈત્રી બંધાઈ. મને એ ખબર ન હતી કે, રાજપુત્રે ઝેરને પ્રયોગ કર્યો હતે. રાજાને ખબર પડી કે “આ મારા પુત્રની સેબતે ચડે છે.” રાજાએ મને રે કે, દુષ્ટ આચારવાળા પુત્ર સાથે મૈત્રી-મેળાપ ન કરવા. મેં રાજાની વાતને સ્વીકાર કર્યો. ત્યાર પછી તેને સમજાવવા માટે તેને ઘરે ગયે. દરમ્યાન કવચ પહેરેલા, હથીયાર ધારણ કરેલા કેટલાક રાજપુરુષોને રાજાએ તે પુત્રને મારી નાખવા માટે મોકલ્યા. ત્યારે હું પણ ત્યાં જ લડવા તૈયાર થયો. તેમાંથી કેટલાક પુરુષને અમે મારી નાખ્યા. ભગવંત સૂર્ય નારાયણનો અસ્ત થયે. તે રાજપુત્રની સાથે હું તે નગરમાંથી નીકળે. તે પોતાના મામાની પાસે ગયે. હું તેને પૂછીને કેટલાક પુરુષના પરિવાર સાથે રત્નભૂમિએ ગ. રનની ખાણે હતી, તેને ખાદાવી, કેટલાંક રને મેળવ્યાં. એટલામાં ત્યાંથી જવા તૈયાર થયા, તેટલામાં કઈક નજીકના લૂંટારાએ છાપો મારીને રને પડાવી લીધાં. બાંધીને મને પલ્લિસ્થાનમાં લઈ ગયા. મહાલેશથી મને છોડ્યો. સાથેના પરિવારભૂત મનુષ્ય ફળવગરના વૃક્ષની માફક મને છોડીને દિશદિશામાં ચાલ્યા ગયા. હું એકલો પડ્યો. એક પટ્ટણમાં પહોંચ્યા. ત્યાં બજારના મધ્યપ્રદેશ ભાગમાં ચેકમાં કઈ કથા કહેનારે કથાનકમાં બે ગાથાઓ બેલતાં કહ્યું કે, “ભેગ-તુચ્છ વડે નાટક કરાવાતે પુરુષ જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં તે પુણ્યની સહાય વગર મહાકલેશને જ અનુભવ કરે છે. સારી રીતે સેવન કરેલ ધર્મ જ અર્થ, કામ અને મોક્ષનું કારણ થાય છે, તે ધર્મ વગર ક્યા કાર્યની સિદ્ધિ થાય? કારણ કે કારણથી જ કાર્યની સિદ્ધિ થાય છે.” મેં આ ગાથાયુગલ સાંભળીને વિચાર્યું કે, “આમ જ છે, આ વિષયમાં સંદેહ નથી. તે હું ધર્મ કર્યું. એમ વિચારી નગર બહાર ગયે. ત્યાં ઉદ્યાનમાં નિર્જીવ પ્રદેશમાં અવધિજ્ઞાનવાળા વિજયસેન આચાર્ય પર્ષદાના મધ્યભાગમાં ધર્મોપદેશ કરતા હતા, તેમને જોયા. તેમનાં દર્શનથી મારું વીર્ય ઉછળ્યું. મેહપડેલ દૂર થયું. શુભ પરિણામ વૃદ્ધિ પામ્યા. તેમની પાસે હું ગયે. ભગવંતને મેં વંદના કરી. તેઓએ ધર્મલાભરૂપ આશીર્વાદ મને આપ્યા એટલે તેમના ચરણ પાસે બેઠો. મારા ચિત્તને જાણીને મને ઉદેશીને ભગવંતે કહ્યું- હે ઉત્તમપુરુષ! તું સંતાપ ન કર, પૂર્વે ઉપાર્જન કરેલ કર્મપરિણતિના ગે આ સ્થિતિ થાય છે કે, જેનાથી જ દરિદ્રતા, દુર્ગતિ આદિનાં દુઃખ વડે નાટક ભજવે છે.” મેં પૂછયું કે–હે ભગવંત! અજ્ઞાનમાં અંધ બનીને એવું મેં કયું કર્મ ઉપાર્જન કર્યું? જેથી આ દુઃખને અનુભવ કરવો પડે છે.” ભગવંતે કહ્યું કે–સાંભળ. આ ભવ પહેલાના ત્રીજા ભવમાં તું શંખપુર-નિવાસી બ્રાહ્મણ હતે. મોટા પર્વના દિવસોમાં પૂર્ણભદ્ર શેઠે તને નિમં. મધ્યાહ-સમયે વણિકના ઘરે ગયે. તે સમયે ત્યાં છઠ્ઠના પારણુવાળા સાધુ મુનિરાજ, જેના શરીરે મેલ લાગેલો હતો, પરસેવે નીતરતે હતે, તેવી રીતે તેણે ભિક્ષા માટે પ્રવેશ કર્યો. તેમને દેખીને પેલો વણિક ઊભે થયે, તેને પ્રતિલાલ્યા, એટલે તેઓ ગયા. તે સમયે તે કહ્યું કે “અજ્ઞાન એ પણ કષ્ટ છે. તારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy