SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત બળી ગયેલા બીજમાંથી અંકુર થતું નથી, તે વાત પ્રસિદ્ધ છે; તેમ કર્મબીજ સર્વથા બળી ગયા પછી ભવને અંકુર થતું નથી. ગાઢ વાદળાંથી રહિત સૂર્યમંડલ જેમ અધિક શુભે છે, તેમ આઠ કર્મથી મુક્ત થયેલા સિદ્ધો લેકાંતમાં દીપે છે. જેમ દીવાની પ્રભાઓ અંદરે અંદર એકબીજાને અગવડ કર્યા વગર એક સ્થાનમાં રહે છે, તે પછી અમૂર્ત એવા સિધ્ધાતમાઓને એક સ્થાનકમાં રહેવામાં કઈ હરકત આવે? ચંદ્ર, સૂર્ય નિરંતર પરિમિત ક્ષેત્રમાં અજવાળું કરે છે. જ્યારે સિદ્ધ પરમાત્માઓ લેક અને અલેકના તમામ પદાર્થો કેવલજ્ઞાનથી પ્રગટ કરે છે. સિધ્ધના જીવની ઉત્કૃષ્ટી અવગાહના ૩૩૩ ધનુષ, ૧ હાથ અને ૮ અંગુલ– પ્રમાણ છે અને જઘન્ય અવગાહના 1 હાથ અને ૮ આંગળ છે. તિર્થ કરતાં મનુષ્ય સુખી, તેથી રાજાઓ, તેથી અકર્મભૂમિના મનુષ્ય, તેથી સિદ્ધો અનંતગુણ સુખી હોય છે. જ્યોતિષ્ક, વ્યંતર, ભવનપતિ અને ક૯૫વાસી અનુક્રમે એક એક કરતાં વધારે સુખી છે, તેમના કરતાં ચૈવેયકે, તેમના કરતાં અનુત્તર વિમાનવાસી દેવો, તેમાં પણ સર્વાર્થસિધ-વિમાનવાસી દે અત્યંત સુખવાળા છે. તેમનાથી સર્વોત્તમ અત્યંત સુખવાળા સિદધના આત્માઓ હોય છે. આ પ્રમાણે સુવિહિતાથી પ્રાપ્ત કરેલ મોક્ષનો અલ્પવિધિ સંક્ષેપથી જણાવ્યો. આથી વધારે સ્પષ્ટ વિસ્તાર પ્રગટ અર્થ મેળવવાની ઈચ્છાવાળાએ બીજા સ્થાનેથી જાણું લેવું. બીજું સિધ્ધના ગુણદ્વારા વિચારીએ, તે તે માટે એક પણ શબ્દ પ્રવર્તે નહિ. કારણ કે, સંસ્થાના આદેશથી સિધ્ધ આત્મા લાંબે નથી, ટૂંકે નથી, ગોળ નથી, ત્રાસ નથી. ચિરસ નથી, પરિમંડલ-થાળના આકાર જેવો નથી. વર્ણ આદેશથી સિધ્ધને આત્મા કાળે, વાદળી, લાલ, પીળો કે શુકલ નથી, ગંધઆદેશથી સુગંધી નથી કે દુર્ગધી નથી. રસઆદેશથી કડે, મધુર, ખાટ, તી કે તુરે નથી. સ્પર્શ આદેશથી કમળ, કઠણ, ભારી, હલકે, સ્નિગ્ધ, લુખ, ઉષ્ણ કે શીત નથી. તેમજ પુરુષ નથી, સ્ત્રી નથી, નપુંસક નથી શરીરવાળો નથી, સંગને અથી કે ઉગવાવાળે નથી. જો કર્મક્ષયના અભિલાપથી વિચારીએ, તે સિધ્ધના ગુણ આ પ્રમાણે કહેવા–પાંચ પ્રકારનાં જ્ઞાનાવરણ ક્ષીણ થયાં હોય, તેથી પાંચ પ્રકારના આવરણ ક્ષીણ થયેલા, નવ પ્રકારના દર્શનાવરણીય કર્મક્ષય પામેલા, બે પ્રકારના વેદનીય કર્મક્ષય પામેલા, ક્ષીણુદર્શનમેહવાળા, ક્ષીણચારિત્રહવાળા, ક્ષીણ થયેલા ચાર પ્રકારના આ યુષ્યવાળા, ક્ષય પામેલા શુભનામકર્મવાળા, ક્ષય પામેલા અશુભનામકર્મવાળા, ક્ષય પામેલા ઉચ્ચગેત્રવાળા, ક્ષય પામેલા નીચગોત્રવાળા, ક્ષય પામેલા પાંચ અંતરાયકર્મવાળા. એ પ્રમાણે મેલસ્વરૂપનું પ્રતિપાદન કરીને ચંદ્રપ્રભ પ્રભુ પૃથ્વીમંડલમાં વિચરીને “સમેત ” પર્વતના શિખર ઉપર ભાદરવા કૃષ્ણ અષ્ટમીના દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રગ થયે છતે, એકહજાર સાધુના પરિવાર સાથે સમગ્ર કર્મ લયસ્વરૂપ મેક્ષે ગયા. આઠમા તીર્થંકર ચંદ્રપ્રભ સ્વામીનું ચરિત્ર સમાપ્ત [૧૦]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy