SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ચિપન્ન મહાપુરુષોનાં ચરિત આ પ્રમાણે રાત્રિના છેલ્લા પહોરમાં ચૌદ મહાવમો દેખી જાગીને પતિને કહ્યાં. તેણે પુત્રજન્મના ફલાદેશવાળાં સ્વ જણાવીને અભિનંદન આપ્યું. તે જ રાત્રિએ વૈજયંત' નામના વિમાનમાંથી ચવીને મૂર્તિમંત પુણ્યઢગલા સરખા દેવ ચત્ર કૃષ્ણપંચમીના દિવસે વિશાખા નક્ષત્રમાં માતાના ગર્ભમાં ઉત્પન્ન થયા. ગર્ભકાળ પૂર્ણ થયા પછી પોષ કૃષ્ણદ્વાદશીના દિવસે લક્ષ્મણ રાણીએ સમગ્ર ગુણ અને લક્ષણવાળા પુત્રને સુખપૂર્વક જન્મ આપે. ચંદ્ર સરખી પ્રભાવાળા હેવાથી પિતાએ ભગવંતનું “ચંદ્રપ્રભ ” એવું નામ સ્થાપન કર્યું. ત્યાર પછી ક્રમે કરી વૃદ્ધિ પામ્યા. અઢી લાખ પૂર્વ કુમારપણું અનુભવીને તથા સાડા છ લાખ પૂર્વ રાજ્યનું પાલન કરીને લેકાંતિક દેવાથી પ્રતિબંધ પામેલા, કેવી રીતે ? લોકાંતિક દેવોએ આવી કરેલ પ્રતિબોધ “હે નાથ! સમર્થકષાયરૂપ હાથી અને મગરમચ્છવાળા, પાપરૂપ કાદવવાળા, દેખવાથી ભયંકર, દુખ-જળસમૂહથી–પૂર્ણ, નર, નારકી, તિર્યંચ, સુરલેકરૂપ મહાભવ-સમુદ્ર, મિથ્યાત્વરૂપ ઉદ્ભટ મેજવાળે, કર્મરૂપ સેંકડે કલ્લેલ વડે ગહન, સદા રેગ, શેકના અનિષ્ટોના સ્થાનરૂપ, દરિદ્રતારૂપ મગરમચ્છવાળા, જન્મ-મરણરૂપ ભયંકર તટ પડવાના ભયવાળા, વિષમ, અ દર રહેલા પર્વતના મોટા શિખરથી ભયંકર, દુઃખદાયક, આવા પ્રકારના સંસાર-સાગરમાં વિષયરૂપ પ્રવાહમાં પડેલા છાનું રક્ષણ કરવા માટે તમે અતુલ તીર્થ પ્રવર્તા. તીર્થ કેવું?– કોધાગ્નિથી રહિત, માનપર્વત વગરનું, માયાજાળથી રહિત, ઘણું ગુણયુક્ત, મહાભના વિવરથી રહિત, મેહરૂપ મહાઆવર્ત વગરનું, ઉત્તમ કેટિનું, દુર્ગતિમાં ગમન કરાવવા સમર્થ માર્ગથી રહિત, મનોહર, જે તીર્થ વડે નિર્વિન મોક્ષપુરીમાં જલદી પહોંચી શકાય. પરવાદીએથી ઘણું દૂર, મહાવિષયવાળું, પૂર્વના મહાપુરુષોએ આચરેલું, ત્રણે લોકમાં મહાપ્રભાવવાળું એવું તીર્થ હે નાથ ! આપ પ્રવર્તાવે.” આ પ્રમાણે આજ્ઞા પામેલા લેકાંતિક દે એ કાગમાં જવા માટેના વ્યવસાય કરવા માટે પ્રતિબોધ્યા. આ પ્રમાણે પ્રતિબંધ પામેલા ચંદ્રપ્રભ'ભગવંતે પિકૃષ્ણ ત્રદશીના દિવસે પ્રત્રજ્યાની પ્રતિજ્ઞા અંગીકાર કરી. ત્રણ મહિના છઘમ-પર્યાયનું પાલન કરીને સે પારીના વૃક્ષની છાયામાં ચિત્રશુકલ પંચમીના દિવસે અનુરાધા નક્ષત્રમાં પ્રભુ કેવલજ્ઞાન પામ્યા. ૮૮ ગણધરોને દીક્ષા આપી. દેવેએ સમવસરણ તૈયાર કર્યું. ભગવંતે ધર્મકથા કહેવી શરૂ કરી, સંસારનું સ્વરૂપ કહ્યું. મોક્ષમાર્ગ પ્રગટ કર્યો. ત્યાર પછી અવસર પ્રાપ્ત કરીને ગણધર ભગવંતે પૂછયું કે–“હે ભગવંત! મેક્ષ કેવા પ્રકાર છે? મુક્ત થયેલા જીવનું સ્વરૂપ કેવું હોય? ભગવંતે કહ્યું, “સાંભળે.”— સિદ્ધ શિલાનું વર્ણન અહીં સૌધર્મ દેવલોક વગેરે ઉપરા ઉપરી રહેલા બાર દેવલોકે છે. તેમના ઉપર નવ વેયકે છે. ફરી તેની ઉપર પાંચ મહાવિમાન છે, સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યેજન દૂર ઉપર સિદ્ધિ-સ્થાન છે. તે અત્યંત નિર્મલ, બરાબર મધ્યભાગમાં આઠ જન જાડી, બરાબર મધ્યભાગથી આગળ આગળ ક્રમે ક્રમે ઘટતી ઘટતી તે સિદ્ધશિલા છેડાના ભાગ માં માખીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy