SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સુપાર્થ સ્વામીનું ચરિત્ર ૧૨૩ કલ્પવૃક્ષ, પારિજાત વૃક્ષની મંજરી તથા પુના રથી ઉજ્જવલ ગશીર્ષચંદનથી મિશ્ર સુગંધી પવન જ્યાં વાઈ રહે છે. જ્યાં મનવાંછિત, શરીરને પુષ્ટિ આપનાર, વિવિધ રસવાળા આહાર નિરંતર પ્રાપ્ત થયા કરે છે. મહાકિંમતી દિવ્યવસ્મથી આચ્છાદિત કોમળ શય્યામાં દેવાંગનાઓ સાથે હંમેશાં રતિક્રીડા કરવામાં પિતાને સમય પસાર કરે છે. પુષ્ટ ઉન્નત મોટા પરવાળી, વિસ્તીર્ણ પાછલા કટિપ્રદેશવાળી, રતિનિધાન સરખી દેવાંગનાઓ સાથે દેવે સદા આનંદ ક્રિીડા અનુભવે છે. આ દેવીઓ જેટલા પ્રમાણમાં શૃંગાર–ચેષ્ટા કરવા પૂર્વક, નેત્રકટાક્ષે ફેકે છે, તેટલા પ્રમાણમાં દેવાંગનાઓને વિલાસપૂર્વક જ્યકારપૂર્વક સંગીતશબ્દ ઉછળે છે, આ પ્રમાણે વિરસ સંસાર-સાગરમાં દેવતાઓનું જે કંઈ પણ વિષય-સુખ છે, તે વિષયાતુર મનુષ્યને તે કેટલું માત્ર ગણવું? બીજું આ મનુષ્યલોકમાં ભ્રમણ કરતાં જે કંઈ પણ અતિ સુંદર સુખ દેખાતું હોય, તે સ્વર્ગના સુખ સાથે સરખાવી શકાય. “સ્વર્ગ હાય આ જ સ્વર્ગ છે.' એક સમયમાં એક અથવા બે અથવા ત્રણ અથવા સંખ્યાતા, અસ ખ્યાતા સુકત કરનારા જેવો દેવલોકમાં જાય છે. તે સાંભળી ગણધર ભગવંતે કહ્યું- “હે ભગવંત! એમ જ છે, એ વાતમાં ફેરફાર નથી.” ભગવંત સમવસરણમાંથી ઊભા થયા. ગ્રામાનુગ્રામ નગરાદિકમાં વિહાર કરતા, ભવ્યજીના મિથ્યાત્વ-અંધકારને દૂર કરતા “ સમેતપર્વત ”ના શિખર પર પહોંચ્યા. માગશર વદિ એકાદશીના દિવસે મઘાનક્ષત્રમાં ચંદ્રને વેગ છે, તે સમયે શેલેશીકરણ કરીને ભોપગાહી કમને ક્ષય કરીને પદ્મપ્રભ પ્રભુ સિદ્ધિપદને પામ્યા. છઠ્ઠા શ્રીપદ્મપ્રભ તીર્થકરનું ચરિત્ર સમાપ્ત થયું. [૮] (૯) શ્રીસુપાર્શ્વ સ્વામીનું ચરિત્ર ત્યાર પછી પદ્મપ્રભ પછી નવહજાર ક્રોડ સાગરોપમ ગયા પછી “સુપાર્શ્વ સ્વામી ” ઉત્પન્ન થયા. તે પ્રિયંગુમંજરી સરખા વર્ણવાળા અને બસ ધનુષ ઊંચી કાયાવાળા હતા. તેમનું આયુષ્ય વીશલાખ પૂર્વનું હતું. તે કેવી રીતે ? તે કહે છે આ સંસારતલમાં જે કઈ સંસારના અલંકાર–સમાન છે, તેવા સપુરુષે પુણ્યરાશિ માફક સ્વરૂપથી જ પ્રગટ થાય છે. જંબુદ્વીપ નામના આ દ્વીપમાં, ભરતક્ષેત્રમાં, ઘણું લેકે અને ધનથી સમૃદ્ધ, પ્રમુદિત ગામડીયા લેકે વડે જેમાં એકીસામટ હર્ષને કેલાહલ ઉછળી રહેલ છે, વગર પ્રયત્ન તૈયાર થયેલાં ધાન્યનાં ક્ષેત્રો વડે રમણીય એ “ કાશી ” નામને દેશ છે. ત્યાં આગળ હંમેશા ગમે ત્યાં જાવ, તે પણ મનહર ભેજનની પ્રાપ્તિ થાય છે, એટલું જ નહિ, પણ માર્ગના મુસાફરો દરિદ્રના ઘરે જાય, તે પણ દહીં, શાલિચોખા અને રાબનું ભેજન મેળવે છે. ત્યાં “વાણારસી નામની નગરી છે. તે નગરીમાં કુબેરની ત્રાદ્ધિ કરતાં અધિક ઋદ્ધિવાળા ધનપતિઓ વસે છે. ત્યાં અભિમાની શત્રુઓના માનનું મન કરનાર, ભુવનમાં ઉભરાતા યશ-સમૂહવાળે, કીર્તિમહાનદીના વહેતા પ્રવાહવાળે, ઉન્નત ભુજા અને ઉન્નત મસ્તકવાળ, દૂરસુધી ફેલાયેલા પ્રતાપવાળે, સમગ્ર લેકને આનંદ કરાવનાર, સુંદર ચરિત્રવાળે “સુપ્રતિષ્ઠિત નામને રાજા હતા. તે રાજાને રતિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy