SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સગરના આઠ હજાર પુત્રોનું દહન ૯૫ ( તે જ પુત્રો છે, જે પિતાએ આચરેલ માર્ગનું સેવન કરે છે. તેમના ગુણ ગ્રહણ કરવાવડે જગતમાં પિતા પણ પ્રશંસા પામે છે. પરંતુ દુઃશીલ પુત્રોથી પિતા પણ નિરંતર અપયશ પામે છે, આ ભુવનને તપાવનાર કરણા હાવા છતાં લેાકો સૂર્ય ઉપર રાષ કરે છે. હવે આ મદિરની શાશ્ર્વતી મનહર ચૂલા ન ભગ્ન થાય, તેમ તમે આ કાર્યથી અટકી જાવ અને આ દડરત્નને પાછું ખેંચી લે. જેમ ભમરાએ કમળમાંથી રસ ગ્રહણ કરીને પાતાનુ કાર્યં સાધે છે, પણ કમળને પીડા કરતા નથી, તેમ ગુણવાન પુરુષોના આચાર છે કે, પેાતાનુ કાર્યં જરૂર કરે છે, પરંતુ બીજાને હરકત કરતા નથી. એમ સાંભળીને જનુકુમાર કહેવા લાગ્યા કે, અમારે। પ્રયાસ તમારા ભવન ભાંગવા માટે ન હતા, પરંતુ રક્ષણ માટે અષ્ટાપદ ફરતી ખાઈ કરવા માટે હતા. દંડ વજનદાર હાવાથી તમારા ભવનમાં ઉપદ્રવ થયે, આમાં અમારા લગાર પણ દોષ નથી, તે કેપના ત્યાગ કરી, હવે ફરી આમ અમે નહી' કરીએ.’ જ્વલનપ્રભ શાંત થઇને પેાતાના ભવનમાં ગયે. સગરના સાઠ હજાર પુત્રોનુ દહન નાગેન્દ્ર ગયા પછી જનુકુમારે કહ્યું કે, કુરતી ખાઈ ખાદીને આ અષ્ટાપદને અલ'ધનીય કર્યાં, પણ પાતાલ સુધી ઊંડી ખાઇ ખાલી શે।ભતી નથી, માટે આમાં જળ ભરવાને ઉપાય કરીએ.’ એમ કહીને જત્તુકુમારે દડરત્ન ગ્રહણ કર્યું, અને તેનાથી ગંગાના કિનારા સુધી પૃથ્વી ખેાઢી નાખી. દડરનને અનુસારે મેટાં માજાઓની શ્રેણિથી આકુળ બનેલી ગંગા ખાઇમાં વહેવા લાગી. અને આખી ખાઈ જળથી પૂર્ણ થઈ. ખાઈમાં છિદ્રો પડેલાં હાવાથી નાગકુમારોના ભવનમાં જળધારાના પ્રવેશ થયે. તેવા પ્રકારનું નાગદેવનું ભવન વ્યાકુળ જોઇને એક નાગદેવે કહ્યું કે, હે મહારાજ ! પૂર્વે કોઇ પણ વખત ન જાણેલ એવા જળના પ્રવાહ નાગભવનામાં કાંથી આવી રહેલા છે ? ભયથી વિખૂટા પડેલા, પ્રચંડ કલ્લેાલથી જેમની સ્થિરતા નષ્ટ થઈ ગઈ છે—એવા નાગેાના અત્યન્ત દુઃસહુ એવા કુટુંબભંગ થયા, પાણીના પ્રવાહમાં નાગિનીના સમૂહ તણાઈ રહ્યો છે, પાકારથી ઉઠેલા જવલન અને ઊછળતા ભયંકર જલ–પૂરવાળું પાતાલતલ જોવાય છે. ભવનાના વિવરેશમાં પાણી ભરાઇ જતાં, હાહારવના પડઘા નીકળી રહ્યા છે-એવા નાગલાકને સાંભળીને રુષ્ટ થયેલ નાગેન્દ્ર ત્યાર પછી બોલ્યા-‘સગરના પુત્રો દુઃશીલ છે. જેઓએ ઇડરન વડે ધરાપીઠને ખાદાવીને પાતાલતલને પાણીથી ભરપૂર કર્યું છે. મેં પહેલાં સામ-સાન્ત્યન કર્યું, એ પછી અલથી ગર્વિતાએ આવું આચરણુ કર્યું છે. આશયના વશથી તે તેને જૂદી રીતે જ પરિણમ્યું છે- માન વડે ઉન્નત એવા લોકોને પણ સામવચન સ્પષ્ટ રીતે ગૌરવને પ્રકાશિત કરે છે, અન્યયા દંડ માટે યાગ્ય નરેશને તા હીનતા કરે છે. ખરેખર, ગુણેાથી માન્ય એવા પુરુષને એ જ નીતિએ હાય છે, વિનય-સૂચકસામ અથવા પ્રતાપને વિસ્તારનાર દંડ જ. એએએ મારી સમક્ષ વિનય ગુણુથી યુકત સામ જોયું, હવે હું દડને દર્શાવું કે, જેને તેઓ ફરી ન જુએ.’ રાષ-પૂર્વક એમ કહીને તેણે મહાધાર વિષ એવા ઘણા નાગકુમારાને ખેલાવ્યા અને તેમને કહ્યું કે- તમે સગરના પુત્રોને મારા ' પ્રજવલિત નયનવાળા તે નાગકુમારેએ પણ નીકળીને સગરના પુત્રાને તેવી રીતે જોયા કે જોતજોતામાં જ (બળીને) અદૃશ્ય થઈ ગયા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy