SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ સન્માનયોગ્ય-બહુમાન્ય : ધર્મક્ષેત્રનો સંચાલક માનની અપેક્ષા ન રાખે પણ એનો સ્વભાવ, વ્યવહાર જ એવો હોય કે લોકો તેને સહજ માન આપે, એની વાતને માન્ય રાખે. એનો વિનય, સદાચાર અને વ્યવહાર એવો હોય કે લોકો એની વાત માન્યા વિના રહે નહિ, એને સન્માન આપ્યા વિના રહે નહીં. એ કોઈ પણ સારી વાત મૂકે કે તરત જ લોકો એને સ્વીકારી જ લે. શ્રીધર્મરત્ન પ્રકરણ ગ્રંથમાં શ્રી શાંતિસૂરિજી મહારાજે ‘લોકપ્રિયતા' નામનો ગુણ બતાવ્યો છે. ધર્મ કરવા માટે એ એક જરૂરી ગુણ કહ્યો છે. જેનામાં છ ગુણો હોય તે લોકપ્રિય બની શકે છે. આ લોકવિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ-૧, પરલોક વિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ-૨, ઉભયલોકવિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ-૩, વિનય સમૃદ્ધ-૪, શીલ સમૃદ્ધ-પ અને દાન સમૃદ્ધ-૬, જેનામાં આ છ ગુણો હોય તે સહજ રીતે લોકપ્રિય બની શકે. એમાંથી આ લોક, પરલોક અને ઉભયલોક વિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ - એમ ત્રણ ગુણોનું સ્વરૂપ પહેલા ગુણના અવસરે વિચાર્યું છે. એટલે ફરી રીપીટ નથી કરતો. જેનામાં આ ત્રણેય પ્રકારની લોકવિરુદ્ધ પ્રવૃત્તિઓ ન હોય, અને આગળ વધીને ચોથા નંબરે વિનયસમૃદ્ધ : જીવન વિનયગુણથી સમૃદ્ધ હોવું જોઈએ - ૪, પાંચમા નંબરે શીલસમૃદ્ધ : જીવન સદાચારોથી મઘમઘતું બનેલ જોઈએ સદાચારી હોવો જોઈએ - ૫ અને છઠ્ઠા નંબરે દાનસમૃદ્ધ : દાનવીર-ઉદાર હોવો જોઈએ - ૬. આ છ ગુણો હોય તે લોકપ્રિય બની શકે; ન હોય તે લોકપ્રિય બનતો નથી. ટ્રસ્ટી બનનાર આત્મામાં આ છ ગુણ અવશ્ય હોવા જોઈએ, એ કોઈપણ પ્રસ્તાવ મૂકે કે સહજ લોકો સ્વીકારી લે. આના ઉપરથી તમારે એ સમજવું જરૂરી છે કે, ટ્રસ્ટી, વહીવટદાર, સંચાલક બનનારે આ ત્રીજા યુક્ત ગુણને મેળવવા, આ લોકમાં અપ્રીતિ કરે, અહિત કરે તેવા નિંદા વગેરે દૂષણોથી જીવનને મુક્ત રાખવાનું છે – ૧, પરલોકમાં અહિત કરે તેવા કર્માદાનના ધંધા વગેરેથી દૂ૨૨હેવાનું છે - ૨,અને આ લોકઅને પરલોકનેબગાડે તેવાં સાતેય વ્યસનો પૈકીના એક એક વ્યસનને જીવનથી દૂ૨ ૨ાખવાનું છે - ૩. जैनमंदिर की भूमि में दस आशातनाएँ त्यागें तथा देवद्रव्य के भक्षण के दोष एवं रक्षण के लाभ जानें । दर्शनशुद्धि प्रकरण Jain Education International પ્રવચન-૨ : સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૭૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy