SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ મંગળદીવાના પૈસા ભંડાર ફંડ જ ગણાય. ગોઠીઓનો તે પર કોઈ હક્ક શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના વહીવટની શાખા પેઢીઓમાં અપાયેલ નથી તે જાણશો. - લિ. જનરલ મેનેજર ઉપરોક્ત પત્રથી ફલિત થાય છે કે, શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેટી, અમદાવાદ હસ્તક ભારતભરનાં જેટલાં તીર્થો અને દેરાસરોનો વહીવટ છે, તેમાં આરતી, મંગળદીવાના પૈસા પૂજારીઓને નહિ આપતાં ભંડાર ખાતે (દેવદ્રવ્ય ખાતે) જમા લેવાય છે. આ જ પ્રમાણે ભારતમાં શંખેશ્વરજી તીર્થ મહાપ્રસિદ્ધિ પામેલ છે. આ તીર્થની યાત્રા કરવા ભારતભરમાંથી દર વર્ષે લાખો યાત્રાળુઓ આવે છે. આ તીર્થમાં પણ આરતી મંગળદીવાના પૈસા પૂજારીઓને ન અપાતાં ભંડાર ખાતે (દેવદ્રવ્ય ખાતે) લઈ જવાય છે. શંખેશ્વરજીની પેઢી તરફથી મળેલ પત્રની નકલ અક્ષરશઃ નીચે મુજબ છે. પત્ર જા.નં. ૧૮૫/૧૫/૯૫ શેઠ જીવણદાસ ગોડીદાસ પ્રતિ, શ્રી મહેન્દ્રભાઈ સાકરચંદ શાહ શંખેશ્વર પાર્શ્વનાથ બંગલા નં.૧/૧, કેવડીયા કોલોની, જૈન દેરાસર ટ્રસ્ટ જિ.ભરૂચ-૩૯૩૧૫૧. વાયા-હારીજ, મુ.શંખેશ્વર, જિ. મહેસાણા. તારીખ : ૨૨-પ-૯૫ શ્રીમાનજી, જયજિતેન્દ્ર સાથે લખવાનું કે, આપનો પત્ર તા. ૧૭-પ-૯૫તો મળેલ છે. જેમાં આરતી/મંગળદીવાના પૈસા બાબતે પૂછાવેલ. સદરહુ આરતી/મંગળદીવાના પૈસા ભંડારમાં જાય છે. પૂજારીને અન્ને અપાતા નથી. જે વિદિત થાય, કામ સેવા લખાવશો. - લિ. જનરલ મેનેજર કનુભાઈના જય જિનેન્દ્ર વાંચશોજી." સૌથી મોટા વહીવટને સંભાળતી તીર્થની પેટીઓમાં આરતી/મંગળદીવાની આવક અંગે શાસ્ત્રીય પ્રથાનું પાલન થાય છે, તે આનંદ અને અનુમોદના કરવા યોગ્ય છે. ભારત અને ભારત બહારના તમામ જિનાલયોના વહીવટદારો આ આદર્શને લક્ષ સામે રાખી શાસ્ત્રીય હિતકારી માર્ગને અમલી બનાવે એ જ અભિલાષા. જ છેક ૨૧૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy