SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિના નામે આપવો અને જીવનભર એના ઉપર સવાર થઈ રહેવું, એના જેવું બીજું કોઈ પાપ નથી. સાધર્મિકભક્તિનો બીજો એક પ્રકાર બતાવું. ભૂતકાળમાં પૂજાઓ ભણાતી. આજે જેમ પૂજારી સ્નાત્રમાં ઊભો રહે તેમ એ વખતે નહોતું રહેતું. આઠ પૂજાઓ હોય તો આઠે આઠ પૂજામાં, જુદા જુદા આઠ આઠ ભાઈઓ અને આઠ આઠ બહેનો પૂજાનાં વસ્ત્રો પહેરી ઊભાં રહેતાં. શ્રીમંત ભાઈ પૂજા ભણાવે ત્યારે પોતાના સામાન્ય સ્થિતિના સાધર્મિકોને આમંત્રણ આપતા. એમને દરેકને નવી પૂજાની વસ્ત્રજોડ આપતા. પહેલાં જમાડી પછી પૂજામાં ઊભા રાખતા. પૂજા પૂરી થતાં એ વસ્ત્રો એમને જ લઈ જવાનું કહેતા. પૂજા બાદ પણ જમાડીને જ મોકલતા. જો આવો વ્યવહાર હોય તો પૂજા કેટલા ઠાઠથી ભણાય. હાજરી કેટલી સુંદર રહે! સાધર્મિકની દ્રવ્યભક્તિ પણ ઉત્તમ પ્રકારે થાય અને ધર્મમાં જોડવા દ્વારા ભાવભક્તિ પણ ઉત્તમ થાય. નાના બાળકોને પ્રભાવના એટલી બધી અપાતી કે, એને લઈ જતાં મુશ્કેલી પડતી. આવું કરાય તો બીજી વાર પૂજા હોય તો એ સાધર્મિકો આવે કે નહિ ? પૂજાની જેમ સાધર્મિકભક્તિના પ્રસંગે પણ સાધર્મિકભક્તિના આખા આયોજનની અને પીરસવા વગેરે દરેક કાર્યોની જવાબદારી આર્થિક રીતે સામાન્ય સ્થિતિના સાધર્મિકોને સોંપાતી. એમને બોલાવીને એમને પહેલાં જમાડતા. એમને પીરસવાનું કામ આયોજન કરનાર શ્રીમંત કુટુંબ પોતે કરતું અને સાધર્મિકભક્તિનું કામ પત્યા પછી એ બધા બોલાવેલા સાધર્મિકોને ફરી જમાડી, બહુમાન કરી, શ્રીફળ-ચાંલ્લો કરી કહેવાતું કે, “આપના દ્વારા અમારો આ પ્રસંગ દીપી ઊઠ્યો. આપનો ઉપકાર ક્યારેય નહીં ભૂલીએ.” આવો ઉત્તમ વ્યવહાર હતો. આજે સાધર્મિકવાત્સલ્યમાં વેઈટરો અને કેટરર્સ બોલાવવા પડે છે. કોઈ આવતું નથી કામ કરવા કે પીરસવા. કેમ? ઉદારતા ગઈ, સાધર્મિક ભક્તિ ગઈ पठति-पाठयते पठतामसौ वसन-भोजन-पुस्तक वस्तुभिः । प्रतिदिनं कुरुते य उपग्रहं स इह सर्वविदेव भवेत्ररः ।। મા વોરા ટીકા ૧૮૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy