SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ઝાડીમાંથી બુકાનીધારી ત્રણ લૂંટારાઓ કૂદીને બહાર આવ્યા. આમ છતાં આ જરાય ગભરાયા વિના ઊભો રહ્યો. “એય ! બોલ તારી પાસે શું શું છે ?” લૂટારામાંથી એક બોલ્યો. આણે કહ્યું : “મારા અંગ પર દેખાય છે, તે તો છે જ; એ સિવાય પણ હું જે કમાઈને લાવ્યો છું, તે બધું મારી કમરે વાંસળીમાં ભરેલું છે.” ‘તારે એ બધું આપી દેવું પડશે!” લૂંટારાએ ત્રાડ પાડી. આણે સ્વસ્થ મને પૂછયું, ‘દાનમાં માગો છો ? કારણ વ્યાજબી લાગશે તો બધું જ આપી દઈશ. લૂંટારાએ કહ્યું. “અમે બામણ નથી કે માગીને લઈએ; અમે ક્ષત્રિય છીએ બળથી લઈશું.” એટલે ચાંપાએ તરત જ કહ્યું કે, “બળથી લેવા માગો તો રાતી પાઈ પણ નહિ મળે. એમ બળથી આપી દઉં તો મારી પત્ની મને ઘરમાં ન પેસવા દે અને એ મને કહે કે, “આજે ધન આપ્યું કાલે મનેય આપી દેશો.’ લૂંટારાઓએ કહ્યું તો લડવા તૈયાર થઈ જા !” જેવી લડવાની ચેલેન્જ આવી તેવો એ ઊંટ પરથી નીચે કૂદી પડ્યો. લૂંટારા થોડા પાછળ ખસ્યા. એની કૂદવાની રીત જોતાં લાગ્યું કે પાગલ લાગે છે કે શું? પણ હજુ કાંઈ એ વિચારે એ પહેલાં તો એણે પોતાના ભાથામાંથી લોખંડનાં બે તીર ખેંચી કાઢ્યાં અને જોતજોતામાં તો તોડીને નાંખી દીધાં. એમને લાગ્યું : લાગે છે તો બળિયો. લોખંડનાં બાણ આમ જોતજોતામાં તોડી નાંખ્યાં. આ જોઈને એ લોકો વિચારમાં પડ્યા. એણે કરેલો વ્યવહાર એમની સમજમાં ન આવ્યો. એટલે એમને કુતૂહલ પેદા થયું. એમણે પૂછ્યું : “ભાઈ ! લડવાની વાત પછી, પહેલાં કહે કે તું ઊંટ પરથી નીચે કેમ કૂદી પડ્યો ? અને ભાથામાંથી બે બાણોને કાઢીને એને તેં તોડી કેમ નાંખ્યાં ?' ત્રણેય લૂંટારાઓના મનમાં એક જ વિચાર ચાલતો હતો કે આ માણસનો વ્યવહાર સામાન્ય માણસ જેવો નથી લાગતો; કારણ કે, જ્યારે ભય આવે ત્યારે માણસ ભાગવા માંડે અને પોતાની પાસે રહેલું ધન છુપાવે, જ્યારે આણે તો शिष्टाः शिष्टत्वमायान्ति शिष्टमार्गानुपालनात् । तल्लङ्घनादशिष्टत्वं तेषां समनुपद्यते ।। - તિરુક્ષસજીવટી ૧૩૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy