SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મક્ષેત્રનો વહીવટ કરનારે તેણે જે જે કાર્યો ક૨વાનાં છે, તે તે વિષયનું, તેને લગતી તમામ વિધિઓનું પૂરેપૂરું જ્ઞાન મેળવી લેવું જોઈએ. જૈનશાસનની ભૂગોળ કે ખગોળ શું કહે છે એ વિષયનું જ્ઞાન હજુ તમે નથી મેળવ્યું, એ હજુ એકવાર ચાલી શકે, પણ સંચાલનક્ષેત્ર માટે જરૂરી એવા વિષયોનું સાંગોપાંગ જ્ઞાન તો જોઈએ જ. એ ન હોય તો કેમ ચાલે ? એમાં શાસ્ત્રીય વિધિ-મર્યાદાઓનું જ્ઞાન પણ જોઈએ અને કાયદાકીય મર્યાદાઓનું જ્ઞાન પણ જોઈએ. વ્યાવહારિક વિધિ-નિષેધનો ખ્યાલ પણ જોઈએ અને અવસરોચિત કાર્ય-અકાર્યનો પણ ખ્યાલ જોઈએ. ધર્મક્ષેત્રના સંચાલન માટે જરૂરી ‘શ્રાદ્ધવિધિ', ‘ધર્મસંગ્રહ' અને ‘દ્રવ્યસપ્તતિકા’ જેવા ગ્રંથોનો અભ્યાસ વહેલામાં વહેલી તકે કરી લેવો જોઈએ. જ્યાં ન સમજાય ત્યાં ગીતાર્થ ગુરુને પૂછીને તેમનું માર્ગદર્શન મેળવીને સમજને સ્પષ્ટ કરવી જોઈએ. જે વસ્તુ તમને ન સમજાય તે તમને ગીતાર્થ ગુરુઓ જરૂર સમજાવશે, પણ મહેનત કરીને તમારે તૈયાર થવું જોઈએ. આ ઉપરાંત જે રાજ્યમાં તમે રહેતા હો એ રાજ્યના જે જે કાયદાઓ તમારી સંસ્થાને લાગુ પડતા હોય એનો પણ સારો અભ્યાસ તમારે ક૨વો જરૂરી છે. એ કાયદામાં વખતોવખત થતા ફેરફારો, કરોના દરો, છૂટછાટો, વિવિધ પ્રોવિજનો આદિનો પણ અભ્યાસ જોઈએ, એ માટે જરૂરી એવા કાયદાકીય સલાહકારો પાસેથી પણ જ્ઞાન મેળવવું જોઈએ. જે વહીવટદારોને આ બધું જ્ઞાન નથી હોતું અને જેઓ એ જ્ઞાન ન હોવા છતાં તેના જાણકારને પૂછતા નથી કે તેમના દ્વારા અપાતી સમજને સ્વીકારતા પણ નથી, તેઓ શ્રીસંઘને અને શાસનને પારાવાર નુકસાનમાં ઉતારે છે અને એ દ્વારા એ પોતે પોતાનું પણ કારમું અહિત કરે છે. આવું ન બને માટે તે તે કાર્યની વિધિના જાણકાર બનવું જ જોઈએ. ૧૨ - આળાવઢાળો - આજ્ઞાને પ્રધાન કરનાર, આજ્ઞાનો આદર કરનાર - जैनशासन की वृद्धि करनेवाले एवं ज्ञानदर्शन गुणों की प्रभावना करनेवाले ऐसे देवद्रव्य की रक्षा करनेवाला અલ્પસંસારી (લયુમી) રોતા હૈ । संबोध प्रकरण Jain Education International પ્રવચન-૨ : સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૧૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy