SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ 541 -- - ૧ : સદાચારનું મહત્ત્વ સમજો ! - 38 – ૧૩ આ પ્રમાણે તમે કોઈના મિત્ર બનો, તો એવા બનજો કે તમારો મિત્ર પણ કાંઈક પામે. પણ તમારામાં હોય, અહીં હૈયે પણ હોય, તે પામે ને ! શ્રી અભયકુમારની યોજનાઓ જ એવી હતી કે રોજના પાંચસો પાડા મારનારના દીકરાને પણ એ એવો બનાવી શક્યો. અશુભોદય વખતે સારી ચીજ પણ ખરાબ નીવડે. દરેક ચીજને તેના સ્વરૂપમાં માનો, તો સમાધિમરણ થાય. વાતવાતમાં મૂંઝાઓ તો કામનો અંત ન આવે. જે વસ્તુ જે રીતે હોય, તે રીતે તે વસ્તુને માનો તો બધી ક્રિયા ફળે, નહિ તો ધૂળ ઉપર લીંપણ. ભલાની ભાવનાએ કટુ પણ કહેવાય ? ધર્મક્રિયા કરનારનું અંતર દુનિયાથી જુદું જ હોય. વ્રતધારીની વાત તો દૂર રહી, પણ સમ્યગ્દષ્ટિને પણ શાસ્ત્ર અલ્પસંસારી કહ્યો છે. એ પણ શ્રી અરિહંતદેવ તથા નિગ્રંથની સેવા કરે છે, તે પણ ચારિત્રની જ સેવા છે ને ! સમ્યગ્દષ્ટિ આત્માની દેવગુરુની સેવા અખંડિત હોય. જાણો છો કે સમ્યકત્વનું ત્રીજું લિંગ કયું ? ન જાણતા હો તો જાણો કે - “વૈયાવચ્ચ ગુરુદેવનું, ત્રીજું લિંગ ઉદાર : વિદ્યાસાધક તણી પરે, આળસ નવિ ય લગાર રે. પ્રાણી” ત્રણ લિંગ કયાં ? શુશ્રુષા, ધર્મરાગ અને વૈયાવચ્ચ. શુશ્રુષા એટલે શ્રી સર્વજ્ઞદેવના શાસ્ત્રને સાંભળવાની ઇચ્છા. એ કેવી હોય ? એનું વર્ણન કરતાં શ્રી ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે – “તરુણ, સુખી, સ્ત્રી પરવાર્યો રે, ચતુર સુણે સુરગીત; તેહથી રાગે અતિ ઘણે રે, ધર્મ સુણ્યાની રીત. પ્રાણી” તરુણ હોય, સુખી પણ હોય, સ્ત્રીથી પરિવરેલો હોય, ચતુર હોય, એટલે પાંચે ઇંદ્રિયોના વિષયોના ઉપભોગમાં તીવ્ર કુશળતા ધરાવનારો હોય અને દેવતાઈ ગાનતાનમાં ગુલતાન હોય, આમાં જે રાગ હોય તેથી અતિ ઘણા રાગથી ધર્મ સાંભળવાની રીત છે. આ ક્યારે થાય ? આ આગમ, આ ધર્મ પ્રત્યે તે જાતનો સદ્ભાવ આવે તો ને ? વિષયાંધોએ સ્ત્રીનાં અંગોપાંગોને જે જે કલ્પિત ઉપમા આપી છે, તે પ્રત્યે મહાપુરુષોએ ભયંકર ટીકાઓ કરી છે. એ ભયંકર ટીકા કરવાનો હેતુ એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy