SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ બ૩ -૮ : બધું જ છ કાય જીવોની રક્ષા માટે ? - 45–– ૧૧૫ શાસ્ત્રકારે ગૃહસ્થને તપાવેલા લોઢાના ગોળાની ઉપમા આપી છે. એ ગોળો ગબડ્યા જ કરે. એ ગોળો ગોળ-ઢાળ આવે ત્યાં ગબડે-ટકે જ નહિ. સ્પર્શાય ત્યાં ડામ થાય-કાં ભડકો થાય, કાં કાળાશ થાય. બહુ વખત રહે તો ભડકો થાય નહિ તો કાળાશ કરે : પણ કંઈક કરીને તો જાય. “લોઢાનો ગોળો' - એ નાનીસૂની ઉપમા છે ? કારણ એ ષકાયનો વિરાધક છે. જેટલે અંશે એ દૂર રહે એટલે અંશે એને લાભ! બાકી એનાથી બીજું થાય શું? પરમેષ્ઠિપદમાં તો તે જ હોય, કે જેણે સર્વ સાવઘનો ત્યાગ કર્યો હોય, અને તો જ એ તારક બનવાને લાયક ! તથી તો જ એ તારવાની ક્રિયા કરી શકે છે. મુનિની દરેક ક્રિયાનો હેતુ છે? સભા : અપવાદે મુનિને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય ખરું? મુનિ માટે કોઈ પણ પુણ્યની ક્રિયા જ નથી. મુનિની સઘળી જ ક્રિયાઓ નિર્જરાની જ છે. અસ્તુ. મુક્તિના અર્થીમાત્રની ઇચ્છા નિર્જરાની જ હોય, છતાં પણ જો બંધ થાઓ તો પુણ્યાનુબંધી પુણ્યનો થાઓ, એમ ઇચ્છ. મુનિનું તથા ગૃહસ્થનું સ્થાન જુદું છે. મુક્તિ ન મળે ત્યાં સુધી સાધન તો જોઈશે, પણ પાપ કે પાપાનુબંધી પુણ્યનો બંધ આવતો હોય તો તે ન આવે અને પુણ્યાનુબંધી પુણ્ય આવે એ મજાનું છે : ધર્મક્રિયા માત્ર મુક્તિના ઇરાદે જ કરવી જોઈએ. અન્ય ઇરાદે કરે તો એ પણયમાં પાપાનુબંધનો અંશ લાગતાં વાર ન લાગે. મુનિની તથા શ્રાવકની મર્યાદા સમજાય નહિ, ત્યાં સુધી ચરણકરણાનુયોગનું પાલન કઠિન છે. તત્ત્વજ્ઞાનની વાતો વાણીથી છાંટવી સહેલી છે : વાતો બધી કરાય, પણ જો ચરણની ભાવના ન હોય તો એ બધું, માણસને લબાડ બનાવે. ચરણની રુચિ જવાથી માણસ શાસ્ત્રનો મનગમતો ઉપયોગ કરે છે. શાસ્ત્રનો મનગમતો ઉપયોગ કરનાર પ્રભુના શાસનમાં રહેવા માટે લાયક નથી. દ્રવ્યાનુયોગ જુએ અને બીજો યોગ આપો મૂકે તે કેમ ચાલે?બધા અનુયોગ ભેગા થાય તો ફળ થાયને ! જે વસ્તુ જે રીતે જોવાવી જોઈએ, તે રીતે ન જોવાય ત્યાં સુધી લાયક થઈ શકાતું નથી. હજી તો અજ્ઞાનીઓ ગૃહસ્થધર્મ શું એ પણ સમજતા નથી. એટલે “ઘર ચલાવવું, લગ્ન કરવાં' - એ બધાંને ગૃહસ્થ ધર્મ માને છે. ભગવાને બે પ્રકારનો ધર્મ કહ્યો, એમાં આરંભ-સમારંભ, પરિગ્રહ, રંગરાગ નથી આવતા પણ આ તો ત્યાં જ વાંધા છે. આજ તો કહે છે કે રાજા હોય એ રાજ કરે અને ગૃહસ્થ હોય તે ઘર ચલાવે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy