SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ વિશુદ્ધિ કેન્દ્રને સક્ક્સિ કરે છે. આ રંગ વ્યક્તિના સ્વાર્થીપણાને દૂર કરી તેને સામાજિક બનાવે છે અને તેને પરિપશ્ર્વિક વાતાવરણને અનુકૂળ બનાવે છે. વાદળી કપડાં અને વાદળી ફર્નિચર વ્યક્તિને થાકની અનુભૂતિ કરાવે છે. જો તેની સાથે બીજા રંગોનું મિશ્રણ હોય તો કોઇ મુશ્કેલી નડતી નથી. આ સત્ય, સમર્પણ, શાંતિ અને પ્રમાણિકતા તથા આંતરિક જ્ઞાન અને પ્રાતિભજ્ઞાનનો સૂચક રંગ છે. જાંબલી રંગ (Indigo colour) આ રંગ થાઈરોઇડ ગ્લેન્ડને નિષ્ક્રિય બનાવી પેરાથાઇરોડ ગ્લેન્ડને સક્રિય કરે છે. એ માંસપેશીઓની શક્તિ વધારે છે, લોહીને શુદ્ધ કરે છે અને શ્વાસઉચ્છવાસને મંદ કરે છે. રોગી જાંબુડી રંગની તરફ એકીટશે જુએ છે અને સજાગ રહીને પોતાના શારીરિક અવયવનાં દર્દો પ્રત્યે શૂન્ય થઇ જાય છે. આ જાંબુડી રંગ તેની ચેતનાને એટલા ઊંચા પ્રકંપનો સુધી લઇ જાય છે કે તે સ્થિતિમાં તેને પોતાના શરીરનું પણ ભાન રહેતું નથી. આ વર્ણ સૂક્ષ્મ શરીરોની આંતરિક વિધુત્ત્ને તથા જ્ઞાનકેન્દ્રને નિયંત્રિત કરે છે. આ રંગ ભૌતિક, ભાવનાત્મક તથા આધ્યાત્મિક સ્તર પર દૃષ્ટિ, શ્રવણ અને સુગંધની શક્તિને પ્રભાવિત કરે છે. રીંગણી રંગ (Violet colour) રીંગણી રંગ મસ્તિષ્કના ઉપરના ભાગને પોષણ આપનાર છે. એ પિત્તને પ્રભાવિત કરે છે, કાર્યવાહી નાડીમંડળને સુસ્ત બનાવતો તે લોહીની શુધ્ધિ અને હાડકાંની વૃદ્ધિમાં સહાયક થાય છે. હિંસાત્મક પાગલપણાથી છૂટકારો મેળવવા માટે આ રંગ. ખૂબ જ ઉપયોગી છે. તે પ્રેરણાદાયક અને અત્યધિક ભૂખ પર નિયંત્રણ સ્થાપિત કરવામાં મદદકર્તા છે. એ સ્વાસ્થ્યનું પ્રતીક છે અને સ્વાસ્થ્ય-કેન્દ્રને સંયમિત કરે છે. કેટલાક વિદ્વાનો માને છે કે રીંગણી રંગના પ્રકાશમાં ધ્યાન દસ ગણું સારૂં થાય છે. અંધ કાચથી રીંગણી પ્રકાશ નાખવામાં આવે તો ધ્યાનશક્તિનો વિકાસ થાય છે. Jain Education International For Private &ŻEsonal Use Only www.jainelibrary.org
SR No.004807
Book TitlePrekshadhyana Leshya Dhyana
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy