SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ અને જાણવા દ્વારા આ બધી વાતો ઘટિત થઈ શકે છે ક્રોધ, અભિમાન, વાસના, સ્વાર્થ–ચેતના, ઈર્ષા, દ્વેષ, ઘણા આ બધી વૃત્તિઓ ત્યારે જાગે છે જ્યારે આપણું ચિત્ત નાભિની આસપાસ હોય છે. મનુષ્યનું ચિત્ત મોટાભાગે નાભિની નીચે જ કામ કરે છે, ઉપર કામ નથી કરતું, ઉપર નથી રહેતું. તેને ખબર જ નથી કે નીચે રહેવાથી શું થાય છે. આપણે એ સત્ય જાણું લઈએ કે ચિત્તને અધિકથી અધિક હદયથી ઉપર, કંઠથી ઉપર, મસ્તક સુધી રાખવું લાભદાયક હોય છે. વારંવાર ત્યાં રાખીએ તો આપણી વૃત્તિઓ સમાપ્ત થઈ શકે છે, સ્વભાવ બદલાઈ શકે છે. વ્યવહાર બદલાઈ શકે છે અને ચરિત્ર બદલાઈ શકે છે. વ્યવહાર અને આચરણને બદલવાનું, સ્વભાવ અને ટેવને બદલવાનું આ બહુ મોટું રહસ્ય છે. સામાજિક નિપત્તિ સાધના દ્વારા માનવીય સંબંધ પણ બદલાય છે. એક વ્યક્તિ ધ્યાન–સાધના કરનાર છે અને એક વ્યક્તિ સાધના કરનાર નથી. જે માનવીય સંબંધોના સંદર્ભમાં બંને સમાન હાય, તો ધ્યાન કરવાની કોઈ સાર્થકતા ના હોઈ શકે. જ્યારે સ્વભાવનું પરિવર્તન થશે, ત્યારે માનવીય સંબંધમાં અવશ્ય અંતર પડશે. પ્રેક્ષા–ધ્યાનનો અભ્યાસ કરનાર સાધક, પિતાનાં ચૈતન્ય કેન્દ્રોને જેનાર સાધક, શરીરના કણ કણમાં રૌતન્યનો અનુભવ કરનાર સાધક, સમતાની સ્થિતિમાં ચાલ્યો જાય છે. જ્યારે 63 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004806
Book TitlePrekshadhyana Chaitanya Kendra Preksha
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy