SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ પૂજાસંગ્રહ સાથે જીવહિંસાના પચ્ચકખાણ, શૂલથી કરીએ રે, દુવિહં તિવિહેણું પાઠ, સદા અનુસરીએ રે, વાસી બાળે વિદળ નિશિભક્ષ હિંસા ટાળું રે, સવા વિશ્વાકેરી જીવ દયા નિત્ય પાળું રે, આવો. ૩ દસ ચંદઆ દશ ઠાણુ, બાંધીને રહીએ રે, જીવ જાયે એવી વાત, કેહને ન કહીએ રે; વધ બંધન ને છવિ છેદ, ભાર ન ભરીએ રે, ભાત પાણીનો વિરછેદ, પશુને ન કરીએ રે. આ૦ ૪ પ્રભુની પૂજા કરીએ. તે પણ હે પ્રભુ ! આ પહેલા વ્રતના અતિચારોથી ધ્રુજીએ છીએ. ૨ જીવહિંસાના પચ્ચક્ખાણ ધૂલથી કરીએ અને દ્વિવિધ ત્રિવિધ (મન-વચન-કાયાથી ન કરું અને ન કરવું ) નો પાઠ હંમેશા અનુસરીએ. વાસીજન, બેલે (બેળ અથાણું), વિદળ ( કાચા ગેરસ સાથે કઠોળ ખાવું તે), અને રાત્રિભેજન કે જેમાં ઘણી હિંસા થાય છે તેને ત્યાગ કરું. અને ( નિરપરાધી ત્રસ જીવેની સંક૯પથી નિરપેક્ષપણે હિંસા ત્યાગ કરવા રૂપ) સવા વિધાની દયા નિરંતર પાળું. ૩ દશ સ્થાનકે (૧ દેરાસર, ૨ ઉપાશ્રય, ૩ પૌષધશાળા, ૪ સ્નાનગૃહ, ૫ ભેજનશાળા, ૬ ખારણીયા ઉપર, છ ઘંટી ઉપર, ૮ પાણીયારા ઉપર, ૯ ચૂલા ઉપર, અને ૧૦ શયનસ્થાને) દશ ચંદરવા બાંધીને રહીએ. અને કેઈપણ જીવની હિંસા થાય તેવું વચન બેલવું નહિ. (હવે આ વ્રતના પાંચ અતિચાર કહે છે) પશુને વધ ન કરે, તેમને ગાઢે બંધને બાંધવા નહિ, તેમની ચામડી વગેરેનો છેદ ન કર, તેમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy