SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ બારવ્રતની પૂજા સાથે - - - - - - તિણે કારણ પૂજા રચું, અનુપમ તેર પ્રકાર; ઉતરવા ભવજળનિધિ, એ છે આરા બાર, સુરતરુ રૂપાને કરી, નીલ વરણમેં પાન; રક્તવર્ણ ફળ રાજતાં, વામ દિશે તલ ઠાણ, તેર તેર વસ્તુ શુચિ, મેળવીએ નવરંગ; નરનારી કળશ ભરી, તેર ઠા જિન અંગ - ૯ હવણ વિલેપન વાસની, માળ દીપ ધૂપ ફૂલ મંગળ અક્ષત દર્પણે, નૈવેદ્ય ધ્વજ ફળ પૂર, ૧૦ દશા અંગમાં છે. પાંચમા આરામાં પ્રાણીને તે સાંભળતાં પણ ઉપકાર કરનાર છે. ૬ તે માટે-તેનું સ્વરૂપ સમજાવવા માટે અનુપમ એવી તેર પ્રકારની (સમ્યક્ત્વની અને બાર વ્રતની) પૂજા કરું છું. ભવસાગરને પાર પામવા માટે બાર ગ્રત તે બાર આરાઓ છે. ૭ આ પૂજા ભણાવતાં પ્રથમ રૂપાને કલ્પવૃક્ષ બનાવ. તેના પાન નીલવર્ણના બનાવવા. ફળે રક્તવર્ણન બનાવવા. તે કલ્પવૃક્ષ પ્રભુની ડાબીબાજુએ સ્થાપન કરે. ૮ નવીન આનંદપૂર્વક ફળ–નૈવેદ્ય વગેરે દરેક જાતની તેરતેર પવિત્ર વસ્તુઓ મેળવવી અને નરનારીઓએ હવણુજળના તેર કળશ પણ ભરીને પ્રભુ પાસે સ્થાપવા. ૯ ૧ હવણ, ૨ વિલેપન, ૩ વાસક્ષેપ, ૪ પુષ્પમાળ, ૫ દીપક, ૬ ધૂપ, ૭ પુષ્પ, ૮ અષ્ટમંગળ, ૯ અક્ષત, ૧૦ દર્પણ, ૧૧ નૈવેદ્ય, ૧૨ ધ્વજા, અને ૧૩ ફળ. આ પ્રમાણે પૂજાના તેર પ્રકાર સમજવા. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy