SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિતવર્ગ ૩૩ પંડિત પુરુષે સર્વથા તૃષ્ણા ત્યાગ કરનારા હોય છે, કામવાસનાને વશ થઈ તેઓ લપલપાટ કરતા નથી તથા સુખ કે દુ:ખનો અનુભવ થતાં ઊચા-નીચા થતા નથી એટલે કે હર્ષ કે શોકને દર્શાવતા નથી. ૮ સાધક પુરુષ પોતાને માટે કે પરને માટે પુત્ર, ધન કે રાષ્ટ્રને ન ઈચછે, અધર્મની પ્રવૃત્તિ કરીને પોતાની સમૃદ્ધિ વધારવાની વાંછા ન કરે, કિન્તુ તે શીલવાન, પ્રજ્ઞાવાન, અને ધર્મપરાયણ થાય. ૯ પાર પામનારા પુરૂષો, સંસારમાં ઘણુ થોડા હોય છે; વધારે ભાગની પ્રજા–જનસમૂહ તો કાંઠે કાંઠે દેડક્યા કરે છે. ૧૦ જે સાધકે સારી રીતે કહેવાયેલા ધર્મને સમજીને તે પ્રમાણે વર્તન રાખે છે, તેઓ જ દુસ્તર એવા મૃત્યુને પાર પામી શકનારા છે. ૧૧ પંડિત પુરષ કાળા એટલે પાપવાળા ધર્મને તજી દઈને શુકલ-પવિત્ર ધર્મની ભાવના કરે. ઘરમાંથી બહાર આવીને એટલે ઘરની મમતા તજી દઈને અનગાર & થઈ, એકાંતમાં રહી, ધર્મપરાયણ રહેવું વિશેષ કઠણ છે. ૧૨ - પંડિત પુરુષે કામભોગને તજી દઈ, અકિંચન બની એકાંતમાં જઈ પ્રસન્નતાથી રહેવું જોઈએ અને ચિત્તના કલેશેને દૂર કરી પોતાના આત્માને શુદ્ધ કરવો જોઈએ. ૧૩ * અગાર એટલે ઘર; જેને ઘર નથી તે અનગાર–અર્થાત્, જેણે સંસાનો પ્રપંચ તજેલ છે અને પિતાને માટે અમુક એક જ ધર સ્વીકાર્યું નથી તેનું નામ અનગાર એટલે કે ભિક્ષ. નવી પરિભાષામાં ઈચ્છાપૂર્વક ગરીબીને વરનારનું નામ “અનગર' છે; જેમ કે દેશબંધુ દાસ, જવાહરલાલ નહેરુ વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy