SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ બાલવર્ગ સાધકને પિતા કરતાં ઉત્તમ કે પોતાની સમાન સહચરસાથી ન મળે, તો તેણે દઢપણે એકલા જ જીવન વીતાવવું પરંતુ મૂઢ મનુષ્યોને સાથી ન કરવા. ૨ “પુત્રો મારા છે”, “ધન મારું છે એમ કહી કહીને મૂઢ મનુષ્ય હેરાન થાય છે, પરંતુ પિતે જ પોતાને. નથી, ત્યાં પુત્રો કે ધન પિતાનું શાનું થઈ શકે ? ૩ જે મૂઢ મનુષ્ય પોતાની મૂઢતાને જાણે છે, તેને પંડિત કહી શકાય અને જે મૂઢ પિતાને પંડિત માને છે, તેને મૂઢ કહી શકાય. ૪ મૂઢ માનવી જીવતાં સુધી પણ પંડિતનો સમાગમ સેવે છતાં જેમ કડછી દાળના રસને જાણ શકતી નથી, તેમ તે ધર્મને જાણી શકતો નથી. ૫ ડાહ્યો મનુષ્ય બે ઘડી પણ પંડિતનો સમાગમ સેવે એટલામાં જ જેમ જીભ દાળના રસને જાણે છે, તેમ તે ધર્મને સત્વર જાણી જાય છે. ૬ દુઝ બુદ્ધિવાળા મનુષ્યો શત્રુની સાથે વર્તતા હોય તેમ પોતાના આત્મા સાથે વર્તે છે. તેઓ જેનાં ફળ કડવાં હોય છે, એવાં પાપકર્મો કરતા રહે છે. ૭ જે કર્મ કર્યા પછી પસ્તાવું પડે અને જેનું પરિણામ આંસુવાળે મોઢે રેતાં રેતાં ભોગવવું પડે, તે કર્મ કરવું સારું નથી. ૮ જે કર્મ કર્યા પછી પસ્તાવું ન પડે અને જેનું પરિણામ પ્રસન્ન ચિત્ત આનંદ સાથે ભેગવવાનું આવે, તે કામ કરવું સારું છે. ૯ પાપનું ફળ જ્યાંસુધી પાકતું નથી, ત્યાંસુધી મૂઢ માણસ પાપને મધ જેવું મીઠું માને છે; પરંતુ જયારે પાપનું ફળ પાકી જાય છે, ત્યારે એ મૂઢ દુ:ખ પામે છે, ૧૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy