SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ બાલવ જનોમાં જન્મ પામીને સમ્યકસંબુદ્ધને શ્રાવક અર્થાત્ જ્ઞાની પુરુષ તેમના બધાથી ઊંચી મનોદશાએ પહોંચી તે બધા વચ્ચે પ્રજ્ઞાવડે ઝળહળી ઊઠે છે. ૧૬ એ પુષ્પવર્ગ સમાપ્ત. પ: બાલવર્ગ જાગનારાને રાત લાંબી લાગે છે, થાકેલાને જોજન જેટલું અંતર પણ લાંબું લાગે છે, સતધર્મને નહિ સમજતાં અજ્ઞાન માનવને ૪ સંસાર લાંબે લાગે છે. ૧ શબ્દને આ જ ભાવ છે. * “સમ્મસંબુદ્ધને સામાન્ય અર્થ સારી રીતે બોધ પામેલો' થાય છે; અને એ રીતે આ શબ્દ વિશેષણરૂપ છે. બૌદ્ધપરંપરામાં આ શબ્દ વિશેષ્યરૂપ છે અને તે બુદ્ધભગવાનને સૂચવે છે. “ગૌતમ શબ્દ “ગૌતમ'ના વંશજનો એટલે “ગોતમ'ના વંશમાં જન્મેલાને સૂચક છે. ભગવાન બુદ્ધ ગોતમ'ના વંશના છે, માટે અહીં એ શબ્દ બુદ્ધભગવાનને જ સૂચક છે. (જુઓ પ્રકીર્ણક વર્ગ ગા. ૭) શ્રાવક શબ્દ, બુદ્ધભગવાનના ભિક્ષુ શિષ્યો માટે છે. ગૃહસ્થશિષ્ય માટે “ઉપાસક' શબ્દ છે. જૈનપરંપરામાં ભગવાન જ્ઞાતપુત્ર મહાવીરના ભિક્ષુ-શિષ્યો માટે સમણ (શ્રમણ), ભિખુ (ભિક્ષુ) કે સાહુ (સાધુ) શબ્દ છે, ત્યારે ગૃહરથ-શિ માટે ઉપાસક” અને “શ્રાવક' શબ્દ છે. * અજ્ઞાન માને માટે મૂળમાં વાજી શબ્દ છે. જૈન અને બૌદ્ધપરંપરાનાં અધ્યાત્મશાસ્ત્રોમાં “બાલ” કે “બાલક' શબ્દ મૂઢ–અજ્ઞાન, ધર્માચારહીન મનુષ્યને માટે છે, જ્યારે જ્ઞાની–ધર્માચારપરાયણ મનુષ્યોને માટે એ બન્ને પરંપરાના અધ્યાત્મશાસ્ત્રોમાં પંડિત' શબ્દનો પ્રયોગ થયેલો છે. “પંડિતનો સમાગમ' એટલે “જ્ઞાનીપુરપન-ધર્માચારપરાયણ પુરષને સમાગમ', Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy