SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્રમાદવ અનુસરીને ચાલે, તે રાગ, દ્વેષ અને મહિને ત્યજી દઈને સાચા જ્ઞાનવાળે, સારી રીતે લાલચ વિનાના ચિત્તવાળા અને આ લોક તથા પરાકની તૃષ્ણને નહિ રાખનારે બની શ્રમણપણાનો જ ભાગીદાર થઈ શકે છે. ૨૦ પ્રથમ યમકવર્ગ સમાપ્ત. ૨: અપ્રમાદવર્ગ જાગૃતિ x અમૃત-અમરતા–ને પંથ છે. પ્રમાદ મૃત્યુને પંથ છે. જેઓ જાગૃત છે તે મરતા નથી. જે પ્રમાદી છે, તેઓ જીવતા છતાં મરેલા છે. ૧ * મૂળમાં આ માટે રામક્સ શબ્દ છે. શ્રમણ્ય કે શ્રમણપણું એટલે સંન્યાસ સ્વીકારેલી દશા, દીક્ષિત અવસ્થા, સાધુપણું, ઈચ્છાપૂર્વક ગૃહત્યાગ કરીને સ્વીકારેલી ત્યાગીની અવસ્થા. નવી પરિભાષામાં કહીએ, તે ઈચ્છાપૂર્વક સ્વીકારેલી ગરીબી. વૈદિક પરંપરામાં જે અર્થમાં “સંન્યાસી’ શબ્દ છે, તે જ અર્થમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં શ્રમણ, ભિક્ષુ, સાધુ વગેરે શબ્દો પ્રચલિત છે. પ્રસ્તુત “ધમ્મપદ’નાં વચનોને વિશેષ સંબંધ એ ત્યાગી શ્રમણોના જીવનની સાથે છે. આ આખા ગ્રંથમાં “ગૃહસ્થ આમ વર્તવું જોઈએ” એ સ્પષ્ટ નિર્દેશ નથી મળતો. જો કે કેટલાંક વચનો સર્વસાધારણ છે, છતાં તેમને મોટો ભાગ શ્રમણજીવનને લાગુ પડે એવો છે. તેથી એમ કહી શકાય એમ છે, કે આ ગ્રંથની યોજના પ્રધાનપણે શ્રમણને બોધ દેવા થયેલી હશે. * આ ગ્રંથમાં રથળે થળે પ્રમાદ અને અપ્રમાદ એ બે શબ્દો આવ્યા કરે છે. અધ્યાત્મદૃષ્ટિના અભાવનું નામ પ્રમાદ છે અને અધ્યાત્મદષ્ટિના સભાવનું નામ અપ્રમાદ છે. અપ્રમાદનું બીજું નામ જાગૃતિ છે. પ્રમત્ત એટલે અધ્યાત્મદષ્ટિ વિનાને અને અપ્રમત્ત એટલે અધ્યાત્મદષ્ટિવાળા–જાગૃતિવાળા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy