SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરની તુલનામાં મહાભારત, જન સૂત્ર અને ધમ્મપદનાં કેટલાંક પદ્ય, અક્ષરશ: સરખાં છે અને કેટલાંક અર્થની દષ્ટિએ સરખાં છે. આટલી થોડી તુલનાથી એમ તો સ્પષ્ટ જણાય છે, કે આ રીતે વૈદિક પરંપરા જૈન પરંપરા અને બૌદ્ધપરંપરા હૃદયે એક સરખી છે; એ શક વગરની વાત છે. વિશેષ રીતે અન્વેષણ કરીએ, તો તે ત્રણે પરંપરાના પ્રાચીન ગ્રંથમાં આ જાતની બીજી અનેક સમાનતાઓ સ્પષ્ટ પણે ઉપલબ્ધ છે. એ સમાનતાઓને જ આમ જનતા સુધી ફેલાવવી ઘણી જરૂરની છે. તેમ થવાથી જનતાની દષ્ટિ સંકીર્ણ મટી વિશાળ બનશે, સમભાવ કેળવાશે, સર્વધર્મસમભાવની ભાવના પેદા થશે અને દેશમાં ચાલતો ધર્મને નામે ચડેલે કલહ પણ શાંત થશે. ધમ્મપદના છેલ્લા વર્ગનું નામ બ્રાહ્મણવર્ગ છે; તેમાં “તેને હું બ્રાહ્મણ કહું છું” એવું દરેક શ્લોકમાં ચેથા ચરણમાં કહીને બ્રાહ્મણ નાં લક્ષણો વર્ણવી બતાવેલાં છે. જૈનપરંપરાના ઉત્તરાધ્યયન સૂત્રના પચ્ચીશમા જઈજજ (યજ્ઞીય) અધ્યયનમાં “તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ' એવું દરેક ગાથાના છેલ્લા ચરણમાં કહીને વીગતથી બ્રાહ્મણનાં લક્ષણે બતાવેલાં છે. એ જ પ્રમાણે, મહાભારતના શાંતિપર્વના ૨૪૫ મા અધ્યાયમાં “તેને દેવે બ્રાહ્મણે જાણતા હતા ' એમ કહીને અનેક પદ્યોમાં બ્રાહ્મણનું સ્વરૂપ બતાવેલું છે. એ ઉપરથી સાફ સાફ માલૂમ પડે છે, કે જન્મથી કોઈ બ્રાહ્મણરૂપે જન્મતું નથી, જન્મથી ઉતા કે નીચતા હેતી નથી; ઉચ્ચતાનો આધાર ગુણ અને કર્મો છે, બ્રાહ્મણત્વનું મૂળ ગુણે અને કર્મમાં છે. જન્મથી બ્રાહ્મણ માનવાની કે જન્મથી ઉગ્રતા કે નીચતા માનવાની પ્રથા મિથ્યા છે, એમ એ ત્રણે પરંપરાના ગ્રંથ સ્પષ્ટપણે કહે છે. વૈદિક પરંપરામાં જન્મ પામેલા વિદ્યાવારિધિ શ્રીમાન બાબુ ભગવાનદાસજી “મહાવીરવાણી”ની પ્રસ્તાવનામાં મહાભારતનાં આ વચનો ટાંકી બતાવે છે – " न योनि पि संस्कारः न श्रुतं न च संततिः । कारणानि द्विजत्वस्य वृत्तमेव तु कारणम् ॥ न विशेषोऽस्ति वर्णानां सर्वं ब्राह्ममिदं जगत् । ब्रह्मणा पूर्वसृष्टं हि कर्मभिवर्णतां गतम् ॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy