SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. ભેદની પ્રતીતિ થાય છે તેનું કારણ અવિદ્યા છે.” પરંતુ જે એક સિવાય બીજું નથી, તો સારા-નરસાનો કાંઈ સવાલ જ રહેતો નથી. પણ એમ સહેલથી તેને ફડચો આવતે. નથી. જે અજ્ઞાનથી એક વસ્તુ તે બે છે એમ જણાય છે, તે અજ્ઞાનને નાશ કર જોઈએ—નહિ તો માયાના ચક્રમાંથી દુ:ખને અંત નહિ આવે. આ લક્ષ તરફ દષ્ટિ રાખીને અમુક કાર્ય સારું કે નરસું તે નકકી કરવું જોઈએ.” “બીજે એક સંપ્રદાય કહે છે: આ સંસાર ફરે છે તેની સાથે બંધાઈને આપણે વાસનાને લીધે ફરીએ છીએ, દુખી થઈ એ છીએ. એક કર્મ સાથે બીજા કર્મને એમ અંતહીન કર્મશૃંખલા. રચ્યાં જઈએ છીએ. તે કર્મપાશનું છેદન કરી મુક્ત થવું, એ જ મનુષ્યનું એક માત્ર ધ્યેય છે.” પરંતુ ત્યારે તો સકળ કર્મ જ બંધ કરવાં પડે. તેમ નથી.. એટલો સહેલથી ફડચો નથી આવતો. કર્મને એવી રીતે નિયંત્રિત કરવાં જોઈએ, કે જેથી કર્મનાં દુછેદ્ય બંધન ધીમે ધીમે શિથિલ થતાં જાય. આ દિશામાં દષ્ટિ રાખીને કયું કર્મ અશુભ તે નક્કી કરવું જોઈએ.” “ ત્રીજે એક સંપ્રદાય કહે છે : આ સંસાર ભગવાનની લીલા. છે. આ લીલાના મૂળમાં તેને પ્રેમ છે, આનંદ છે, તે સમજી શકીએ તેમાં જ આપણું સાર્થકતા છે.” “આ સાર્થકતાને ઉપાય પણ પૂર્વોક્ત બે સંપ્રદાયના ઉપાયથી વસ્તુતઃ ભિન્ન નથી. આપણી વાસના દાબી શકીએ નહિ, તો ભગવાનની ઇચ્છા સમજી શકીએ નહિ. ભગવાનની ઇચ્છામાં જ પિતાની ઇચ્છાનું મુક્તિદાન તે જ ખરી મુક્તિ છે. તે મુક્તિને લક્ષ્યમાં રાખીને શુભાશુભ કર્મનો નિર્ણય કરવો જોઈએ.” જેમણે અદ્વૈતાનંદને લક્ષ્ય રાખ્યું છે, તેઓ પણ વાસના-મેહનું છેદન કરવા ઉદ્યમ કરી રહ્યા છે, જેઓ કર્મની અનંત શૃંખલામાંથી મુક્તિ મેળવવાની ઈચ્છાવાળા છે, તેઓ પણ વાસનાને છેદી નાખવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy