SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મવર્ગ ૫૫ ક્ષય સમજી લીધા છે. ૯ યૌવનમાં બ્રહ્મચર્યને નહિ પાળનારા અને ધનઉપાર્જન નહિ કરનારા લોકો, માછલાં વગરના ખાબોચિયામાં રહેતાં ઘરડાં બગલાંઓની પેઠે ધ્યાન ધરે છે. ૧૦ * ચૌવનમાં બ્રહ્મચર્યને નહિ પાળનારા અને ધનઉપાર્જન નહિ કરનારા લોકો જૂની પુરાણી વાતોને સંભારી સંભારીને શોચ કરતા સડી ગયેલા ધનુષની પેઠે પડી રહે છે અર્થાત્ એ કશું જ કરી શકતા નથી. ૧૧ અગિયાર વર્ગ સમાપ્ત. ૧૨ : આત્મવર્ગ આત્માને વહાલો ગણતા હો, તો તેને સારી રીતે સાચવી રાખવો જોઈએ. પંડિત એટલે વિવેકી પુષે આત્માને સાફ કરવા સારુ ત્રણમાંથી ગમે તે એક પહેરે જરૂર પ્રયત્ન કરવું જોઈએ. ૧ સૌથી પ્રથમ પોતાના આત્માને જ યોગ્ય પ્રવૃત્તિમાં મૂકી જો અર્થાત પહેલવહેલાં પોતાની જાતને જ કેઈપણ પ્રવૃત્તિ લાગુ કરી તેમાં તાવી જેવી, ત્યાર પછી જ બીજાને એ વિશેને બોધ આપવો. આમ કરવાથી બોધ આપનાર પંડિતને કલેશ થશે નહિ. ૨ મનુષ્ય પ્રથમ પોતે જ તેમ કરે, જેમ બીજાને બાધ આપે છે. પિતાને આત્મા સારી રીતે કેળવાય તેમ તેનું દમન કરવું જોઈએ, કારણ કે આમાને કેળવો અતિ કઠિન છે. ૩ આત્મા જ આત્માને નાથ છે. બીજો કોણ નાથ થઈ શકે ? સારી રીતે દમન કરેલા આત્મા વડે જ દુર્લભ નાથ * ભિક્ષુવની ૨૦ મી અને ૨૧ મી ગાથા પણ આત્મવર્ગમાં મૂકી શકાય તેવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy