SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ (15) દેવ બનવું છે કે દેવાળિયા? માનવમાંથી આપણે ફરીને માનવ પણ બની શકીએ છીએ-દેવ પણ બની શકીએ છીએ અને પશુ અને નરકના ભવો પણ કરી શકીએ છીએ. વિશિષ્ટ સંઘયણ, સામગ્રી વગેરેના અભાવથી આપણે અહિંથી તરત તો સિદ્ધગતિ મેળવી શકવાના નથી પરતું તપ-ત્યાગ-વૈરાગ્ય અને વિરતિ વગેરે ઉચ્ચ કક્ષાના ગુણો દ્વારા ઉચ્ચ કક્ષાની દેવગતિ તો જરૂર સાધી શકીએ. અરે.... એટલુંય ન બને તો કમસે કમ મળેલો આ માનવ-દેહ ફરીને માનવનું ખોળીયું પ્રાપ્ત કરાવે તે માટે દયા-દાન-વાય-નીતિ વગેરે માનવીય ગુણોની સાધના તો કરી લેવી જ ઘટે. તો જ ફરીને માનવ-દેહ મેળવવા માટે આપણે યોગ્ય ગણાઈએ અને જો એટલું પણ ન કરી શક્યા તો ગાંઠનું ગુમાવવા જેવું નરક અને પશુના ભવોનું બુકિંગ આપણા માટે તૈયાર જ છે. આ જ વાત ને સિદ્ધ કરતું ૭મા અધ્યાયની અંદર એક નાનકડું પણ સરસ-બોધદાયક દષ્ટાંત ટાંકેલું છે..... એક નગરની અંદર ધનાઢ્ય શેઠ રહે. તેના 3 પુત્રો યૌવનના ઉંબરે પગ મૂક્તાં શેઠને તેઓની પરીક્ષા કરવાનું મન થયું. દરેકને એકેક હજાર સોનામહોરો આપીને અલગ અલગ નગરમાં વ્યાપાર અર્થે મોકલ્યા અને કેટલોક સમય બાદ પાછા આવવાનું જણાવ્યું. ત્રણેય, તે લઈને અલગ અલગ નગરમાં પહોંચ્યા. તેમાંથી એકે વિચાર્યુ-ચોક્કસ પિતાએ અમારી પરીક્ષા માટે જ આ રીતે મોકલ્યા છે અન્યથા જીંદગી આખી બેઠા ખાઈએ તોય ખૂટે નહિં તેટલું ધન પિતાજી પાસે છે તો વ્યાપારાર્થે અમને મોકલવાની કોઈ જરૂર જ ન હતી. માટે આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને પિતાજીને ખુશ કરવા જોઈએ એમ વિચારીને બુદ્ધિ બળથી તેણે અલગ અલગ વ્યાપારમાં પોતાનું ધન લગાવ્યું અને ભોજનાદિમાં જરૂર પૂરતા ધનનો વ્યય કરવા લાગ્યો, આમ, થોડા જ સમયમાં તેણે મૂળ મૂડીથી અનેકગણો વધારે નફો મેળવી લીધો. બીજાએ વિચાર્યું. આપણી પાસે ધન તો ખૂબ છે પણ તેને ખરચતા જ જઈએ તો સાફ થઈ જતાં વાર ન લાગે માટે મૂળ મૂડી કાયમ રાખીને તેના દ્વારા કરેલા વ્યાપારમાં જે પણ નફો મળે તેને જ ભોગમાં વાપરવો. આમ, વ્યાપારમાં બહુ લક્ષ્ય નહિં આપતો તે મૂળ ઈમને કાયમ રાખીને જે કંઈ પણ નફો મળે તેનાથી વિશિષ્ટ ભોજન-વસ્ત્ર-આભૂષણ વગેરેના ભોગવટામાં દિવસો પસાર કરવા લાગ્યો. - ત્રીજો (દુષ્ટબુદ્ધિ) પુત્ર વિચારવા લાગ્યો. સમુદ્રમાં પાણીની જેમ અથાગ સંપત્તિ હોવા છતાં કોણ જાણે આ અમારા બુઢા બાપને પૈસા કમાવવાનો શું હડકવા લાગ્યો છે કે - અમને આટલે દૂર વેપાર માટે મોકલ્યા અમને તો મોકલ્યા પણ સાથે એમનામાં જે ગુણો હતા તેને રવાના કરી દીધા લાગે છે સાચે જ “સાઠે બુદ્ધિ નાઠી'' વાળી ઉક્તિ મારા બાપમાં એકદમ ચરિતાર્થ થઈ છે. ખેર.... કોણ ધન કમાવવા માટે માથાકૂટ અને મજૂરી કરે....! આપણે બંદા તો આ હજાર સોનામહોરને મોજ-મજામાં જ ઉડાડી દેવાના..... સમુદ્રમાંથી એક ટીંપુ ઓછું થવાથી સમુદ્રનું પ્રમાણ કંઈ ઘટતું નથી, પિતાની અઢળક સંપત્તિમાં આ હજાર સોનામહોરો વપરાશે તો તેમાં કંઈ તિજોરીના તળિયા દેખાઈ જવાના નથી. આમ વિચારીને તેણે પોતાના દ્રવ્યને જુગાર, માંસ, વેશ્યાદિ સાતેય વ્યસનોમાં ઉડાવવા માંડ્યું. છેવટે ખાલી હાથે, નિયત કરેલા સમયે તે ઘરે પહોંચી ગયો. પેલા બે પુત્રો પણ આવી પહોંચ્યા. - 53 જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004694
Book TitleUnda Akashma
Original Sutra AuthorN/A
AuthorAtmadarshanvijay
PublisherDiwakar Prakashan
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy