SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) કર્મ તણી ગતિ એવી.... દ્વારકા નાશ બાદ જંગલમાં એકલા અસહાય ચાલી નીકળેલા બળરામ અને કૃષ્ણ કેમેય કરીને હસ્તિકલ્પ નગર પાસે આવી પહોંચ્યા. કૃષ્ણ બળરામને કહ્યું- ‘ભાઈ ! મને ખૂબ જ ભૂખ લાગી છે હવે એક પગલું પણ આગળ ચાલી શકાય તેમ નથી.’ બળરામે કહ્યું -“બધુ ! આ નગરમાંથી હમણા જ હું ભોજન ખરીદીને આવું છું ત્યાં સુધી તું અહિં જ રહેજે.'' બળરામે નગરમાં જઈને આંગળીમાં પહેરેલી વીંટી કંદોઈને આપીને બદલામાં સુંદર ભોજન ખરીધું અને હાથમાં પહેરેલા કડાને ભાંગીને મદિરા ખરીદીને નગર બહાર કોઈ ઉદ્યાનમાં બન્નેએ ભોજનાદિ ક્યું. ત્યારબાદ દક્ષિણ દિશા તરફ કૃષ્ણ- બળરામ ચાલ્યા. સુરાપાન અને લવણ સહિતનું ભોજન કરવાથી કૃષ્ણ અત્યંત તૃષાતુર થયા અને બળરામને વાત જણાવી. પુણ્ય પરવારે ત્યારે .... ત્રણ ખંડના અધિપતિને પણ ભૂખ્યા રિબાવવું પડે ... તરસ્યા મરવું પડે ... કો‘ક કંદોઈની દુકાને હાથ લાંબો કરવો પડે છે. | ઉનાળાની ભયંકર ગરમી અને તરસથી અત્યંત અશક્ત બની ગયેલા શ્રી કૃષ્ણને બળરામે કહ્યું – “કૃષ્ણ ! તારા માટે હું અત્યારે જ પાણીની ખોજમાં જઉં છું. જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી સાવધાન થઈને વૃક્ષની છાયા નીચે વિસામો લે જે.’ આમ કહીને બળરામ પાણીની શોધમાં ચાલ્યા. કૌશાંબવનની અંદર કોઈ વૃક્ષની છાયા નીચે માત્ર પીતાંબરી પહેરેલ કૃષ્ણ, પગ ઉપર પગ ચઢાવીને સૂઈ ગયા. અત્યંત પરિશ્રમ અને થાકથી તૃષાતુર કૃષ્ણને ક્ષણવારમાં જ ગાઢ નિદ્રા આવી ગઈ. આ બાજુ પાણીની શોધમાં ગયેલા બળરામ આકાશ સામું જોઈને વનદેવતાને સંબોધવા લાગ્યા. ‘ઓ વનદેવી ! મારા પ્રાણપ્રિય બંધુ અને વિશ્વવલ્લભ કૃષ્ણનું તમે રક્ષણ કરજો. એ બાળ તમારે શરણે છે. માતા બનીને તમે એની સંભાળ કરજો.’ આમ વારંવાર આકાશ સામું અને કૃષ્ણની દિશા તરફ જોતા બળરામ પાણીની ખોજમાં આગળ વધ્યા. - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004694
Book TitleUnda Akashma
Original Sutra AuthorN/A
AuthorAtmadarshanvijay
PublisherDiwakar Prakashan
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy