SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧૫ શ્લોકાર્થ : નિત્ય અને ઉત્કૃષ્ટ સુખની અભિવ્યક્તિ મુક્તિ છે એ પ્રમાણે તૌતાતિતમતવાળા કહે છે. અહીં=તૌતાતિતમતમાં, જો નિત્યપણું અનંતપણું છે તો અમને નક્કી સંમત છે. ૧૫ ટીકા ઃ नित्येति नित्यमुत्कृष्टं च निरतिशयं यत्सुखं तद्व्यक्तिर्मुक्तिरिति तौतातिता નદુ:, અત્ર મતે નિત્યત્વમનન્તત્વ ચેત્તત્તવા નઃ=ઞસ્મા, દ્વિ=નિશ્ચિત, સંમત, सिद्धसुखस्य साद्यपर्यवसितत्वाभिधानात् तस्य च मुक्तावभिव्यक्तेः । । १५ ।। ટીકાર્ય ઃ નિત્યમુત્કૃષ્ટ .... અમિઃ ।। નિત્ય અને ઉત્કૃષ્ટ=નિરતિશય, એવું જે સુખ, તેની વ્યક્તિ=તેનો આવિર્ભાવ, મુક્તિ છે, એ પ્રમાણે તૌતાતિતમતવાળા કહે છે. આ મતમાં-તૌતાતિતમતમાં, જો નિત્યપણું અનંતપણું છે=અંત વગરનું નિત્યપણું છે, તો અમને=જૈનદર્શનકારને નક્કી સંમત છે; કેમ કે સિદ્ધસુખનું સાદિઅપર્યવસિતપણાનું=સાદિઅનંતપણાનું, અભિધાન છે અને તેની=નિત્યસુખની, મુક્તિમાં અભિવ્યક્તિ છે. ।।૧૫।। ભાવાર્થ:તૌતાતિતમતવાળાને માન્ય મુક્તિનું સ્વરૂપ : નિત્ય અને નિરતિશય સુખનો આવિર્ભાવ મુક્તિ : તૌતાતિતમતવાળા મુક્તિમાં નિત્ય અને ઉત્કૃષ્ટ સુખ માને છે અને મુક્તિમાં ઉત્કૃષ્ટ=નિરતિશય, સુખ છે તે જૈનદર્શન અભિમત છે. ફક્ત નિત્યનો અર્થ અનંતત્વ તેઓને અભિમત હોય તો ગ્રંથકારશ્રી કહે છે કે તે અમને પણ અભિમત છે; કેમ કે મોક્ષના સુખને જૈનસિદ્ધાંત સાદિઅપર્યવસિત=સાદિઅનંત, સ્વીકારે છે અને તેવું સુખ મોક્ષઅવસ્થામાં અભિવ્યક્ત થાય છે. વિશેષાર્થ: આત્મા જ્ઞાનસ્વરૂપ છે અને જ્ઞાન સુખનું વેદન કરાવે છે, તેથી નિરાકુલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004691
Book TitleMukti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy