SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાદ્વાચિંશિકા/શ્લોક-૨૧-૨૨-૨૩ રહેલી છે, તેથી વસ્ત્રની જેમ અલ્પ પ્રયત્નથી તેનો ત્યાગ થતો નથી, પરંતુ તત્ત્વજ્ઞાનથી અનુગત એવી દીક્ષાથી સંગની વાસનાનો નાશ થાય છે. આશય એ છે કે જીવનું પારમાર્થિક સ્વરૂપ સિદ્ધાવસ્થા સદશ છે, અને સિદ્ધાવસ્થા સદશ જે જીવનું સ્વરૂપ એ તેને માટે તત્ત્વ છે, અન્ય સર્વ અતત્ત્વ છે. આવું જ્ઞાન થવાને કારણે તે સ્વરૂપને પ્રગટ કરવાના ઉપાયભૂત એવી ઉચિત આચરણાથી યુક્ત દીક્ષાની પ્રવૃત્તિથી સંગની વાસના ક્ષીણ-ક્ષીણતર થાય છે, અને તત્ત્વજ્ઞાનના સંસ્કારો અધિક-અધિકતર આધાન થાય છે. જેમ જેમ આત્મામાં દીક્ષાના પાલનથી તત્ત્વજ્ઞાનના સંસ્કારો દૃઢ-દઢતર બને છે, તેમ તેમ અનાદિકાળથી સ્થિર થયેલી એવી સંગની વાસના ક્ષીણ-ક્ષીણતર થાય છે, અને જ્યારે સંગની વાસનાના સર્વ સંસ્કારો નષ્ટ થાય છે, ત્યારે ક્ષાયિકભાવની અસંગની પરિણતિ પ્રગટે છે. ક્ષાયિકભાવની અસંગની પરિણતિ પ્રગટ્યા પૂર્વે તત્ત્વજ્ઞાનના ઉપયોગથી અસંગભાવના સંસ્કારો આધાન થયા હોય, અને ઘણા અસંગભાવના સંસ્કારો આત્મામાં સ્થિર થયા હોય, તોપણ સુષુપ્ત એવી સંગની વાસના નિમિત્તને પામીને પ્રજ્વલિત બને, તો ફરી સંગની પરિણતિનો પ્રવાહ પ્રગટે છે. જેમ પ્રસન્નચંદ્ર રાજર્ષિ ધ્યાનના બળથી અસંગભાવના સંસ્કારો દૃઢ કરી રહ્યા હતા ત્યારે, મહાયોગી હોવા છતાં દુર્મુખનાં વચનો સાંભળીને પુત્રની સાથેના સંગની વાસના જાગૃત થવાથી સંગની વાસના નીચે ઉપયુક્ત થઈને અંતરંગ રીતે મહાયુદ્ધનો આરંભ કરે છે. વળી જેમ પ્રમાદથી સંગવાસના જાગૃત થાય છે, તેમ સંયમમાં યત્નથી સંગવાસનાનો નાશ પણ થાય છે. જે રીતે પ્રસન્નચંદ્ર રાજર્ષિને પોતાના મુનિભાવનું સ્મરણ થયું તેથી ફરી અસંગભાવનો ઉદ્યમ શરૂ થયો અને અસંગભાવની વાસનાના સંસ્કાર દઢ-દઢતર થવાથી અને વીર્યનો પ્રકર્ષ થવાથી સંગની વાસનાનું સર્વથા ઉન્મેલન થયું, તેથી વીતરાગ સર્વજ્ઞ બન્યા. ૨૧-૨શા અવતરણિકા - શ્લોક-૨૨માં કહ્યું કે તત્વજ્ઞાનથી યુક્ત એવી દીક્ષાથી અનાદિકાળની મોટી સંગવાસના નાશ પામે છે. તેની પુષ્ટિ કરવા અર્થે કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004688
Book TitleDiksha Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy