SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ તારાદિકયતાસિંશિકા/બ્લોક-૧૭ ટીકાર્ય : વહિવૃત્તિ: .... ચતુર્થ” [T.યો.ફૂ.ર-૧૨] બહિવૃત્તિ શ્વાસ રેચક થાય અને અંતતિ પ્રભાસ પૂરક થાય અને સ્તંભવૃત્તિ કુંભક થાય, જે પ્રાણાયામમાં કુંભકરૂપ જે પ્રાણાયામમાં, કુંભમાં જલની જેમ નિશ્ચલપણા વડે પ્રાણ શ્વાસ, અવસ્થાપન કરાય છે. એથી આ ત્રણ પ્રકારે પ્રાણાયામ છે=પ્રાણગતિનો વિચ્છેદ છે અર્થાત્ પ્રાણને ચોક્કસ રીતે પ્રવર્તાવવાથી પ્રાણની જે સ્વાભાવિક ગતિ થાય છે, તેનો વિચ્છેદ છે. જે કારણથી કહે છે જે કારણથી પાતંજલ યોગસૂત્ર-૨-૪૯માં કહે છે – “(તે હોતે છતે આસન, ધૈર્ય હોતે છતે) શ્વાસ-પ્રશ્વાસની ગતિનો વિચ્છેદ પ્રાણાયામ છે.” ‘ત્તિ' પાતંજલ યોગસૂત્રના ઉદ્ધરણની સમાપ્તિમાં છે; અને નાસિકાના દ્વાદશાતાદિ દેશથી=બાર આંગળ અંતવાળા આદિ દેશથી, ૨૬ માત્રાદિ પ્રમાણવાળા કાળથી અને સંખ્યાથી આટલી વાર અને આટલા શ્વાસપ્રશ્વાસથી કરાયેલો પ્રથમ ઉદ્ઘાત થાય છે ઈત્યાદિ લક્ષણથી ઉપલક્ષિત= પૂર્વમાં વર્ણન કરાયેલા દેશ, કાળ અને સંખ્યાથી ઉપલક્ષિત, એવો આ પ્રાણાયામ દીર્ઘ-સૂક્ષ્મસંજ્ઞાવાળો, કહેવાય છે. જે પ્રમાણે કહેવાયું છે=જે પ્રમાણે પાતંજલ યોગસૂત્ર-૨-૫૦માં કહેવાયું “વળી તે=પ્રાણાયામ, બાહ્ય, અત્યંતર અને ખંભવૃત્તિવાળો દેશ, કાળ, સંખ્યાદિ વડે જોવાયેલો દીર્ઘસૂક્ષ્મ છે.” તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. દ્વાદશાા હદય-નાભિ-ચક્રાદિરૂપ બાહ્ય અત્યંતર વિષયોનું પર્યાલોચન કર્યા વગર જ સહસા તપેલા ઉપર પડતા જલના ન્યાયથી, યુગપત્ સ્તંભવૃત્તિ વડે નિષ્પદ્યમાન એવા કુંભકથી ત્રીજા કુંભકરૂપ પ્રાણાયામથી, અને તત્પર્યાલોચનપૂર્વકત્વમાત્રના ભેદથી, ચતુર્થ પણ પ્રાણાયામ ઈચ્છાય છે. જે પ્રમાણે કહેવાયું છે=જે પ્રમાણે પાતંજલ યોગસૂત્ર-૨-૫૧માં કહેવાયું છે. “બાહ્ય-અત્યંતર વિષયનો આક્ષેપી ચોથો છે ચોથો પ્રાણાયામ છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004682
Book TitleTaraditraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy