SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૭-૮ નથી' એમ પણ કહેવાય છે. તેથી એ ફલિત થાય કે “કાર્ય બંનેથી જન્ય નથી.” તેથી જે કારણમાં કુર્વદ્રપત્વ હોય તે કારણથી કાર્ય ઉત્પન્ન થાય છે. એમ માનવું જોઈએ. નિશ્ચયનયવાદીના આ કથનનું નિરાકરણ કરતાં વ્યવહારનયવાદી કહે છે કે “આ દેવકૃત છે, પુરુષકારકૃત નથી” એ પ્રકારના વ્યવહારમાં પણ ઉત્કટ પુરુષકારકૃતત્વનો અભાવ જ વિષય છે, સર્વથા પુરુષકારકૃતત્વનો અભાવ વિષય નથી. તેથી સર્વત્ર દેવ અને પુરુષકારને કારણ માનવામાં કોઈ દોષ નથી. IIછના અવતરણિકા : विशेषदर्शिनो व्यवहारमुपपाद्याविशेषदर्शिनस्तमुपपादयति - અવતરણિતાર્થ : વિશેષદર્શીતા=ભગવાનના વચનાનુસાર સ્યાદ્વાદની વિશેષ દૃષ્ટિને જોનારના, વ્યવહારનું ઉપપાદન કરીને ઉત્કટ ગૌણને આશ્રયીને આ દેવકૃત છે, પરંતુ પુરુષકારકૃત નથી, એ પ્રકારના વ્યવહારનું પૂર્વશ્લોકમાં ઉપપાદન કરીને, અવિશેષદર્શિના=સ્થા દ્વાદની દષ્ટિથી નહીં, પરંતુ એક વયની દષ્ટિવાળા પુરુષના, તેને=આ કાર્ય દેવકૃત છે, પરંતુ પુરુષકારકૃત નથી', એ પ્રકારના વ્યવહારને, બતાવે છે – ભાવાર્થ - જિનશાસનના પરમાર્થને જાણનારા વિશેષને જોનારા હોય છે; કેમ કે તેઓની મતિ સ્યાદ્વાદની દૃષ્ટિથી પરિષ્કૃત હોય છે; અને આવા વિશેષને જોનારા પુરુષો પણ વ્યવહારનયથી “આ કાર્ય દેવકૃત છે પરંતુ પુરુષકારકૃત નથી' એ પ્રકારનો વચનપ્રયોગ કરે છે, તોપણ તે પ્રકારનો તેમનો વચનપ્રયોગ આ કાર્ય એકાંતે દેવકૃત છે પરંતુ પુરુષકારકૃત નથી' એવા અર્થમાં નથી, પરંતુ આ કાર્ય ઉત્કટ દેવકૃત અને અનુત્કટ પુરુષકારકૃત છે, એ અર્થમાં છે, એમ પૂર્વશ્લોકમાં ગ્રંથકારશ્રીએ ઉપપાદન કર્યું. હવે જે વિશેષદર્શી નથી, તેઓ “આ દેવકૃત છે પરંતુ પુરુષકારકૃત નથી”, એ પ્રકારનો જે વચનપ્રયોગ કરે છે, તે કેવો છે ? તે બતાવે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy