SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૫-૨૬ સારાંશ : (૧) દેહધારી સંસારી જીવોને જે પ્રતીતિ છે કે હું આ બોધ કરું છું તે પુરુષની બુદ્ધિ પરિણતિ અર્થાત્ જ્ઞાન પરિણતિ છે. (૨) “હું આ કૃત્ય કરું છું' એ પ્રકારનું પુરુષના કર્તુત્વના અભિમાનરૂપે પરિણમન પામેલી બુદ્ધિ એ અહંકારની પરિણતિ છે. (૩) પુરુષમાં જે મોહના પરિણામો સુષુપ્ત વર્તે છે અને પુરુષના શુદ્ધ સ્વરૂપને અભિભવ કરવાના સ્વભાવવાળી છે તે પ્રકૃતિ છે. આ પ્રકારના સંસારી જીવોના અનુભવથી પદાર્થવ્યવસ્થા સંગત થાય છે. તેથી પુરુષરૂપ જ બુદ્ધિ, અહંકાર કે પ્રકૃતિ છે; પુરુષથી અતિરિક્ત બુદ્ધિ, અહંકાર કે પ્રકૃતિ માનવાની જરૂર નથી. ગરપા અવતરણિકા - શ્લોક-૧૫ની ટીકામાં પાતંજલ મતના વક્તવ્યને બતાવતાં કહેલ કે જે પ્રમાણે લોહચુંબકના સંવિધાનમાં લોહનું ચલન થાય છે, તેમ ચિદરૂપ પુરુષના સંવિધાનમાં સત્ત્વનું અભિવ્યંગ્ય એવું ચેતવ્ય અભિવ્યક્ત થાય છે. ત્યારપછી શ્લોક-૧૬માં બતાવેલ કે પાતંજલ મત પ્રમાણે બે પ્રકારની ચિતશક્તિ છેઃ (૧) નિત્યોદિતા અને (૨) અભિવ્યંગ્યા. તેમાં સિત્યોદિતા ચિતશક્તિ પુરુષ જ છે અને અભિવ્યંગ્યા ચિત્શક્તિ સત્વનિષ્ઠ છે અર્થાત્ બુદ્ધિમાં રહેલી છે. આ રીતે પાતંજલમતકાર પુરુષને બુદ્ધિના ચેતવ્યનો અભિવ્યંજક સ્વીકારે છે, અને પુરુષને ફૂટસ્થ નિત્ય સ્વીકારે છે, તે પતંજલિ ઋષિનું કથન યુક્તિવાળું નથી, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : पुंसश्च व्यञ्जकत्वेऽपि कूटस्थत्वमयुक्तिमत् । अधिष्ठानत्वमेतच्चेत्तदेत्यादि निरर्थकम् ।।२६।। અન્વયાર્થ :પૃશ્ય રાખ્યત્વેરિ=પુરુષનું વ્યંજકપણું હોતે છતે પણ પાતંજલ મત પ્રમાણે પુરુષનું સત્વમાં ચેતવ્યનું વ્યંજકપણું હોતે છતે પણ, ટચત્વ= Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy