SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ જૈન તકભાષા औदारिकशरीरस्थितिः कथं कवलभुक्तिं विना भगवतः स्यात् । अनन्तवीर्यत्वेन तां विना तदुपपत्तौ छद्मस्थावस्थायामप्यपरिमितबलत्वश्रवणाद् भुक्त्यभावः स्यादित्यन्यत्र विस्तरः । उक्तं प्रत्यक्षम् अथ परोक्षमुच्यते अस्पष्टं परोक्षम् । तच्च स्मरण-प्रत्यभिज्ञान-तर्का-ऽनुमानाऽऽगमभेदतः पञ्चप्रकारम् । अनुभवमात्रजन्यं ज्ञानं स्मरणं, यथा तत् तीर्थकरबिम्बम् । न चेदमप्रमाणम्, न तज्जठराग्निप्रज्वालनायालमिति कथं कवलभुक्तिसम्भव इति चेत्, न, तद्दग्धरज्जुस्थानिकत्वप्रवादस्याप्रामाणिकत्वात्, तदुक्तं सूत्रकृताङ्गवृत्तौ - ‘यदपि दग्धरज्जुस्थानिकत्वमुच्यते वेदनीयस्य तदप्यनागमिकमयौक्तिकं च'। युक्तिवैकल्यं स्वयमेव दर्शयति 'आयुषोऽपी'त्यादिना, शेषं स्पष्टार्थकम् । विस्तरार्थिना अध्यात्ममतपरीक्षा-केवलीभुक्तिद्वात्रिंशिकादिकमवलोकनीयम् । 'अनुभवमात्रजन्यमिति → मात्रपदं वक्ष्यमाणप्रत्यभिज्ञानभेदेऽतिव्याप्तिवारणार्थम् । ज्ञानपदं मतिभेद लक्षणे संस्कारेऽतिव्याप्तिवारणार्थं । संस्कारे चोपचरितमेव ज्ञानत्वमिति दर्शितं प्राक् । ननु 'वासनोबोधहेतुका તાત્પર્ય : આયુષ્યકર્મ બેડી જેવું હોવાથી જ્યાં સુધી તે કર્મ હોય ત્યાં સુધી જીવને તે ભવમાં અવસ્થિત રહેવું પડે છે. પરંતુ, તમારા મત મુજબ તો આયુષ્યકર્મ પણ દગ્ધરજુસ્થાનીય થઈ ગયેલું હોવાથી તેનો વિપાક બતાવી શકવામાં અસમર્થ થઈ જશે અને માટે કેવલીભગવંતો કૈવલ્યપ્રાપ્તિ પછી તરત જ નિર્વાણ (મૃત્યુ) પામે એવું માનવાની આપત્તિ આવશે. વળી, કવલાહારના આધારે જ દારિકશરીર ટકી શકે છે એવો કાર્યકારણભાવ આપણા ઔદારિક શરીરમાં નિર્ણત થઈ જાય છે. તેથી કેવળજ્ઞાની ભગવંતનું ઔદારિક શરીર પણ કવલાહાર વિના શી રીતે ટકી શકે એ પણ એક પ્રશ્ન છે. દિગમ્બર : આપણું અનંતવીર્ય પ્રગટ્યું નથી માટે આપણે કવલાહાર લેવો પડે, જ્યારે કૈવાલ્યપ્રાપ્તિની સાથે જ અનંતવીર્ય (ક્ષાયિકવીય) જેમનું પ્રગટ થઈ ગયું હોય તેવા કેવળજ્ઞાની ભગવંતોના ઔદારિક શરીર કવલાહાર વિના પણ ટકી શકે છે. શ્વેતામ્બર : એમ તો ભગવાનનો જન્મ થાય ત્યારથી જ તેઓ અપરિમિત (અતીવ) બળવાળા હોય છે. જન્મજાત અંગુઠાના સ્પર્શમાત્રથી લાખ યોજન ઊંચો અચલ મેરુપર્વત ધ્રુજાવી દેવાનું અપ્રતીમ સામર્થ્ય ધરાવનારને છદ્મસ્થતામાં ય કવલાહાર અનાવશ્યક છે એમ જ માની લ્યો ને! માટે કેવળજ્ઞાનીને કવલાહાર હોવામાં કોઈ બાધ નથી. આ વિષયનો વિસ્તાર અન્યત્ર (અધ્યાત્મમત પરીક્ષાદિમાં) કરેલો છે. આમ, અહીં સાંવ્યવહારિક-પારમાર્થિક બન્ને પ્રકારના પ્રત્યક્ષ પ્રમાણનું નિરૂપણ પૂર્ણ થયું. * પરોક્ષપ્રમાણ-સ્મૃતિમાં પ્રામાણ્યની સિદ્ધિ પ્રત્યક્ષ પ્રમાણના નિરૂપણ પછી પરોક્ષપ્રમાણનું નિરૂપણ કરે છે. આ એક નવો અધિકાર શરૂ થાય છે તે સૂચવવા ‘નથ’ શબ્દ મૂક્યો છે. પરોક્ષજ્ઞાન પ્રત્યક્ષજ્ઞાનની અપેક્ષાએ અસ્પષ્ટ હોય છે. અસ્પષ્ટતા પરોક્ષપ્રમાણનું સામાન્ય લક્ષણ છે. પરોક્ષપ્રમાણના પાંચ પ્રકાર છે. (૧)સ્મરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy